આ કારણોને લીધે બજારમાં આટલુ બધુ મોંધુ મળે છે કેસર, જાણો તમે પણ આ વિશે

દુનિયામાં એકથી વધીને એક મસાલો થાય છે જે પોતાના સ્વાદ અને સુગંધને કારણે લોકપ્રિય છે. પરંતુ તેમાં એક મસાલો એવો પણ છે જે પોતાના ગુણ અને ખાસ કરીને પોતાની કિંમતને કારણે વધુ પ્રખ્યાત છે અને આ કારણે જ તેને દુનિયાના સૌથી મોંઘા મસાલાઓ પૈકી એક ગણવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ આ માસાનાના છોડને પણ દુનિયાના સૌથી મોંઘા છોડના લિસ્ટમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે.

Image Source

આ મસાલા જે દેશોમાં ઉગે છે તેવા પ્રમુખ દેશોમાં ભારત સહીત ફ્રાન્સ, સ્પેન, ઈરાન, ઇટાલી, ગ્રીસ, જર્મની, જાપાન, રશિયા, ઓસ્ટ્રિયા, તુર્કિસ્તાન, ચીન, પાકિસ્તાન અને સ્વીત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. ભારતમાં આ મસાલાની ખેતી જમ્મુના કિશ્તવાડ અને જન્નત-એ-કાશ્મીરના પામપુર (પંપોર) ના સીમિત ક્ષેત્રોમાં વધુ થાય છે.

Image Source

વિશ્વના આ સૌથી મોંઘા મસાલાનું નામ છે કેસર જેને અંગ્રેજીમાં સેફ્રોન કહેવામાં આવે છે. બજારમાં એક કિલોગ્રામ કેસરની કિંમત અઢી લાખ રૂપિયાથી માંડીને ત્રણ લાખ રૂપિયા સુધીની હોય છે. કેસરની આટલી મોંઘી કિંમત હોવાનું કારણ એ છે કે તેના દોઢ લાખ જેટલા ફૂલોમાંથી માત્ર એક કિલો જેટલું જ કેસર પ્રાપ્ત થાય છે.

Image Source

સોનાની જેમ કિંમતી હોવાને કારણે આ મસાલાને ” રેડ ગોલ્ડ ” પણ કહેવામાં આવે છે. એવું મનાય છે કે આજથી લગભગ 2300 વર્ષ પહેલા ગ્રીસ (યુનાન) માં સાઉથ પહેલા સિકંદરની સેનાએ કેસરની ખેતી કરી હતી. કહેવાય છે કે મિસ્રની રહસ્યમયી રાણી તરીકે પ્રખ્યાત એવી ક્લીયોપેટ્રા પણ પોતાની સુંદરતા વધારવા માટે કેસરનો ઉપયોગ કરતી હતી.

Image Source

જો કે અમુક લોકો એવું પણ માને છે કે કેસરની શોધ દક્ષિણ યુરોપના દેશ સ્પેનમાં થઇ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આજના સમયમાં સૌથી વધુ કેસરની ખેતી પણ સ્પેનમાં જ થાય છે. કેસરની એક વિશેષતા એ પણ છે કે તેના ફૂલો એવી તીવ્ર સુગંધ ધરાવે છે કે તેની આસપાસનો આખો વિસ્તાર મહેંકી ઉઠે છે. વળી, પ્રત્યેક ફૂલમાં માત્ર ત્રણ કેસર જ પ્રાપ્ત થાય છે.

Image Source

સામાન્ય રીતે કેસરનો ઉપયોગ આયુર્વેદિક નુસખા અને ખાદ્ય વ્યનજનોમાં જ થતો હતો પરંતુ હવે તેનો ઉપયોગ પાન મસાલા અને ગુટખામાં પણ થવા લાગ્યો છે. કેસરને રક્તશોધક, લો બ્લડપ્રેશરને ઠીક કરનાર અને કફ નાશક પણ ગણવામાં આવે છે અને આ કારણે જ વિવિધ ચિકિત્સા અને જડી-બુટ્ટીઓમાં તેનો ઉપયોગ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત