Site icon News Gujarat

…અને જ્યારે 72 વર્ષ પછી જ્યારે આ બા-દાદા એકબીજાને મળ્યા ત્યારે, કેવી રહી હતી મુલાકાત વાંચો તમે પણ

આપણે બોલીવુડની ફિલ્મ ‘વીરઝારા’ જોઈ જ છે. ફિલ્મ ‘વીરઝારા’ શાહરૂખ ખાન અને પ્રીતિ ઝીંટા મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં બે પ્રેમીઓની પ્રેમ કહાની પર બનાવવામાં આવી છે. બન્ને એકબીજાને પ્રેમ કરે છે અને અલગ પડી જાય છે, પણ વીસ વર્ષ જેટલો લાંબો સમયગાળો વીતી ગયા છતાં પણ તેઓ બંનેનો એકબીજા માટેનો પ્રેમ એટલો જ હોય છે. હવે અમે આપને આવી જ બે વ્યક્તિઓ વિષે જણાવીશું જે કદાચ આપને ફિલ્મી લાગે પણ આ કોઈ ફિલ્મી નહી પણ અસલ જીંદગીમાં બનેલ ઘટના છે.

image source

આજે અમે આપને એક એવા દંપતી વિષે જણાવીશું જેઓ લગ્નના એક જ વર્ષમાં એકબીજાથી અગલ થઈ ગયા હતા અને અલગ થઈ ગયા પછી બંને પતિપત્ની ખુબ જ લાંબા સમય પછી એટલે કે, ૭૨ વર્ષ પછી બંને એકબીજાને મળે છે. આ ઘટના ભારતના કેરળ રાજ્યના કન્નુર વિસ્તારનો છે, શારદા નામની મહિલા જે હવે ૮૫ વર્ષની ઉમર ધરાવે છે. અને તેમના પતિ તેમનું નામ નારાયણન છે જેઓ હવે ૯૩ વર્ષના થઈ ગયા છે.ચાલો જાણીએ શું છે આખી ઘટના.?

શારદા અને નારાયણનના લગ્ન વર્ષ ૧૯૪૬માં થયા હતા, તે સમયે શારદાની ઉમર ફક્ત ૧૩ વર્ષની હતી અને નારાયણનની ઉમર ૧૭ વર્ષ હતી. શારદા અને નારાયણનના લગ્ન વર્ષ ૧૯૪૬માં થઈ જાય છે પણ લગ્નને એક વર્ષ પણ પૂરું નથી થતું અને આ પતિ-પત્ની એકબીજાથી અલગ થઈ જાય છે.

image source

નારાયણન અને તેમના પિતા થાલીયન રમન નમ્બીયાર બંનેએ ક્વુંમ્બાઈના ખેડૂત આંદોલનમાં હિસ્સો લીધો હતો. પણ થોડાક સમય પછી બંને પિતા અને પુત્ર પોલીસની પોતાની વિરુદ્ધની હલચલની જાણ થતા બંને છુપાઈ જાય છે. પણ બે મહિના સુધી અંદરગ્રાઉન્ડ રહ્યા પછી પોલીસના હાથે પકડાઈ જાય છે અને પોલીસ આ પિતા પુત્રને જેલમાં નાખી દે છે.

જયારે બીજી બાજુ નારાયણન અને તેમના પિતાની ધરપકડ કરી લીધા પછી પોલીસ શારદાની ધરપકડ કરવા માટે ઘરે પહોચી જાય છે ત્યારે શારદા અને તેના સાસુ ઘરે એકલા જ હોય છે. જયારે પોલીસ શારદાની ધરપકડ માટે ઘરે જાય છે તો શારદાની સાસુ શારદાને પોલીસથી કોઇપણ રીતે બચાવવામાં સફળ રહે છે. પણ પોલીસ ઘરને આગચંપી કરી દે છે. તેમછતાં શારદા ઘરની બહાર હોવાથી તે બચી જાય છે અને શારદાની સાસુ પોતાને પણ બચાવી લે છે. ત્યારપછી શારદાની સાસુ શારદાને પિયર મોકલી દે છે.

image source

શારદાના પિયર આવ્યા પછી તેના માતાપિતા નારાયણનને શોધવાના ખુબ જ પ્રયાસ કરે છે પણ કઈ હાથ નથી લાગતું ઘણા વર્ષો સુધી રાહ જોયા પછી પણ જયારે શારદાના પરિવારને નારાયણનના મળવાની આશાઓ નથી રહેતી ત્યારે શારદાનો પરિવાર શારદાના બીજા લગ્ન કરાવી દે છે.

શારદાના બીજા લગ્ન થઈ ગયા પછી શારદા છ બાળકોની માતા બને છે પણ આ છ બાળકો માંથી બે બાળકોનું મૃત્યુ થઈ જાય છે. શારદા ઉમર જયારે ૭૨ વર્ષની થઈ જાય છે ત્યારે તેનો પુત્ર ભાર્ગવ શારદાને તેના પહેલા પ્રથમ પતિ સાથે મળવવાના પ્રયાસો હાથ ધરે છે.

image source

આપને જણાવીએ કે, જયારે નારાયણન અને તેમના પિતા જેલમાં હતા ત્યારે જેલમાં આ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેલમાં થયેલ આ હુમલામાં નારાયણનના પિતા પોતાનો જીવ ગુમાવી દે છે. નારાયણન વર્ષ ૧૯૫૪માં જેલ માંથી બહાર આવી જાય છે. આઠ વર્ષનો જેલવાસ ભોગવ્યા પછી જેલ માંથી બહાર આવ્યાના થોડાક જ સમયમાં નારાયણન ફરીથી લગ્ન કરી લીધા હતા.

તેઓ બીજીવાર કેવી રીતે મળ્યા?

image source

જયારે શારદાના પુત્ર ભાર્ગવે પોતાની માતાના પહેલા લગ્ન વિષે જાણી જાય છે તો ત્યાર પછી ભાર્ગવ નારાયણનના કેટલાક સંબંધીઓને જાણતો હોવાથી તેમની સાથે મુલાકાત અને વાત કરતા ખબર પડે છે કે, નારાયણન હજી જીવિત છે. ત્યાર પછી ભાર્ગવ પોતાની માતા શારદા અને શારદાના પહેલા પતિ ભાર્ગવને મ્લાવવાનું નક્કી કરે છે.

જયારે ભાર્ગવ પોતાની માતા શારદાને નારાયણન વિષે જણાવે છે તો ત્યારે શારદા નારાયણનને મળવાની ચોખ્ખી મનાઈ કરી દે છે. પણ ત્યાર પછી દીકરાની ઘણી સમજાવ્યા પછી શારદા નારાયણનને મળવા માટે સહમત થાય છે. ત્યાર પછી શારદા અને નારાયણનને મળવા માટે ભાર્ગવ પોતાના ઘરે વ્યવસ્થા કરે છે. આમ બન્ને શારદા અને નારાયણન ૭૨ વર્ષ જેટલા લાંબા સમયગાળા પછી એકબીજાને મળે છે.

image source

શારદા અને નારાયણન આટલા વર્ષો પછી ફરીથી મળે છે તો બન્ને શરૂઆતમાં ચુપ રહે છે. પણ બંનેની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યાર બાદ બન્ને વચ્ચે થોડી ઘણી વાતચીત પણ થઈ હતી.

Exit mobile version