Site icon News Gujarat

શહીદ ધર્મદેવની પ્રેગનન્ટ પત્ની પર તૂટી પડ્યુ આભ, થોડા સમય પહેલા જ પરિવારજનોંને કહ્યું હતુ…મેં વાપસ આઉંગા…પરંતુ કુદરતે આખરે…

છત્તીસગઢના બીજાપુરમાં 200 જેટલા નક્સલીયોએ ભારતીય સેના પર મોટો હુમલો કર્યો હતો. જેમાં કુલ 22 જવાન શહીદ થયા છે. હજુ પણ 1 જવાન લાપતા છે.  કુલ 31 જવાન ઇજાગ્રસ્ત છે. આ વર્ષનો આ સૌથી મોટો નક્સલી હુમલો છે.

image source

શનિવારે આ હુમલામાં નક્સલીઓએ રૉકેટ લૉન્ચર અને LMGનો ઉપયોગ કર્યો હતો. સેનાએ નક્સલીઓના સૌથી મજબૂત ગઢ બીજાપુરમાં આ ઑપરેશન ચલાવ્યું હતું. નક્સલીઓ વિરૂદ્ધ અભિયાન નક્સલીઓના સૌથી મોટા પીપુલ્સ લિબરેશન ગ્રુપ આર્મી પ્લાટૂન વન(PLGA 1)માંથી એક હિડમાના ગઢમાં હતો. CRPF અને છત્તીસગઢ પોલીસને માહિતી હતી કે નક્સલીઓના મોટા કમાન્ડર હિડમા આ હુમલાથી 1 કિલોમીટર દૂર પોવર્તી ગામમાં છે જ્યારબાદ CRPF અને છત્તીસગઢ પોલીસની ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડે એક જોઇન્ટ ઑપરેશન ચલાવ્યું હતું.

15 નક્સલીઓ ઠાર મરાયા

image source

સેના પર આ હુમલો નક્સલીઓના સંગઠન પીપુલ્સ લિપરેશન ગ્રુપ આર્મી પ્લાટૂન વનની યૂનિટે કર્યો છે જેનું નેતૃત્વ હિડમા જ કરે છે. સેનાને ફણ આ ઑપરેશનમાં મોટી કામયાબી મળી છે અને નક્સલ કાડરના 15 નક્સલી માર્યા ગયા છે, પરંતુ જેવી અંદર સેના જઇ રહી હતી નક્સલીઓએ તેમના પર હુમલો કરી દીધો. ગઇકાલે અથડામણ બાદ લાપતા થયેલા જવાનોની શોધખોળ કરાઇ હતી

ગઇકાલે અથડામણ બાદ 21 જવાન લાપતા થયા હતા. જવાનોની શોધખોળ માટે આજે સવારે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. ત્યારે ગઇકાલે અથડામણમાં શહીદ થયેલા 5માંથી 2 જવાનોના મૃતદેહ મળી આવ્યા આવ્યા હતા. ત્યારે આજે લાપતા જવાનોની શોધખોળ દરમિયાન વધુ 20 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 22 જવાન શહીદ થયા છે. તો અથડામણમાં કેટલાક જવાન ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્ત જવાનોમાં, 23ને બીજાપુર હોસ્પિટલમાં અને 7ને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને ઘટનાની તપાસમાં લાગી છે.

image source

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલીઓના હિચકારા હુમલામાં ઉત્તર પ્રદેશના ચન્દૌલીમાં રહેવા વાળા ધર્મદેવ કુમારે પણ શહીદી વહોરી લીધી હતી. મહત્વનું છે કે ધર્મદેવ કુમાર (32 વર્ષ)ના થોડા સમય પછી પિતા બનવાના હતા, તેમના પત્નીને સાત મહિનાનો ગર્ભ છે, અને ધર્મદેવ હજુ હમણાં માર્ચ મહિનામાં જ રજા લઇને ગામડે આવ્યા હતા. નોંધનીય છે કે હોળીના 10 દિવસ પહેલા જ તેમણે ડ્યુટી ફરીથી જોઈન કરી હતી, અને કરુણ બાબત એ છે કે જતી વેળાએ ધર્મદેવ ફરીથી ઘરે આવવાનો વાયદો કરીને ગયા હતા, પરંતુ હવે વીર શહીદ જવાનની માતા કૃષ્ણવતી અને પત્ની મીના ધર્મદેવ રડી રડીને બેહાલ થઇ ગયા છે. જિલ્લાધિકારી સંજીવ સિંહ અને પોલીસ અધિક્ષક અમિત કુમાર રવિવારે રાત્રે ધર્મદેવના પૈતૃક ગામ ઠેકહા પહોંચ્યા હતા અને શહીદના ભાઈ સાથે પણ મુલાકાત કરી હતી, સાથે જ સીએમ યોગી આદિત્યનાથની તરફથી સંવેદના પ્રકટ કરવાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયતાની રકમ અને ઘોષણા વિષે જાણકારી આપવામાં આવી હતી.

2013 માં જોઈન કરી હતી સીઆરપીએફ

નોંધનીય છે કે વીર શહીદ જવાન ધર્મદેવએ 2013માં સીઆરપીએફને જોઈન કરી હતી અને 2008માં તેમના લગ્ન વારાણસીના રામનગર સ્ટેશન તાબાના મન્નાપુર ગામડાનીની નિવાસી મીનાદેવી સાથે થયા હતા. એમને બે પુત્રીઓ 8 વર્ષની જ્યોતિ અને 5 વર્ષની સાક્ષી છે, બંનેએ નાની ઉંમરમાંજ પિતાની છાયા ગુમાવી દીધી છે, મહત્વનું છે કે  શહીદ જવાનના ભાઈ આનંદ અને કાકા મિથિલેશ ગુપ્તાએ નક્સલવાદીઓની સામે કઠોરમાં કઠોર કાર્યવાહી કરવાની માંગણી કરી છે, સાથે જ પરિવારને યોગ્ય મદદની પણ માંગણી કરી છે.

શું આપી છે સહાયતા?

image source

જિલ્લાધિકારી સંજીવ સિંહે જણાવ્યું હતું કે સીએમ યોગીએ શહીદની શહાદતને નમન કર્યું છે, અને  તેમના સગાવ્હાલાઓને 50 લાખના આર્થિક વળતરની જાહેરાત કરી છે, સાથે જ પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની પણ જાહેરાત કરી છે, અને ક્ષેત્રની એક સડકનું નામ પણ શહીદ જવાનના નામ પરથી રાખવામાં આવશે.

વીર શહીદોના બલિદાનને ક્યારે નહીં ભૂલાવી શકાયઃ પ્રધાનમંત્રી મોદી

image source

પ્રધાનમંદ્રી મોદીએ શનિવારે છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં સેનાના જવાનોના શહીદ થવા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, તેમના બલિદાનને ક્યારેય નહીં ભુલાવી શકાય. મારી સંવેદના છત્તીસઘઢમાં માઓવાદિયોથી લડતા શહીદ થનારા જવાનોના પરિવારજનો સાથે છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version