કેટકીના કૈફ અને વિક્કી કૌશલ હાલ બોલિવૂડના સૌથી વધુ ચર્ચામાં રહેલા કપલમાંથી એક છે. હાલ બંનેના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જો કે આ કલાકારોએ આ મામલે મગનું નામ મરી પાડ્યું નથી પરંતુ ચર્ચાઓ છે કે બંને ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે અને તેના માટે તૈયારીઓ પણ કરી લીધી છે. હાલ આ ખબર પર પુષ્ટી થઈ નથી પરંતુ બંનેએ પોતાના સંબંધો અંગે ઈન્કાર પણ કર્યો નથી.
કેટરીના કૈફ અને વિકી કૌશલ બંને છેલ્લા ઘણા સમયથી લોકોની નજરમાં છે પરંતુ આ સંબંધ પહેલા બંને તેમના અન્ય સાથેના અફેરને લઈને ચર્ચામાં રહી ચુક્યા છે. વિકી કૌશલના લવ અફેર અને કેટરીના કૈફના બ્રેકઅપની સ્ટોરી પણ જગજાહેર છે. બંને તેમના આ સંબંધો પહેલા પણ પ્રેમ સંબંધોને લઈને ચર્ચામાં રહી ચુક્યા છે
વિકી કૌશલની વાત કરીએ તો કેટરીના સાથે સંબંધ પહેલા વિકીનું નામ હરલીન સેટી સાથે ચર્ચામાં હતું. બંને એકબીજાને ડેટ કરતા હતા અને તે બંને તેમના સંબંધોને જાહેર પણ કરી ચુક્યા હતા. પરંતુ તેમના સંબંધ લાંબો સમય ટકી શક્યા નહીં. વિકી કૌશલ અને હરલીન શેટીના સંબંધ 2019 સુધી સ્ટ્રોંગ હતા પરંતુ વિકીની ફિલ્મ ઉરી બાદ વિકી સફળતાની સીડી ચઢતો ગયો અને હરલીન અને તેની વચ્ચે દૂરી વધતી ગઈ અંતે બંનેનું બ્રેક અપ થયું. એટલું જ નહીં ઉરીની જોરશોરથી પ્રમોશન કરતી હરલીને વિકીને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કરી લીધો હતો અને બ્રેકઅપ અંગે એક નોટ પણ શેર કરી હતી.
વિકી કૌશલના અફેરની તો વાત થઈ ગઈ પરંતુ હવે વાત કરીએ કેટરીના કૈફના અફેરની. જો કે કેટરીનાની યાદી આટલી નાની નથી. કેટરીનાના અફેરનું લિસ્ટ લાંબુ છે. સૌથી પહેલા કેટરીનાનું અફેર સલમાન ખાન સાથે ચાલ્યું હતું. સાત વર્ષના રિલેશન બાદ બંનેનું બ્રેકઅપ થયું પરંતુ આજે પણ તે બંને સારા મિત્ર છે.
સલમાન બાદ કેટરીનાનું નામ સિદ્ધાર્થ માલ્યા સાથે આવ્યું હતું. સિદ્ધાર્થ માલ્યા વિજય માલ્યાનો દીકરો છે કેટરીનાને ઘણીવાર સિદ્ધાર્થની ટીમને સપોર્ટ કરતી પણ જોવા મળી હતી. સિદ્ધાર્થ માલ્યા બાદ રણબીર કપૂર સાથે કેટરીના કૈફના સંબંધો ખૂબ ચર્ચામાં રહયા હતા.
રણબીર અને કેટરીનાની જોડીને લોકો પણ ખૂબ પસંદ કરતા હતા. આ સંબંધ લગ્ન સુધી પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ અચાનક તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ વાતથી બંનેના ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા.
આ બ્રેકઅપ બાદ હવે કેટરીના કૈફ અને વિકી કૌશલના રિલેશન અને લગ્નની વાત ચર્ચામાં છે. હવે જોવાનું રહ્યું કે ડિસેમ્બરમાં ખરેખર બંનેના લગ્ન થાય છે કે કેમ.