જુના એન્ડ્રોઇડ ફોનમાંથી નવા આઈફોનમાં કઈ રીતે કરવો ડેટા ટ્રાન્સફર ? જાણો આ રહી રીત

યુઝર માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી એપ્પલ આઈફોનનો ઉપયોગ કરવો ક્યારેક ભારે ચિંતાનો વિષય બની જતો હોય છે. સામાન્ય રીતે યુઝર્સ એ બાબતની ચિંતા હોય છે કે એન્ડ્રોઇડ ફોનમાંથી આઈફોનમાં ડેટા કેવી રીતે શેયર કરવો ? શું આ ડેટા એન્ડ્રોઇડ ફોનમાંથી આઈફોનમાં શિફ્ટ થઈ શકે કે ઉડી જશે ? શું તેની પ્રક્રિયા સરળ હોય શકે ? જે એન્ડ્રોઇડ યુઝરો આઈફોનમાં શિફ્ટ થઈ રહ્યા છે તેઓને આ સમસ્યા માથાના દુખાવા સમાન હોય છે ત્યારે આજના આ આર્ટિકલમાં અમે ડેટા ટ્રાન્સફર માટે સરળ અને સમજાઈ જાય તેવી રીત સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું.

image source

જો તમે પણ નવો આઈફોન લીધો હોય અને તમારા જુના એન્ડ્રોઇડ ફોનમાંથી આઈફોનમાં ડેટા શેયર કરવો હોય તો તેના માટે અહીં અમે સિમ્પલ સ્ટેપ જણાવી રહ્યા છે જેને ફોલો કરીને તમે સરળતાથી ડેટા ટ્રાન્સફર કરી શકશો.

આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

1. એ નક્કી કરો કે તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર વાઈ ફાઈ ચાલુ હોય.

2. તમારો નવો આઈફોન અને એન્ડ્રોઇડ ફોન પ્લગ કરો

3. એ પણ નક્કી કરો કે તમારા દ્વારા એન્ડ્રોઇડ ફોનમાંથી ટ્રાન્સફર કરવામાં આવનાર બધું કન્ટેન્ટ નવા આઈફોનમાં ફિટ થઈ જશે

4. જો તમે ક્રોમ બુક માર્ક ટ્રાન્સફર કરવા ઇચ્છતા હોય તો તમારા એન્ડ્રોઇડ ફોન પર ગૂગલ ક્રોમના નવા વર્ઝનને અપડેટ કરો.

એન્ડ્રોઇડમાંથી મુવ ડેટા પર ટેપ કરો

image source

તમારા નવા આઈફોનને સેટ કરતા સમયે તમારે ડેટા ટ્રાન્સફર કરવાના વિકલ્પ તમારા જુના એન્ડ્રોઇડ ફોન પર આપવામાં આવશે. એપ્સ અને ડેટા સ્ક્રીન જુઓ અને એન્ડ્રોઇડમાંથી મુવ ડેટા પર ટેપ કરો.

iOS એપ પર મુવને ઓપન કરો

તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર મુવ ટૂ iOS એપ ખોલો અને ટેપ કરો. ટર્મસ અને કંડીશનને એગ્રી કરીને આગળ વધતા ટેપ કરો.

કોડ મળવાની રાહ જુઓ

image source

ટેપ કર્યા બાદ તમને 10 કે 6 નંબરનો એક કોડ તમારા આઈફોન પર મળશે. જો તમારો એન્ડ્રોઇડ ડિવાઇસ તમને નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટી વિશે નોટિસ આપે તો આ એલર્ટને ઇગ્નોર કરવું.

કોડનો ઉપયોગ કરો

1. તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર કોડ નાખો અને સ્ક્રીન પર ટ્રાન્સફર ડેટા આવવાની રાહ જુઓ

2. ડેટા પસંદ કરો જેને તમે એન્ડ્રોઇડ ડિવાઇસમાંથી આઈફોનમાં ટ્રાન્સફર કરવા માંગતા હોય

3. તમારા એન્ડ્રોઇડ ફોન પર તમારા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતા ડેટાની પસંદગી કરી continue પર ક્લિક કરો.

આઈફોનનું સેટ અપ કરો

image source

તમારા આઈફોન પર લોડિંગ સંપૂર્ણ રીતે થયા બાદ, તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર Done પર ટેપ કરો. આઈફોન પર continue પર ટેપ કરો અને તમારા આઈફોનની સ્ક્રીન પર જણાવવામાં આવે તે મુજબ નિર્દેશોનું પાલન કરો.

છેલ્લે એ નક્કી કરો કે તમારા એન્ડ્રોઇડ ડિવાઇસમાંથી બધો ડેટા જે તમે આઈફોનમાં લેવા માંગતા હતા તે ટ્રાન્સફર થઈ ગયો છે કે કેમ.