કેવી રીતે કામ કરે છે વેક્સિન? શું બધાને એકસાથે વેક્સિન લગાવવામાં આવશે? જાણો કોરોના વેક્સિનને લગતી A TO Z માહિતી

આજથી કોરોના વેક્સિનેશન :જાણી લો શું હોય છે વેક્સિન! જાણો સંપૂર્ણ વિગત

વેક્સિન બોડીના ઇમ્યુન સિસ્ટમને રોગો સામે લડવા માટે તૈયાર કરે છે. ઘણી વખત વેક્સિન આપણી ઇમ્યુન સિસ્ટમની નેચરલ પ્રક્રિયાને નુકશાન પણ કરે છે. જો કે, સામાન્ય રીતે રસીકરણ કરાવનાર વ્યક્તિ બીમાર પડતો નથી. તો ચાલો જાણીએ કે વેક્સિન શું છે અને કેવી રીતે કામ કરે છે.

image source

વેક્સિન શું છે ?

આપણી પ્રતિરક્ષા પ્રણાલી એટલે ઇમ્યુન સિસ્ટમ પ્રાકૃતિક રૂપથી જીવાણુઓથી આપણા શરીરની રક્ષા કરે છે. જયારે રોગાણુ શરીર પર હુમલો કરે છે તો શરીરનું ઇમ્યુન સિસ્ટમ એનાથી લડવા માટે વિશેષ કોશિકાઓ મોકલે છે. ક્યારે-ક્યારે ઇમ્યુન સિસ્ટમ સ્વાભાવિક રૂપથી એટલું મજબૂત હોતું નથી કે રોગાણુઓને ખતમ કરી શરીરની બીમારીથી બચાવી શકે. ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાની એક રીત છે વેક્સિન.

image source

કેવી રીતે કામ કરે છે વેક્સિન ?

વેક્સિન કોઈ રોગાણુની કમજોર અથવા નિષ્ક્રિય રૂપ હોય છે. વેક્સિનથી ઇમ્યુન સિસ્ટમમાં રોગાણુની મેમરી બની જાય છે, એટલે ઇમ્યુન આ રોગાણુઓને ખુબ સારી રીતે સમજી લે છે અને એનો સામનો કરવાનું પણ શીખી લે છે. જયારે ખરેખર એ રોગાણુને સંક્રમણ થાય છે ત્યારે ઇમ્યુન સિસ્ટમ તાત્કાલિક સક્રિય થઇ જાય છે. ઇમ્યુન સિસ્ટમ વાયરસ, જીવાણુ અથવા અન્ય સૂક્ષ્મ જીવો જેવા કે રોકજનકનો સામનો કરવા માટે પુરી રીતે તૈયાર થઈ જાય છે.

image source

શું બધાને એકસાથે વેક્સિન લગાવવામાં આવશે?

ના. અત્યારે તો નહીં. એ વેક્સિનની ઉપલબ્ધતા પર આધાર રહેશે. સરકારે રિસ્ક ફેક્ટરને ધ્યાનમાં રાખતાં પ્રાયોરિટી ગ્રુપ્સ નક્કી કર્યાં છે. પહેલા ગ્રુપમાં હેલ્થકેરવર્કર્સ અને ફ્રન્ટલાઈનવર્કર્સ છે. બીજા ગ્રુપમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 50 વર્ષના એવા લોકો જે ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓનો સામનો કરી રહ્યા છે. એ સાથે મળીને 30 કરોડ થાય છે.

image source

શું વેક્સિન લગાવવી ફરજિયાત છે?

ના. સરકારે એ તમારી ઈચ્છા પર છોડ્યું છે. ત્યાર બાદ પણ મારી સલાહ તો એ જ છે કે તમારે અને તમારાં પ્રિયજનોની સુરક્ષા માટે વેક્સિન જરૂરથી લગાવવી જોઈએ.

હર્ડ ઇમ્યુનિટી માટે જરૂરી વેક્સિન

image source

વેક્સિનેશન એ લોકોની પણ રક્ષા કરવામાં મદદ કરે છે. જેને વેક્સિન લગાવી ન શકાય, એવા કે નવજાત બાળક, અત્યાધિક બીમાર અથવા વડીલ. જયારે સમુદાયના પર્યાપ્ત લોકોને કોઈ વિશેષ સંક્રામક બીમારીની વેક્સિન આપવામાં આવે છે, જેથી એક વ્યક્તિ માંથી બીજી વ્યક્તિમાં બીમારી ફેલાવવાની સંભાવના ઘણી ઓછી થઇ જાય છે. આ પ્રકારની સામુદાયિક સુરક્ષાને ડોક્ટર ‘હર્ડ ઇમ્યુનિટી’ કહે છે.

