આ પરિવારથી ના સહન થયા ખરાબ દિવસો, અને મારી નાખ્યા પહેલા બાળકોને અને પછી..આખી ઘટના વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

આર્થિક તંગીએ ગળી ગઈ પરિવાર, પત્ની અને બે બાળકોને મારી નાખી દીધા પછી વ્યક્તિએ પોતે જ આત્મહત્યા કરી લીધી.

પંજાબ રાજ્યના બઠીન્ડામાં આર્થિક તંગી અને કર્જથી હેરાન એક ટ્રેડરએ પોતાની પત્ની અને બે બાળકોને ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યાર બાદ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. મૃતકોની ઓળખ દવિંદર ગર્ગ (ઉ.વ. ૪૧), તેમની પત્ની મીના ગર્ગ (ઉ.વ. ૩૮), દીકરો આરુષ ગર્ગ (ઉ.વ. ૧૪) અને દીકરી મુસ્કાન ગર્ગ (ઉ.વ. ૧૦) તરીકે કરવામાં આવી છે. મૃતક વ્યક્તિએ મરતા પહેલા એક આત્મહત્યા નોટ લખી, જેમાં આર્થિક તંગી અને દેવાને પોતાની મૃત્યુનું કારણ જણાવતા નવ એવા લોકોના નામ લખ્યા છે, જે તેમને પૈસા માટે હેરાન કરતા હતા.

image source

બઠીન્ડાની ગ્રીન સિટી કોલોનીની કોઠી નંબર ૨૮૪માં ભાડે રહેતા દવિંદર ગર્ગ પ્રાઈવેટ કંપની દ્વારા ટ્રેડીંગનું કામ કરતા હતા. લોકડાઉન દરમિયાન કામ બંધ થવાથી તેમની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી. ત્યાં જ કરોડોનું દેવું પણ માથે થઈ ગયું હતું. એનાથી દવિંદર હેરાન રહેવા લાગ્યા હતા. ગુરુવારના દિવસે બપોરના અંદાજીત ૪:00 વાગે તેમણે પોતાની લાઈસન્સ રિવોલ્વરની મદદથી પહેલા પોતાની પત્ની અને બંને બાળકોને ગોળી મારીને હત્યા કરી દે છે. ત્યાર બાદ તે વ્યક્તિ પોતાની કાનપટ્ટી પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

image source

આ ઘટનાની સુચના મળતા જ એસએસપી ભુપિન્દર જીત સિંહ વિર્ક પોલીસ પાર્ટી સહિત ઘટના સ્થળે પહોચે છે અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ ટીમએ જપ્ત કરેલ રિવોલ્વરની તપાસ કરી. આત્મહત્યાની નોટને પોલીસએ કબજામાં લઈને ચારેવ મૃતદેહોને સમાજસેવી સંસ્થા નૌજવાન વેલફેર સોસાયટીના સભ્યોની મદદથી સિવિલ હોસ્પિટલ પહોચાડ્યા હતા.

image source

એસએસપી ભુપિન્દર જીત સિંહ વિર્ક જણાવે છે કે, દવિંદર ગર્ગ બિટકોઈન કંપનીની ટ્રેડીંગનું કામ કરતા હતા. તેમણે લોકોના પંદર કરોડ રૂપિયા કંપનીમાં લગાવ્યા હતા. તેને પાછા મેળવવામાં તેઓ અસમર્થ હતા. આ જ મુશ્કેલીમાં દવિંદરએ પહેલા પોતાના બાળકો અને પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી અને પછીથી પોતે આત્મહત્યા કરી લીધી હતી.

image source

દવિંદરની લાઈસન્સ રિવોલ્વર કબજે કરીને પોલીસએ દવિંદર ગર્ગની વિરુદ્ધ હત્યા અને ધારા ૩૦૬ની હેઠળ કેસ નોંધી દેવામાં આવ્યો છે. ધ્યાનમાં રાખવાની વાત છે કે, તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ પણ આ જ રીતનો કેસ દયાલપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. બઠીન્ડાના ગામ હમીરગઢના રહેવાસી ૩૨ વર્ષની ઉમર ધરાવતી એક વ્યક્તિએ પોતાના ત્રણ નાના અને માસુમ બાળકોની હત્યા કરીને તેમના મૃતદેહોને ફંદા સાથે લટકાવી દીધા હતા. ત્યાર બાદ તેમણે પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત