આજે કેવડાત્રીજ, આ વસ્તુઓ પૂજાની સામગ્રીમાં રાખવાથી થઇ જાય છે અનેક ઇચ્છાઓ પૂરી

વર્ષ દરમિયાન આવતા વ્રત અને તહેવારોમાં ખાસ છે હરતાલિકા ત્રીજનો તહેવાર. આ તહેવાર મહિલાઓ માટે ખાસ હોય છે. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. ત્રીજું ઉપરાંત મહિલાઓ નિર્જળ ઉપવાસ કરીને રાખે છે.

image source

શાસ્ત્રો અનુસાર આ વ્રત સાથે એક કથા પણ જોડાયેલી છે. આ કથા અનુસાર ત્રીજના દિવસે જ માતા પાર્વતીની સખીઓ તેમનું અપહરણ કરી તેમને જંગલ તરફ લઈ ગઈ હતી. જેથી માતા પાર્વતી ના પિતા તેમના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરાવી ન શકે.

image source

માતા પાર્વતી ભગવાન શંકરને પોતાના પતિ માની ચૂક્યા હતા અને તેમના માટે જંગલમાં તપ કરવા તેમને તેમની સખીઓ લઈ ગઈ હતી. ત્યારથી આ દિવસે ત્રીજ વ્રત મહિલાઓ રાખે છે.

આ વ્રત આખો દિવસ નિર્જળા ઉપવાસ કરી કરવાનું હોય છે.આ વ્રત કરવા ચોથનું વ્રત કરતાં પણ કઠિન હોય છે. મહિલાઓ આ વ્રત અખંડ સૌભાગ્ય, સુખ સમૃદ્ધિ અને સારા વરની પ્રાપ્તિ માટે પણ કરે છે. જો કુંવારી યુવતી આ વ્રત સાચા મનથી કરે તો તેને મનવાંછિત વરદાન પ્રાપ્ત થાય છે. ભાદરવા માસની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આજના દિવસે માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે.

image source

આ વ્રતમાં માતા પાર્વતી, ભગવાન શંકર અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પુજા કરવા માટે તેમની માટીથી પ્રતિમાઓ બનાવવામાં આવે છે. કાળી માટીથી ત્રીજના દિવસે ભગવાનની મૂર્તિઓ બનાવી ઘરમાં સ્થાપિત કરવી. સ્થાપના માટે લાકડાના બાજોઠ અથવા પાટલાનો ઉપયોગ કરવો તેના પર લાલ અથવા પીળા રંગનું કપડું રાખી તેના પર મૂર્તિ સ્થાપિત કરવી મૂર્તિ પાસે કળશમાં પાણી ભરી તેના પર નાળિયેર મૂકવું.

image source

પૂજામાં માતા પાર્વતીને સૌભાગ્યનો સામાન પણ ધરાવવો. જેમાં ચાંદલા, સિંદૂર, ચુંદડી, બંગડી અચૂક રાખવા. ભગવાન શિવની પૂજામાં ધતૂરાના ફુલ, સફેદ ચંદન, બીલીપત્ર અને સમડાના પાન ચઢાવવા. પૂજામાં પંચામૃત રાખવાનું પણ ભુલવું નહીં. ગણેશજીને જનોઈ ચઢાવવી. ત્યારબાદ અબીલ, ગુલાલ, કંકુ ચોખાથી ભગવાનની પૂજા કરવી અને પ્રસાદ ધરાવી ઘીનો દીવો પ્રગટાવવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત