Site icon News Gujarat

ડ્રાઇવરે ખાંડ ભરેલી આખી ટ્રક ખાલી કરી નાખી રોડ પર, ખાંડ લેવા લોકોના વળ્યાં ટોળે ટોળા.

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ લોકોને શારીરિક રીતે તો પાયમાલ કર્યા જ છે પણ કેટલાય લોકોની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે. કોરોનાકાળમાં ધંધા-રોજગાર ઠપ થઈ જતાં પ્રજા બેહાલ બની રહી છે. લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. એમાં પણ ગરીબ અને મધ્યમવર્ગ માટે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.

એવામાં ભચાઉના વોન્ધ ગામ નજીક એક ખાંડ ભરેલા ડમ્પરના ડ્રાઇવરે દારૂના નશામાં ઉશ્કેરાઈને ખાંડ ખુલ્લા મેદાનમાં ઠાલવી દીધી હતી, એ પછી આ મેદાનમાં પડેલી ખાંડ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. જ્યારે લોકો આ ખાંડ ભરી રહ્યા હશે તો એમાંથી કેટલાયે તો આ મોંઘવારીમાં દેવદૂત સમા ડ્રાઇવરને મનોનમ દુઆ પણ આપી હશે.

image source

આજે મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે એક એક રૂપિયાનો હિસાબ કરવો પડે તેમ થઈ ગયો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મોંઘવારીએ માઝા મૂકતાં ગરીબ અને મધ્યમવર્ગ માટે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ બનતું જાય છે. એમાંય છેલ્લા દોઢ વર્ષથી કોરોનાકાળમાં ધંધા-રોજગાર ઠપ થઈ જતાં પ્રજા બેહાલ બની રહી છે. આ પરિસ્થિતિમાં ઘણાના મોઢે તમે સાંભળ્યું હશે કે હવે તો મેં બધું ભગવાન ભરોસો મૂકી દીધુ છે.

આવા કપરા સમયમાં ભગવાને પણ એમનું સાંભળી લીધું હોય એવું લાગે છે. તમે સાંભળ્યું હશે કે ઉપર વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાળ કે એમ ભચાઉના વોન્ધ ગામ નજીક આશિષ હોટલ પાસે એક માથાફરેલા ટ્રક ચાલકે પોતાના કબજાના ડમ્પરમાં ભરેલી ખાંડનો જથ્થો હોટલ સામેના મેદાનમાં ઠાલવીને જતો રહ્યો હતો.

જ્યારે આ સમગ્ર ઘટના બની તો શરૂઆતમાં તો આસપાસના લોકો શુ બન્યું તે સમજી શક્યા નહોતા પણ જેવું ડમ્પર રવાના થયું કે તરત હાથ લાગ્યા સાધન વડે ખાંડ ભરવા તૂટી પડ્યા હતા અને જાણે મોંઘવારીમાં દેવદૂત સમા ડ્રાઇવરને તેઓ મનોનમ દુઆ પણ આપતા હશે.

આશિષ હોટલના સંચાલકને પૂછતાં તેમને જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા ડમ્પર ચાલક દ્વારા ખાંડનો જથ્થો ખાલી કરી જતો રહ્યો છે જેનો આસપાસના ગરીબ લોકોએ ભરપૂર લહાવો લીધો હતો અને પોતાની જિંદગીમાં અચાનક મીઠાશની રેલમછેલ બદલ ઉપરવાળાનો આભાર માન્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version