Site icon News Gujarat

ખરાબ માહોલ વચ્ચે સારા સમાચાર, ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી સાંભળીને ખુશીનો માહોલ છવાયો

હાલમાં ભારત માટે એકથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે એ વચ્ચે જ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. કારણ કે ખેડૂતો માટે હવે ખરેખર સારા દિવસો આવે એવું લાગી રહ્યું છે, હવામાન વિભાગે કરેલી નવી આગાહી પછી જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે હવામાન વિભાગે જાહેર કર્યું કે 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. આ જાહેરાત બાદ જ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

image source

જો વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું પણ પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું અંદામાન નિકોબારમાં શુક્રવારની સવારે આવી પહોંચ્યું છે. અંદામાન નિકોબારમાં રવિવાર સુધી હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં એવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.

image source

હવામાન વિભાગે સુચના આપી છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપ્યો છે. હવામાન વિભાગે મેમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કર્યો. હવામાન વિભાગે પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો છે. તેમણે આ વર્ષે લોંગ ટર્મ એવરેજ 103 ટકા સુધી વરસાદ થવાનો અંદાજ રજૂ કર્યો છે.

image source

સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. ત્રણ વર્ષમાં પહેલીવાર વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે એવું પણ કહેવામાં આવ્યું છે કારણ કે IMDએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતાં વધારે રહ્યો હતો. તેની સરખામણીએ આ વખતે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે તે પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96થી 98 ટકા વચ્ચે વરસાદ રહી શકે છે. જે વર્ષે 96થી 104 ટકા સુધી વરસાદ થાય છે, તે વર્ષે ચોમાસુ સામાન્ય માનવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી માધવન રાજીવને કહ્યું કે, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. તેઓ તેમના લોંગ ટર્મ એવરેજના 98 ટકા બરાબર રહી શકે છે અથવા 5 ટકા ઉપર નીચે રહેવાની શક્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version