આ એક્ટરે કર્યો વિકી- કેટના લગ્નમાં જવાનો ઇનકાર, એવી વાત લખી કે બધા ચોંકી ગયા

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન 9 ડિસેમ્બરના રોજ છે. લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આ રોયલ વેડિંગ માટે હોટલના સૌથી ખાસ અને મોંઘા રૂમ બુક કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલ રાજા માન સિંહ સ્વીટમાં રહેશે અને કેટરીના કૈફ રાણી પદ્માવતી સ્વીટમાં રહેશે. કેટરિના અને વિકી કૌશલના લગ્ન રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં થશે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇમાં પણ ભવ્ય રિસેપ્સન પાર્ટી આપવામાં આવશે. જો કે એ દરમિયાન એક અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કંઈક એવું લખ્યું છે જે વાયરલ થઈ રહ્યું છે.

image soucre

ફિલ્મ બધાઈ હો ફેમ અભિનેતા ગજરાજ રાવે વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કહ્યું કે તે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં હાજરી આપશે નહીં. આ સાંભળીને તમને પણ નવાઈ લાગશે, પરંતુ તેની આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી આ કારણે ઘણી લોકપ્રિય થઈ છે. જો કે ગજરાજ રાવે મજાકમાં આ વાત કહી છે.

image source

તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં મહેમાનોના મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવાની વાત પણ સામે આવી હતી. લગ્નમાં હાજરી આપનાર મહેમાનો તેમના મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં અને કોઈને લગ્ન સ્થળ પર શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આને જોતા અભિનેતા ગજરાજ રાવે મજાકમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે.

image source

ગજરાજ રાવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, સેલ્ફી નહિ લેવા દો તો હું નથી આવવાનો લગ્નમાં. વિકી કૌશલ અને કેટરિના કૈફનો ફોટો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા તેણે ઉપર લખ્યું- લગ્ન દરમિયાન મોબાઈલ બેન. આ અંતર્ગત એમને કટાક્ષ કરતા લખ્યું કે, જો તમે સેલ્ફી લેવાની મંજૂરી નહીં આપો તો તે લગ્નમાં નહીં જાય

image source

વિકી કૌશલ અને કેટરીના મુંબઈમાં ભવ્ય રિસેપ્શનની તૈયારી કરી રહ્યા છે. કેટરિના કૈફ અને વિકી કૌશલના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને સહકર્મીઓ માટે ભવ્ય રિસેપ્શન યોજાશે. જે લોકો રાજસ્થાનમાં લગ્નમાં હાજરી આપી શકશે નહીં તેમના માટે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપવામાં આવશે. એવા પણ અહેવાલો આવ્યા છે કે વિકી કૌશલ અને કેટરિના કોવિડ-19ના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ને ધ્યાનમાં રાખીને તેમના ગેસ્ટ લિસ્ટમાં સુધારો કરી રહ્યા છે.