કેટરીના કૈફે કરી એવી મોટી ભૂલ કે પાછળથી થયો જબરો પસ્તાવો, અને ફેન્સે પકડી લીધા પછી…

કેટરીના કેફ અને વિકી કૌશલ વચ્ચે ઘણા સમયથી કઈક તો રંધાઈ રહ્યું છે અને એમના ફેન્સને ખબર જ છે કે એ બીજું કંઈ નહીં પણ પ્રેમ છે. અને એટલે જ તો ઘણીવાર બંને એકસાથે દેખાઈ આવે છે પણ કેટરીના અને વિકી બંને પોતાનો આ સંબંધ છુપાવવામાં લાગ્યા છે. હજી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલ અને કેટરીના કેફ બંને એકસાથે જ ન્યુ યર સેલિબ્રેટ કરી રહ્યા હતા અને હવે તો આ વાતનો પુરાવો કેટરીના કેફે જાતે જ આપી દીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

હાલમાં જ કેટરીના કેફે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પિક શેર કર્યો હતો જેમાં એ પોતાની બહેન ઇસાબેલ સાથે સ્વેટર પહેરેલી દેખાઇ રહી હતી, તમને જણાવી દઈએ કે કેટરીના કેફે પોસ્ટ કરેલો આ ફોટો ઘણો જ સ્ટાઈલિશ હતો અને બંને બહેનો ઘણું એન્જોય કરી રહેલી પણ દેખાઈ રહી હતી પણ થોડી જ વારમાં કેટરીના કેફે આ ફોટો ડીલીટ કરી દીધો, એનું કારણે એ હતું કે કાચમાં રીફલેક્શનમાં વિકી કૌશલ દેખાઈ રહ્યા હતા, જેને ફેન્સે પકડી પાડ્યા હતા. કેટરીના કેફને જ્યારે આ વાતનો અહેસાસ થયો તો એમને તરત જ એ ફોટો ડીલીટ
કરી દીધો પણ ત્યાં સુધી તો એમના ફેન્સ એમનો આ ફોટો વાયરલ કરી ચુક્યા હતા.

image source

એવું માનવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલ અને કેટરીના કેફે ન્યુ યર પણ સાથે જ સેલિબ્રેટ કર્યું છે કારણ કે વિકી કૌશલ અને કેટરીના
કેફ બન્નેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટા શેર કર્યા છે એનું બેકગ્રાઉન્ડ એક સરખું લાગી રહ્યું છે અને વિકી અને કેટરીના બન્નેએ અલીબાગના ફાર્મ હાઉસ પર નવા વર્ષની ઉજવણી કરી છે

image source

કેટરીના કેફ અને વિકી કૌશલ ઘણા સમયથી રિલેશનશિપમાં છે એવું જાણવા મળ્યું છે અને એટલું જ નહીં ઘણી ઇવેન્ટ્સમાં એ બન્ને એકસાથે પણ દેખાય છે પણ હાલ તો કેટરીના અને વિકી બંને પોતાના આ સંબંધને છુપાવીને જ રાખવા માંગે છે.

image source

અને આ પાછળનું કારણ તો એ જ સારી રીતે જાણે છે પણ ફેન્સની નજરથી એ બન્ને બચી ન શક્યા અને એમની ચોરી એમના ફેન્સે પકડી જ લીધી. કેટરીનાની ફિલ્મોની વાત કરીએ તો કેટરીનાએ ફિલ્મ ફોન ભૂતનું શૂટિંગ શરૂ કરી દીધો છે બીજી બાજી વિકી કૌશલની વાત કરીએ તો ફિલ્મ સરદાર ઉધમમાં વિકી દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત