VIDEO : શું વાત છે, રેસલર ખલીના આ વાયરલ વીડિયોથી ફેન્સ થયા ખુશ, તમે પણ એક વાર જોઈ લો

લગભગ બહુ ઓછા લોકો હશે જેઓ ભારતના ખલીને ન ઓળખતા હોય. રેસલર ખલીનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખલી એક ઓટો ચલાવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. અને સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખાસ્સો એવો વાયરલ થઈ રહ્યો છે.

image soucre

રેસલિંગના મેદાન બાદ જો ખલી સૌથી વધુ ઉપસ્થિત રહેતો હોય તો તે છે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ. કારણ કે રેસલર ખલી તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક્ટિવ રહે છે. અને તેના અકાઉન્ટ પર અવાર નવાર પોતાના ફેન્સ માટે અલગ અલગ વિડીયો અપલોડ કરતો હોય છે. સામે છેડે ફેન્સ પણ રેસલર ખલીના વિડીયો જોઈને ખૂબ એન્જોય કરે છે અને તેમાં પ્રતિભાવ પણ આપે છે. ત્યારે હાલમાં જ રેસલર ખલીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેયર કર્યો છે જે ફેન્સની સાથે સાથે અન્ય ઇન્સ્ટાગ્રામ યુઝરોને પણ પસંદ આવી રહ્યો છે અને તેના કારણે આ વીડિયો વાયરલ પણ થયો છે. આ વીડિયોમાં દેખાતા દ્રશ્યો અનુસાર રેસલર ખલી એક ઓટો ચલાવી રહ્યો છે.

આ વીડિયો ખુદ રેસલર ખલીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કર્યો છે. અને તેણે આ એક વિડીયો જ નહીં પણ ઓટો સાથેનાં અનેક વિડીયો અકાઉન્ટ પર શેયર કર્યા છે. પહેલા વીડિયોમાં રેસલર ખલી પોતાની આસપાસ રહેલા લોકોને બોલાવીને એક ઓટોમાં બેસાડી રહ્યા છે. મજેદાર વાત એ પણ છે કે વીડિયોમાં જે લોકો રેસલર ખલીના કહેવાથી ઓટોમાં બેસી રહ્યા છે તેઓ પણ મરક મરક હસી રહ્યા છે. ત્યારબાદ વીડિયોમાં બતાવવામાં આવેલા દ્રશ્યો મુજબ ખુદ રેસલર ખલી પણ થોડી ઘણી મુશ્કેલી બાદ એ ઓટોમાં બેસતો દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by The Great Khali (@thegreatkhali)

બીજા વીડિયોમાં બતાવવામાં આવેલા દ્રશ્યોની વાત કરીએ તો બીજા વીડિયોમાં રેસલર એ ઓટોને થોડે દુર સુધી ચલાવે છે અને ચલાવ્યા બાદ રેસલર ખલી આ ઓટોમાંથી બહાર આવી જાય છે અને રેસલર ખલીના ઓટોમાંથી ઉતર્યા બાદ અન્ય લોકો પણ ઓટોમાંથી ઉતરવા લાગે છે અને બાદમાં એક સાથે ઉભા રહીને ફોટા પડાવી રહ્યા છે. આ વીડિયો જોવામાં ઘણો મજેદાર લાગી રહ્યો છે અને લોકો પણ તેને પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં સોશ્યલ મીડિયા યુઝર્સ આ વીડિયોમાં નવીન નવીન કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે એવી કોમેન્ટ કરી હતી કે, ટ્રક બેસી ગયો ઓટોમાં. જ્યારે અન્ય એક સોશ્યલ મીડિયા યુઝરે એવી કોમેન્ટ કરી કે, સર ઓટોને હવામાં ઉડાવી દો. નોંધનીય છે કે રેસલર ખલીના ફેન્સને ખલીના વિડીયો બહુ પસંદ આવે છે અને તેઓ રેસલર ખલીના વિડીયોને ખૂબ એન્જોય કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત