Site icon News Gujarat

ભૂલથી પણ ખાઓ છો કેરીની સાથે આ ચીજો તો થશે હેલ્થને નુકસાન, જાણો શું કહે છે આયુર્વેદ

કેરીને ફળોનો રાજા હોવાની સાથે સાથે લોકોના દિલ પર રાજ કરનારું ફળ માનવામાં આવે છે. ભારતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને કેરી ભાવતી નહીં હોય. સીઝન આવતાં જ લોકોના મનમાં મેંગો શેક, મેંગો સ્મૂધી, મેંગો આઈસક્રીમ જેવી અનેક ચીજો ખાવા આપણું મન લલચાઈ જાય છે. પણ શું તમે જાણો છો કે ન્યૂટ્રિશનથી ભરપૂર કેરી ખાવી જરૂરી છે પણ સાથે તેની સાથે કેટલીક ચીજો ખાવાથી શરીરને નુકસાન થાય છે. આજે અમે આપને જણાવીશું કે તમે કેરીની સાથે કઈ ચીજો ખાવાનું ટાળો તે યોગ્ય માનવામાં આવે છે.

દૂધ અને કેરી

image source

કેરીને અનેક લોકો અનેક વિવિધ રીતે ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેનો પન્નો બનાવીને પીવાનું પસંદ કરે છે. કેટલાક ચટણી બનાવીને તો કેટલાક અથાણુ બનાવીને તેનો ઉપયોગ કરે છે. કેટલાક પાકી કેરીથી અનેક વિવિધ ડિશ બનાવે છે. સૌથી પહેલા વાત કરીએ મેંગો શેકની. તેને બનાવવા માટે દૂધ અને કેટલાક લોકો આઈસક્રીમ નાંખે છે. આયુર્વેદના આધારે કેરીને દૂધની સાથે ખાવાથી જઠરાગ્નિ પ્રભાવિત થાય છે. તેનાથી ખાવાનું સારી રીતે પચતું થી ને સાથે પેટ ફૂલવાની અને ગેસ બનવાની સમસ્યા થઈ શકે છે. આયુર્વેદમાં દૂધ સાથે ખાટા ફળ લેવાની મનાઈ છે.

દહીં અને કેરી

image source

કેરીની સાથે દહીં ખાવાને માટે મનાઈ કરાઈ છે. માનવામાં આવે છે કે દહીંની તાસીર ઠંડી હોય છે અને કેરીની ગરમ. ઠંડાની સાથે ગરમ ખાવાથી બોડીમાં ટોક્સિન બને છે. આ સિવાય સ્કીન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.

કારેલા અને કેરી

image source

જો તમે પાકી કેરી ખાઈ લીધી છે તો તરત બાદ કે સાથે કારેલા ન ખાઓ. તમે કેરી અને કારેલાનું કોમ્બિનેશન પસંદ કરો છો તો તમને તેનાથી જીવ ગભરાવવો, ઉલ્ટી થવી, શ્વાસમાં તકલીફ થવાની ફરિયાદ થઈ શકે છે. જો તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ સેન્સેટિવ છે તો તેને અવોઈડ કરવું સારું રહેશે.

તો હવે આ સીઝનમાં જો હજુ પણ કેરીનું સેવન કરી રહ્યા છો તો તમારે આ કેટલાક ફૂડ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખી લેવા જોઈએ. જેથી તમે તમારી હેલ્થને સારી રાખી શકો અને દરેક ફૂડની મજા પણ માણી શકો. તો જોજો હવે કોઈ ભૂલ કરતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version