કેટરીના અને વિકિના લગ્ન થઈ જશે કેન્સલ? વિકિના પરિવારનો એક સભ્ય મોઢું ફુલાવીને બેસી ગયો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ આગામી સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જેમાં પહેલું નામ કેટરિના કૈફ અને વિકી કૌશલનું આવે છે. એવા અહેવાલો છે કે બંને આ મહિનામાં લગ્ન કરી શકે છે.આવામાં તેમના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બંનેના આઉટફિટ હોય, ડેસ્ટિનેશન હોય કે ગેસ્ટ, બધું જ તૈયાર કરવામાં આવ્યું છે. હવે માત્ર બંનેના લગ્નની રાહ જોવાઈ રહી છે. પરંતુ આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે, જે બંનેના લગ્નમાં અડચણ ઉભી કરી શકે છે. અમે એવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે વિકિ કૌશલના એક ફેમીલી મેમ્બરે કેટરીના કેફને પોતાના ઘરની વહુ બનાવવાની ના પાડી દીધી છે.

image soucre

સૂત્રોનું માનીએ તો, કૌશલ પરિવારના એક સભ્ય વિકી કૌશલના કેટરીના કેફ સાથેના લગ્નથી નારાજ છે, તેથી તેમના લગ્નનો મુદ્દો અણબનાવનું કારણ બન્યો છે. આવી સ્થિતિમાં પણ વિકી કૌશલ કેટરીના કેફ સાથે ઉભો છે. તો તેણે તેના પરિવારથી દૂર એક અલગ ઘર બનાવવાનું નક્કી કર્યું છે. જ્યાં તે કેટરીના કેફ સાથે પોતાની એક નવી દુનિયા બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં કેટરિના કેફ માટે આ ખુશીની વાત છે અને દુખની વાત પણ છે, કારણ કે તેના કારણે ક્યાંક ને ક્યાંક વિકી કૌશલ તેના પરિવારથી દૂર થઈ જશે.

image soucre

.
એવા અહેવાલો છે કે વિકી કૌશલ કેટરીના કેફ સાથે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. આ સાથે પીઠી, મહેંદી જેવી અનેક વિધિઓ પણ કરવામાં આવશે. બંનેએ રાજસ્થાનના પિંક સિટીમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કરવાનું આયોજન કર્યું છે. જેના માટે તેણે પ્રી-બુકિંગ કરાવ્યું છે. તમને જણાવી દઈએ કે તેણે પોતાના લગ્ન માટે મોટી રકમ પણ ચૂકવી છે. આ કિલ્લા માટે તેઓ લગભગ 69 હજારથી 90 હજાર રૂપિયા ચૂકવી રહ્યા છે. જેમાં સ્યુટ, ગોળાકાર પૂલ, ટેરેસ, આઉટડોર શાવર, પેન્ટ્રી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.

image source

જો આપણે વિકી કેટરિનાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. જેમાં ‘તખ્ત’, ‘ગોવિંદા નામ મેરા’ ‘સેમ બહાદુર’, ‘ધ ઈંમોર્ટલ અશ્વત્થામા’ના નામ સામેલ છે. તો, કેટરીના આગામી દિવસોમાં ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળશે. જેમાં અભિનેત્રી સિદ્ધાંત ચતુર્વેદી ઈશાન ખટ્ટર સાથે સ્ક્રીન શેર કરશે.