કેસર માવા મોદક – આજે આપને ચાસણી વગર, માવા વગર મોદક બનાવીશું.

કેસર માવા મોદક

જય ગણેશ! ગણપતિ બાપા ને સૌ થી વધારે શું ભાવે? તો આપણને બધાને ખબર છે ગણપતિ બાપા ને લાડુ અને મોદક સાઊ થી પ્રિય છે.

ગણપતિ બાપા ને રોજ પ્રસાદ માં શું ધરાવીએ એ પ્રશ્ન બધાને મુંઝવતો હોય છે તો આજે આપને ચાસણી વગર,માવા વગર મોદક બનાવીશું.એ પણ એકદમ સહેલાઇ થી અને ઘરમાં રહેલી વસ્તુ માંથીજ ફટાફટ તૈયાર થાય છે.અને હા એ સએ મસ્ત બહાર બજાર તેવા જ બને છે. આજે આપણે ગણપતિ બાપાને પ્રસાદ માં ધરાવતા મોદક બનાવીશું.તો સામગ્રી જોઈ લઈશું.

સામગ્રી

  • ૧ ૧/૨ કપ દૂધ
  • ૨ કપ મિલ્ક પાવડર
  • ૧ કપ ખાંડ
  • ૫ થી ૬ કેસર ના તાંતણા
  • ૨ ચમચી ઘી

રીત

એક બાઉલ માં ૪ ચમચી દૂધ લો. અને તેમાં કેસર એડ કરી ૩ થી ૪ કલાક રહેવા દો.

એક નોનસ્ટિક કડાઈમાં દૂધ ઉમેરો. દૂધ નવશેકું ગરમ થાય એટલે તેમાં કેસર વાળુ દૂધ અને મિલ્ક પાવડર એડ કરો.

હવે તે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવો. હવે માવો તૈયાર થાય એટલે તેમાં ખાંડ ઉમેરી ને સતત હલાવો.

મિશ્રણ ને સતત હલાવતાં રહેવું જેથી દૂધ બળી જસે અને મસ્ત કનીદાર માવો તૈયાર થાય તો.

હવે તૈયાર થયેલ માવા ને થોડો ઠંડો થવા દો.

માવા ને મોદક ના મોલ્ડ માં ભરી ને મોદક નો શેપ આપીશું.

તો તૈયાર છે કેસર માવા મોદક.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.