કેશર-પિસ્તા પેંડા – પ્રભુ શ્રીરામ આગમનના વધામણાં બનાવો આ સરળ રીતે પેંડા..

કેશર-પિસ્તા પેંડા :

નાના- મોટા તહેવારોમાં હંમેશા આપણે જલદી બની જતી અને ઘરમાં બધાને ખૂબજ ભાવતી એવી સ્વીટ રેસિપી શોધતા હોઇએ છીએ. અને એ યમ્મી રેસિપિ બનાવતા પણ હોઇએ છીએ. તેમાં કેશર-પિસ્તા પેંડા એ ઘરે જ બની જતી સરળ અને ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માંથી બની જ્તી સ્વીટ છે. બાળકો, યંગ્સ કે મોટા- બધાની ફેવરીટ સ્વીટ છે.

બાળકોને ખૂબજ ભાવતા હોય છે. ઘરે આવેલા ગેસ્ટને નાસ્તામાં સર્વ કરવા માટે કે ખુશાલીની ગીફ્ટ કરવા માટે બોક્ષ પેકિંગમાં પણ ખૂબજ અનુકુળ રહે છે. નાની મોટી નાસ્તા પાર્ટીઓ કે દિવાળી, હોળી, રક્ષાબન્ધન, કે જન્માષ્ટમી જેવા તહેવારોમાં આ ફરાળી કેશર-પિસ્તા પેંડા જેવી ડીલિશ્યશ સ્વીટ વગર અધુરા લાગે છે.

પેંડા મુખ્યત્વે મિલ્ક કે માવામાંથી બનાવવામાં આવે છે, તેથી ફરાળી છે.

અહિં હું જે કેશર-પિસ્તા પેંડાની રેસિપિ આપી રહી છું, જે મિલ્ક અને મિલ્ક પાવડર અને ઘીમાંથી બનાવ્યા છે, સાથે એલચી અને પિસ્તાનો ઉપયોગ કરીને ફ્લેવરફુલ અને ટેસ્ટી બાનાવ્યા છે. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને કેશર-પિસ્તા પેંડા તહેવારોમાં ફરાળ કરવા માટે ઘરે બનાવવા માટેની ટ્રાય કરજો.

કેશર-પિસ્તા પેંડા બનાવવા માટેની સામગ્રી :

  • ¾ કપ + ¼ કપ કેશર વાળું દૂધ (10-12 તાંતણા કેશર ઉમેરવું)
  • 1 કપ મિલ્ક પાવડર
  • 1 ટેબલ સ્પુન ધી + 1 ટી સ્પુન ઘી
  • ¼ ક્પ સુગર
  • ½ ટી સ્પુન એલચી
  • જરુર મુજબ પિસ્તા સ્લિવર્સ અથવા પિસ્તાનો અધકચરો ભૂકો
  • 2-3 ડ્રોપ્સ યલો લિક્વીડ કલર

કેશર-પિસ્તા પેંડા બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ એક પેનમાં ¼ કપ મિલ્ક લ્યો. હવે તેમાં ¼ કપ સુગર ઉમેરો.

હવે તેમાં જ 1 ટેબલ સ્પુન ઘી ઉમેરો. સાથે જ તેમાં1 કપ મિલ્ક પાવડર ઉમેરી દ્યો.

ત્યારબાદ ફ્લૈમ પર મૂક્યા વગર જ બધું થોડી વાર સ્પુન વડે હલાવતા રહી મિક્ષ કરી લ્યો.

સરસ એકરસ થઈ જાય એટલે તેમાં ફરીથી ¼ કપ મિલ્ક ઉમેરી દ્યો. સતત હલાવતા રહી મિલ્ક મિશ્રણમાં બરાબર ગાંઠા ના રહે એ રીતે મિક્ષ કરી લ્યો. મિશ્રણ થીક થઈ જશે.

ફરી ¼ કપ મિલ્ક ઉમેરી મિક્ષ કરી લ્યો. એક સાથે મિલ્ક ઉમેરવાથી ગાંઠા પડશે. તેથી થોડું થોડું મિક્ષ કરતા જવાનું છે.

હવે ¼ કપ કેશરવાળા મિલ્કમાં 2-3 ડ્રોપ્સ યલો લિક્વીડ કલર ઉમેરી દ્યો. બધું મિશ્રણ એકરસ થઈ યલો કલરનું થઈ જાય ત્યાં સુધી ફ્લૈમ વગરજ મિક્ષ કરવાનું છે.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન એલચી ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે આ મિશ્રણ ભરેલા પેનને સ્લો ફ્લૈમ પર મુકો. સતત હલાવતા જ રહો. ધીમે ધીમે પેંડાનું મિશ્રણ વધારેને વધારે ઘટ્ટ થતું લાગશે.

મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ પેંડાના માવા જેવી કંસીસટંસી થાય અને બનેલો માવો પેનની સાઇડ્સ છોડવા લાગે ત્યાં સુધી સતત હલાવતા જઈ કૂક કરતા રહો.

હવે તેમાં 1 ટી સ્પુન ઘી ઉમેરી મિક્ષ કરી લ્યો.

એક પ્લેટને ઘીથી સરસ ગ્રીસ કરી લ્યો. ત્યારબાદ બનેલા માવાને એ પ્લેટમાં ટ્રાસંફર કરી લ્યો.

હાથ અડકાડી શકાય તેટલો માવો ઠંડો પડે એટલે હાથેળીમાં પણ ઘી લગાડીને માવાને સરસ ગ્લોસી થાય ત્યાં સુધી મસળી લ્યો. એક સ્મૂધ ડો બનાવી લ્યો.

હવે ફ્લેટ બોર્ડ પર પોલીથીન બેગ નો મોટો પીસ મૂકી તેને ઘીથી ગ્રીસ કરો. તેના પર બનેલા આખા ડોનો મોટો બોલ બનાવીને મૂકો.

હવે તેને પહેલા હાથેથી થેપીને જાડું સર્કલ બનાવો. પેંડા કરતા થોડી વધારે થીકનેસ રાખો.

ત્યારબાદ રોલિંગ પીન ગ્રીસ કરીને સર્કલની ઉપરની સાઈડ જરા ઇવન્લી રોલ કરી લ્યો. એટલે પેંડા જેટલી થીકનેસ થઈ જશે.

હવે તમારી મનપસંદ સાઈઝના કેશર-પિસ્તા પેંડા બનાવવા માટે રિંગ કટર, નાનો ગ્લાસ કે નાની વાટકી લઈ પેંડાનો શેઇપ આપી કટ કરી લ્યો.

સાઇડ્સના કટ્સ ભેગા કરી ફરીથી વણી તેમાંથી બાકીના પેંડા કટ કરી બનાવી લ્યો.

હવે તાજા કેશર-પિસ્તા પેંડા પર ગાર્નીશ કરવા માતે તરતજ પિસ્તાના સ્લિવર્સ અથવા પિસ્તાનો અધકચરો ભૂકો પેંડાની સેંટરમાં લગાવી જરા પ્રેસ કરી દ્યો, જેથી પેંડા પર સરસથી લાગી જાય.

ખૂબજ ટેસ્ટી દૂધના માવામાંથી બનાવેલા હોય તેના કરતા પણ ખૂબજ ટેસ્ટી અને ફ્લેવર ફુલ, એકદમ ફ્રેશ કેશર-પિસ્તા પેંડા સર્વ કરવા માટે રેડી છે.
તો મારી આ રેસીપીને ફોલો કરીને ચોક્કસથી બનાવીને બધાને નાસ્તામાં કે ફરાળ કરવા માટે સર્વ કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.