કરવી છે કેસરની સાચી પરખ? તો આ પાંચ રીત છે તમારા માટે સૌથી બેસ્ટ, જાણો નહિં તો છેતરાશો

મિત્રો, ત્વચાની સુંદરતા અને ખોરાકનો સ્વાદ વધારવાની સાથે જ આ કેસર સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે. કેસરનું નામ દુનિયાભરના સૌથી મૂલ્યવાન મસાલામાં આવે છે. તેને “મસાલાનો રાજા” પણ કહેવામાં આવે છે. કેસરને લાલ સોનું પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આપણા દેશમા કેસરનું વેચાણ કરીને કરોડોની કમાણી થઇ શકે છે.

image source

ફક્ત સમૃદ્ધ લોકો જ તેની ખેતી કરી શકે છે કારણકે, તે ખૂબ જ ખર્ચાળ છે. ઘણીવાર લોકો બજારમા નકલી કેસર વેચીને સારો નફો મેળવે છે. આજે અમે તમારા માટે અસલી કેસરને ઓળખવા માટેની અમુક મહત્વની ઘરેલુ ટિપ્સ લઇને આવ્યા છીએ, જેથી તમે અસલી અને નકલી કેસરને સરળતાથી ઓળખી શકો. તો ચાલો જાણીએ આ ટીપ્સ વિશે.

આવો હોય છે સ્વાદ :

જ્યારે પણ તમે બજારમાં કેસર ખરીદવા જાવ છો ત્યારે સૌ પ્રથમ તમારી જીભ પર કેસરના એક કે બે દોરા મૂકો અને હળવેથી ચાવી લો. આ દરમિયાન જો તમને કેસરનો સ્વાદ મીઠો લાગે તો કેસર નકલી છે. કેસરની સુગંધ ભલે મીઠી હોય પરંતુ, તેનો સ્વાદ કડવો હોય છે.

રંગથી કરો પરખ :

image source

હળવા ગરમ પાણીમા કેસરના એક થી બે રેસા ઉમેરો. હવે જો રેસાઓને પાણીમા નાખવામા આવે અને તરત જ તેમના રંગો છોડી દે તો સમજી લો કે કેસર નકલી છે કારણકે શુદ્ધ કેસર એ પાણીમા નાખ્યા પછી ધીમે-ધીમે રંગ છોડે છે અને રંગ છોડ્યા પછી પણ તેના મૂળ રંગમા રહે છે પરંતુ, જો કેસર ભેળસેળયુક્ત હોય અને તેને પાણીમા નાખી દેવામા આવે તો તે તરત જ તેનો લાલ રંગ છોડી દે છે.

આવી હોય છે સુગંધ :

image source

કેસરની શુદ્ધતાને ઓળખવાનો શ્રેષ્ઠ માર્ગ તેની સુગંધ છે. શુદ્ધ કેસરની સુગંધ મધ જેટલી જ રસપ્રદ છે. તેથી કેસર ખરીદો ત્યારે ધ્યાનમાં રાખો કે, જો કેસરમાંથી કોઈપણ પ્રકારની કડવી કે તીક્ષ્ણ ગંધ આવતી હોય તો તેને ખરીદશો નહીં.

પાણી અને બેકિંગ સોડાનુ મિશ્રણ :

image source

કેસરની શુદ્ધતાને ઓળખવા માટે પાણી અને બેકિંગ સોડા એક સારો અને અસરકારક ઘરગથ્થુ ઉપચાર છે. આ માટે તમે સૌ પ્રથમ એક બાઉલમાં થોડો બેકિંગ સોડા ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો. હવે તેમાં એકથી બે કેસરના દોરા ઉમેરો. આ સમય દરમિયાન કેસર લાલ થાય તો તે નકલી છે.

મુલ્ય પરથી આવી શકે અંદાજ :

image source

કેસરની ભારે માંગ અને સીમિત ઉત્પાદનને કારણે કેસર ઘણું મોંઘું પડે છે માટે જો તમને કોઈ જગ્યાએ સસ્તા ભાવમા કેસર મળી રહ્યુ છે તો સમજી લો કે તે કેસર નકલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત