કોરોનામાં ખાંસી અને ગળામાં દુખે એ પહેલા જ શરૂ કરી દો આ ઉકાળો પીવાનું, આ રીતે બનાવો ઘરે

કોરોના વાયરસની બીમારીમાં થતી ખાંસી અને ગળામાં થતા દુઃખાવામાં રાહત મેળવવા માટે આપ કરી શકો છો આ ઘરેલું ઉપાય, આપને જલ્દી જ રાહત મળી શકે છે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ગળાને સંબંધિત થતી નાની- મોટી સમસ્યાઓ અને ખાંસીમાં રાહત મેળવવા માટે આ ઘરેલું ઉકાળા આપના માટે મદદગાર સાબિત થઈ શકે છે.

image source

જો આપ ઓફિસમાં નોકરી કરવા માટે કે પછી અન્ય કોઈ કામ માટે ઘરની બહાર જવાનું થાય છે અને આપને એક- બે દિવસથી ગળામાં દુઃખાવો, ખારાશ કે પછી ખાંસીની સમસ્યા થઈ જાય છે તો આપે ઘરે બનાવવામાં આવતા ખાસ ઉકાળા આપની મદદમાં આવી શકે છે અને આપ સુરક્ષિત રહી શકો છો. એટલું જ નહી, આ ઉકાળા આયુર્વેદિક હોવાના લીધે આપને આ ઉકાળા પીવાથી કોઈ આડ અસર થશે નહી અને ઝડપથી રાહત આપશે.

આ ઉકાળો આપ ઘરે જ ઘણી સરળતાથી બનાવી શકો છો. તેમજ આ ઉકાળાનું સેવન કરવાથી આપને જલ્દીથી જલ્દી રાહત મેળવી શકો છો. આ ઉકાળો આપ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીને પણ આપી શકો છો. આજે અમે આપને આ લેખમાં ખાસ ઘરેલું ઉકાળા બનાવવાની રીત વિષે જણાવીશું. હવે જાણીશું મધ માંથી સીરપ કેવી રીતે બનાવી શકાય છે અને તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ.

image source

મધ માંથી બનાવવામાં આવતું સીરપ

સામગ્રી:

  • -બે ચમચી મધ.
  • -એક ચપટી સુંઠનો પાવડર. (સુંઠના હોય તો આદુનો ