એક રાત રોકાવાના આ રિસોર્ટમાં છે 88 હજાર છે રૂપિયા, જાણો કયા ક્રિકેટરનો છે આ રિસોર્ટ

ઉમગાનું લોઝ સાઉથ આફ્રિકામાં ખુબ જ પ્રસિદ્ધ રિસોર્ટ માંથી એક રિસોર્ટ છે.

image source

ક્રિકેટ ખિલાડીઓએ ક્રિકેટ માંથી નિવૃત્તિ લઈ લીધા પછી કોઈ ક્રિકેટર પોતાનો નવો બીઝનેસ શરુ કરે છે કે પછી કોઈ સારી જોબમાં લાગી જાય છે. જ્યારે કેટલાક ક્રિકેટ ખિલાડી ક્રિકેટના જ કોચ બની જાય છે અને અન્ય ખિલાડીઓને સારું રમતા શીખવાડે છે. તો કોઈ ક્રિકેટ ખિલાડી કોમનતેટર બની જઈને કેટલીક લાઈવ ક્રિકેટ મેચની કોમેન્ટ્રી આપવા લાગે છે. જયારે કેટલાક ક્રિકેટના ખિલાડીઓ નવા બીઝનેસ તરીકે હોટલ કે પછી રેસ્ટોરંટ શરુ કરીને પોતાની નિયમિત આવક મેળવે છે.

image source

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એવા કેવિન પીટરસન (Kevin Pietersen) એ પણ પોતાના માટે કઈક આવા જ પ્રકારનું કામ શરુ કરી દીધું છે. કેવિન પીટરસન લાઈવ ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી આપવાની સાથે જ એક ભવ્ય અને શાનદાર રિસોર્ટની માલિકી ધરાવે છે. કેવિન પીટરસનના આ રિસોર્ટમાં એક રાત્રિ રોકાણ કરવા માટે અંદાજીત ૮૮ હજાર રૂપિયા ચૂકવવાના થાય છે.

image source

ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એવા કેવિન પીટરસનએ સાઉથ આફ્રિકામાં આવેલ લેડનબર્ગમાં એક રિસોર્ટ શરુ કર્યું છે. કેવિન પીટરસનના આ રિસોર્ટમાં ૧૨ રૂમ બનાવવામાં આવ્યા છે. આ રિસોર્ટના બધા જ રૂમને અલગ અલગ પ્રાણીઓની થીમ મુજબ તેનું ઇન્ટીરીયર ડેકોરેટ કરવામાં આવ્યું છે. કેવિન પીટરસનનું આ ઉમાગનુ લોઝ રિસોર્ટ સાઉથ આફ્રિકાનું ખુબ જ ફેમસ રિસોર્ટ છે.

image source

કેવિન પીટરસનના ઉમાગનુ લોઝ રિસોર્ટમાં આવતા પ્રવાસીઓ ખાસ કરીને જંગલી પશુઓને અત્યંત નજીકથી જોવા માટે કેવિન પીટરસનના ઉમાગનુ લોઝ રિસોર્ટની પસંદગી કરે છે. કેવિન પીટરસનના ઉમગાનુ લોઝ રિસોર્ટમાં સ્વીમીંગ પુલ સહિત જીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેવિન પીટરસનના આ રિસોર્ટમાં રોકાણ કરી રહેલ બધા જ વ્યક્તિઓને પોતાના રૂમ માંથી જ જંગલની સુંદરતાની મજા માણી શકે છે.

image source

કેવિન પીટરસનએ (Kevin Pietersen) એ પોતાના ઉમાગનુ લોઝ રિસોર્ટના બધા જ રૂમની બારીઓ સામાન્ય કરતા ઘી જ વધારે મોટી બનાવવામાં આવી છે. જેથી કરીને રૂમ રહીને પણ વ્યક્તિ રૂમમાં રહીને જ જંગલી ભેસ, હાથી, સિંહજેવા જંગલી પ્રાણીને સરળતાથી જોવા શકાય છે. આ પ્રાણીઓને જોવા માટે ખાસ બધા જ રૂમમાં ટેલિસ્કોપની પણ સુવિધા આપવામાં આવી છે.

image source

કેવિન પીટરસનના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો કેવિન પીટરસન ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહ્યા હતા. આ સાથે જ કેવિન પીટરસનએ પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન ૧૦૪ ટેસ્ટ મેચ રમ્યા છે જેમાં તેમણે ૮૧૮૧ રન બનાવ્યા છે. ટેસ્ટ મેચ દરમિયાન કેવિન પીટરસનએ ૨૩ શતક બનાવ્યા છે. જયારે વન ડે મેચમાં કેવિન પીટરસન ૪૦ કરતા વધારે એવરેજની સાથે ૪૪૪૦ રન બનાવ્યા છે. વન ડે મેચમાં કેવિનએ ૧૦ શતક બનાવ્યા છે. કેવિન પીટરસન ઉચ્ચ શ્રેણીના ક્રિકેટર છે. ઉપરાંત કેવિન પીટરસન ક્રિકેટના ફેંસમાં ખુબ જ લોકપ્રિય ક્રિકેટર છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત