12 વર્ષના છોકરાએ ન્યૂઝ પેપરમાંથી બનાવી દીધી ટ્રેન, રેલવે મંત્રાલયે પણ થઈ ગયું ફેન, શેર કર્યો એક વિડીયો.
કોરોના વાયરસને કારણે ચાલેલા લોકડાઉનના કારણે હાલના દિવસોમાં કામકાજ સાવ ઠપ છે, શાળા કોલેજો પણ બંધ છે, આવા સમયમાં મોટાભાગના લોકો ઘરે જ સમય પસાર કરી રહ્યા છે. પણ આ લોકડાઉનનો એક ફાયદો એ રહ્યો કે ઘરે બેઠેલા ઘણા લોકોની પ્રતિભા આ દિવસોમાં બહાર આવી રહી છે.
બાળકો પણ પોતાના ઓનલાઇન કલાસ પછીના ફ્રી સમયમાં કઈક ને કઈક એક્ટિવિટી કર્યા કરે છે. પોતાના રચનાત્મક ગુણનો ઉપયોગ કરી બાળકો પણ કંઈક ને કઈક બનાવ્યા કરે છે અને આવી જ એક ક્રિએટિવિટી સોશિયલ મીડિયા પર સામે આવી છે.
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક બાળક દ્વારા બનાવવામાં આવેલું ટ્રેનનું મોડલ ખૂબ વખણાય રહ્યું છે. આ મોડેલની ખાસ વાત એ છે કે છોકરાએ કાગળ અને ગુંદરની મદદથી આ મોડેલને ફક્ત ત્રણ જ દિવસમાં તૈયાર કર્યું છે. સાતમા ધોરણમાં ભણતા અદ્વૈત કૃષ્ણાએ આ ટ્રેનનું મોડલ બનાવ્યું છે.
ભારતીય રેલવે મંત્રાલયે પણ આ મોડલ અને આ મોડલને બનાવનાર વિદ્યાર્થી અદ્વૈત કૃષ્ણાના પણ ખૂબ જ વખાણ કર્યા છે..12 વર્ષના અદ્વૈત કૃષ્ણા કેરળના તૃશશૂરમાં રહે છે, જેને જુના ન્યૂઝ પેપરની 33 શીટ અને 10 A4 સાઈઝ પેપર શીટથી આ ટ્રેનના મોડેલને તૈયાર કર્યું છે. મોડેલના વખાણ કરતા રેલવે મંત્રાલયે કહ્યું છે કે આ મોડેલ અદ્દલ ટ્રેન જેવું જ દેખાય છે. આ મોડેલ એટલું સરસ છે કે એના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર હાલના સમયમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
ભારતીય રેલવે મંત્રાલયના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા પણ આ ટ્રેનના મોડલના ફોટા શેર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ટ્વીટર હેન્ડલ દ્વારા એક વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અદ્વૈતે આ મોડેલ કરી રીતે બનાવ્યું છે.
Master Adwaith Krishna, a 12 year old rail enthusiast from Thrissur, Kerala has unleashed his creative streak and has made a captivating train model using newspapers.
His near perfection train replica took him just 3 days. pic.twitter.com/H99TeMIOCs
— Ministry of Railways (@RailMinIndia) June 25, 2020
ભારતીય રેલવે મંત્રાલય દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલી પોસ્ટના કેપ્સનમાં લખવામાં આવ્યું છે કે કેરળના ત્રિશૂરના 12 વર્ષના માસ્ટર અદ્વૈત કૃષ્ણાએ પોતાની રચનાત્મક એક્ટિવિટી બતાવી છે અને ન્યૂઝ પેપરનો ઉપયોગ કરીને એક ખૂબ જ સુંદર ટ્રેન મોડેલ બનાવ્યું છે. અને આ મોડેલ અદ્વૈત કૃષ્ણઅવ ફક્ત ત્રણ જ દિવસમાં બનાવ્યું છે.
આ ટ્રેનના મોડલને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર અદ્વૈત કૃષ્ણાની આ કલાકારીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત