લો બોલો…કેટરીના કેફની માતાનો ફોન પડ્યો કારમાંથી નીચે, તો સોશિયલ મીડિયા પર થઈ ગયો હોહા

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની માતા સુઝેન ટર્કોટ સોમવારે મુંબઈમાં જોવા મળી હતી. તેણી એક સ્ટોરમાંથી બહાર નીકળતી અને તેની કારમાં બેઠેલી જોવા મળી હતી. આ દરમિયાન પાપારાઝીએ તેનો ફોટો લીધો અને વીડિયો પણ બનાવ્યો. જો કે કેટરીનાની માતા સુઝેન તેની કારમાં બેઠી કે તરત જ તેનો મોબાઈલ ફોન જમીન પર પડ્યો અને કારનો દરવાજો બંધ થઈ ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરલ ભાયાણીએ પોતાના પેજ પર આ વાત શેર કરી છે.

image source

આ વીડિયો પર ફેન્સની કોમેન્ટ્સ જોરદાર રીતે આવી રહી છે. ઘણા યુઝર્સ પૂછી રહ્યા છે કે સસ્પેન્સને ખતમ કરો અને જણાવો કે કેટરીના કૈફની માતાએ તેનો ફોન ઉપાડ્યો કે નહીં. યુઝર્સ એ જાણવા ઉત્સુક છે કે કેટરિના કૈફની માતાએ ફોન પાછો લીધો કે ફોન જમીન પર છોડીને જતી રહી.

image source

વાત જાણે એમ છે કે આ વીડિયોમાં માત્ર કારનો દરવાજો બંધ થતો બતાવવામાં આવ્યો છે અને ફોન નીચે પડતો બતાવવામાં આવ્યો છે. આ પછી શું થયું તે વીડિયોમાં બતાવવામાં આવ્યું નથી અને ન તો વિરલ ભાયાણીએ તેના વિશે કોઈ માહિતી આપી છે. એવામાં યુઝર્સ આખી સ્ટોરી જાણવા માંગે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટરિના કૈફની માતા સુઝેન એક સ્ટોરમાંથી બહાર આવે છે અને પછી તેની કારમાં બેસી જાય છે અને પછી કારનો દરવાજો બંધ કરે છે. પરંતુ ત્યાં સુધીમાં તેનો ફોન કારની નીચે જમીન પર પડી જાય છે.

image source

ઘણા યુઝર્સ આ વીડિયોની નીચે કોમેન્ટ લખીને અનુમાન લગાવી રહ્યા છે કે તેમના ફોનમાં કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની વિગતો હશે. કહેવામાં આવી રહ્યું છે કે બંને આવતા મહિને લગ્ન કરવા જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક યુઝરે લખ્યું કે જલ્દી ફોન ખોલો અને વોટ્સએપ ચેક કરો, કેટરિના અને વિકીના લગ્ન માટે ગેસ્ટ લિસ્ટ હશે. અન્ય યુઝરે લખ્યું કે જો તે ત્યાં હોત તો તેણે આ ફોન ઉપાડ્યો હોત અને ભાગી ગયો હોત. આવી અનેક ફની કોમેન્ટ્સ પણ આ વીડિયોમાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે એવા અહેવાલો આવી રહ્યા છે કે વિક્કી કૌશલ અને કેટરીના કેફ ડિસેમ્બર મહિનાની 9મી તારીખે રાજસ્થાનમાં લગ્ન કરી રહ્યા છે.