image source

વેક્સિનની સમગ્ર પ્રક્રિયા ઇમ્યુન સિસ્ટમ પર આધારિત હોય છે, એવામાં એ પણ જાણવું જરૂરી છે કે કોઈ રોગાણુના હુમલાની સ્થિતિમાં સ્વાભાવિક રૂપમાં આપણું ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. ખરેખર, જયારે બેક્ટેરિયા આ વાયરસ જેવા રોગાણુ શરીર પર હુમલો કરે છે તો લિમ્ફોડસાઈટ્સ નામની પ્રતિરક્ષા કોશિકાઓ એન્ટિબોડીનું નિર્માણ કરે છે. જે પ્રોટીન અણુ હોય છે. આ એન્ટિબોડીઝ શરીર પર હુમલા કરવા વાળા ઇન્ફેક્શનથી એને બચાવે છે, જેને એન્ટિજન કહેવામાં આવે છે. ‘સેન્ટર્સ ફોર ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન’ (CDC) મુજબ, એક સ્વસ્થ મનુષ્ય આખા દિવસ લાખો એન્ટિબોડી પ્રોડ્યૂસ કરી શકે છે. આ એન્ટિબોડી ઇન્ફેક્શન સામે એટલી ઝડપથી લડે છે કે ઘણી વખત મનુષ્યને જાણ પણ નથી થતી કે તેઓ કોઈ ઇન્ફેક્શનના સંપર્કમાં આવ્યા છે.

image source

વાય આકારના એન્ટિબોડી પ્રોટીન વિશેષ એન્ટિજન પર કામ કરે છે. જયારે એને આવા રોગાણુઓની જાણ થાય છે જેનો સામનો આ પહેલા કરી ચુક્યા છે, એન્ટીબોડીથી નિપટવાનું કામ શરુ કરી દે છે. એમના બે કામ હોય છે. એક તો એન્ટિજનને રોકીને રાખવું જેથી રોગાણુને કમજોર કરી શકાય અને તે શરીરને ઓછામાં ઓછું નુકશાન કરી શકે. બીજું અન્ય પ્રતિરક્ષા કોશિકાઓને સંક્રમણનું સંકેત આપે છે. આ અન્ય પ્રતિરક્ષા કોશિકાઓ જીવાણુઓને નષ્ટ કરી એને શરીરની બહાર કાઢે છે. જયારે શરીર કોઈ નવા રોગાણુનો સામનો કરે છે તો આ પુરી પ્રક્રિયા ઘણા દિવસ લાગી જાય છે.

એન્ટિજનની ઓળખ કરી લે છે ઇમ્યુન

image source

શરીરથી સંક્રમણ દૂર થઇ ગયા પછી પણ ઇમ્યુન સિસ્ટમ એ રોગાણુના એન્ટિજનને પોતાની સ્મૃતિ પર બેસાડી લે છે જેને બી કોશિકાઓ પણ કહેવાય છે. આ કોશિકાઓ એન્ટિબોડીને એ વશિષ્ટ રોગાણુને એન્ટિજનને ઓળખવામાં અને રોકવાનું કામ કરે છે. આ રીતે જો રોગાણુ ફરી શરીરમાં પ્રવેશે છે તો આ એન્ટિબોડી એને ઓળખી લે છે અને શરીરમાં ફેલાય એ પહેલા ઇમ્યુન સિસ્ટમને નષ્ટ કરવાના સંકેત આપે છે.

શું બીજી વખત ઇન્ફેક્શનનો ખતરો ઓછો

image source

બીમારીઓ વિરુદ્ધ આ પ્રકારની સુરક્ષાને પ્રતિરક્ષા એટલે ઇમ્યુનિટી કહેવામાં આવે છે. આ જ કારણ છે કે જો કોઈ બાળકને એક વાર ચેચક થઇ ગયો છે તો આ પ્રકારની બીમારી ફરી થતી નથી. સંક્રમણ દ્વારા પણ શરીરમાં ઇમ્યુનીટી બને છે. ઇબોલા થયા પછી ફરી એ વ્યક્તિને ઇબોલા થતો નથી. કોરોના વાયરસના ફરી સંક્રમણના ઘણા કેસો સામે આવી ચુક્યા છે. જો કે એક્સપર્ટનું કહેવું છે કે બીજી વખત સંક્રમણ પહેલા જેટલું ખાતનાક નથી. દુનિયાભરમાં ઘણી ઘાતક બીમારીઓને વેક્સિનની મદદથી નિયંત્રણમાં આવી છે. અત્યાર સુધી એવી ઘણી બીમારી છે જેની વેક્સિન હજુ સુધી મળી નથી. જેમાંથી એક છે HIV.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત