છેલ્લા કેટલાક દિવસથી વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે બન્ને સાત ફેરા લઈને બોલિવૂડનું નવું પાવર કપલ બની જશે. સંગીત અને મહેંદી ફંક્શન બાદ આજે દુલ્હા અને દુલહનને પીઠી ચોળાઈ ગઈ છે. લગ્ન પહેલા થતા ફંક્શનની તસવીરો અને વીડિયો જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ વેન્યુની અંદરથી એક પણ તસવીર હજી સુધી સામે નથી આવી. સમાચાર છે કે તેની પાછળ એક મોટું કારણ છે. વિકી અને કેટરિનાના લગ્નનું ટેલિકાસ્ટ OTT પર થશે. આ માટે મોટો કરાર પણ થયો છે.
ઓટીટી પ્લેટફોર્મ પર વિકી કૌશલ અને કેટરીના કેફના લગ્ન
જો તમે પણ વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન જોવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે જ છે. તમે સંગીત, મહેંદી, પીઠી, જાન અને ફેરા પણ જોઈ શકશો. વિકી કૌશલ અને કેટરિના કેફના ચાહકોને લગ્નની દરેક વિગતો OTT પર જોવા મળશે. અહેવાલ છે કે વિકી કૌશલ અને કેટરીના કેફના લગ્નને લઈને OTT પ્લેટફોર્મ સાથે ડીલ થઈ છે, જેના કારણે લગ્નને લઈને આટલી પ્રાઈવસી રાખવામાં આવી છે.
80 કરોડમાં થઈ છે ડિલ
મિડ-ડેના અહેવાલ મુજબ, કેટરિના કેફ અને વિકી કૌશલએ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ સાથે તેમના લગ્નના ટેલિકાસ્ટ રાઇટ્સ માટે ડીલ કરી છે. આ ડીલથી વિકી કૌશલ અને કેટરિના કેફએ મોટી કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર આ ડીલ 80 કરોડમાં થઈ છે. આ ડીલને કારણે જ કેટરીના કેફ અને વિકી કૌશલએ તેમના દરેક ગેસ્ટને NDA પર હસ્તાક્ષર કર્યા છે જેથી OTT પ્લેટફોર્મ પહેલા લગ્નનો કોઈ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ ન થાય
આવતા વર્ષે રિલીઝ થશે વિડીયો
રિપોર્ટ અનુસાર, વિકી અને કેટરીનાના લગ્નનો વીડિયો વર્ષ 2022માં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. જેમાં તેમના રોકાથી લઈને રાજસ્થાનમાં લગ્નની તમામ વિધિઓ બતાવવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2019 માં, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પણ તેમની વેડિંગ સીરિઝ માટે OTT પ્લેટફોર્મ સાથે કરાર કર્યો હતો.
વિકી કૌશલ અને કેટરીના કેફના લગ્નમાં 120 મહેમાનો હાજરી આપવાના છે. સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્નના તમામ કાર્યક્રમો ચાલી રહ્યા છે.