આ દેશમાં તમે કેવી રીતે રડો છો તેના પર નક્કી થાય છે તમારી વફાદારી

ભાગ્યે જ કોઈ હશે જે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ વિશે જાણતો ન હોય. કિમ જોંગ હંમેશા તેના પરાક્રમોને કારણે ચર્ચામાં રહે છે. ઉત્તર કોરિયા એક ગુપ્ત દેશ માનવામાં આવે છે, કારણ કે તેની સાથે સંબંધિત વસ્તુઓ ખૂબ જ ભાગ્યે જ બહારની દુનિયામાં પહોંચે છે. જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં તેના શાસકના મૃત્યુ પછી રડવાનો પણ રિવાજ છે. જો કોઈ આ રિવાજને પૂરો ન કરે તો કિમ પરિવાર તેને સજા પણ કરે છે.

image source

2011 માં કિમ જોંગ ઉન તેના પિતા કિમ જોંગ ઇલના નિધન પછી ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા બન્યો. તેમના દાદા કિમ-II સુંગ ઉત્તર કોરિયાના સ્થાપક અને પ્રથમ નેતા હતા, જેનું 1994માં અવસાન થયું હતું. ત્યારબાદ કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઇલે સત્તા સંભાળી હતી. એવું કહેવામાં આવે છે કે ઉત્તર કોરિયાના દરેક ઘરમાં કિમ જોંગના પિતા અને તેના દાદાની તસવીરો મૂકવી ફરજિયાત છે.

image source

કિમ જોંગ ઇલના મૃત્યુ પછી, પ્રજાને શોક સભામાં ખુલ્લેઆમ રડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ શોક સભામાં લોકો જોર જોરથી અને છાતી કુટી કુટીને રડ્યા અને જે ઠીકથી ન રડી શક્યા તે બીજા જ દિવસે ગાયબ થઈ ગયા. આ અંગે મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ હતી. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, શાસકના અવસાન પછી નવા કિંગ કિમ જોંગ ઉને પિતા માટે ખૂબ શોકસભાઓ યોજી હતી. આ શોકસભામાં લોકોએ આવીને રડવાનું હતું અને એ સાબિત કરવાનું હતું કે તેઓ જૂના રાજાને બહુ પ્રેમ કરતા હતા.

image source

શોક સભાઓમાં રડવુ તે કિમ પરિવાર પ્રત્યેની તેમની વફાદારીના પુરાવા પણ હતા. રિપોર્ટ અનુસાર, આ શોક સભાઓ 10 દિવસ સુધી ચાલી હતી, જ્યાં દરેક, યુવક, બાળકો, વૃદ્ધ, મહિલાઓ અને પુરુષોને રડવું ફરજિયાત હતું. એટલું જ નહીં, આ શોકસભાઓ દરમિયાન પણ નોંધ્યું હતું કે કોણ બરાબર રડતા નથી. આને કિમ પરિવાર પ્રત્યેની વફાદારીના અભાવ તરીકે જોવામાં આવતુ હતું. આ શોકસભામાં રડવુના કિમ પરિવાર પ્રત્યેની તેમની વફાદારીના પુરાવા પણ હતા.

image source

10 દિવસીય શોકસભા બાદ ક્રિટિસિજ્મ સત્ર રાખવામાં આવ્યિું, જેમાં કિમ પોતે હાજર હતા. આ સત્રમાં, નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેઓ યોગ્ય રીતે રડશે નહીં, તેઓને તાત્કાલિક 6 મહિનાની સખત કેદમાં રાખવામાં આવશે. આ પછી, હજારો દોષીઓને ઘરેથી રાતોરાત ઝડપી લેવામાં આવ્યા હતા. ઓછુ રડવાના કારણે ઘણા લોકોનો આખો પરિવાર મહિનાઓ સુધી મજૂર શિબિરમાં રહ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!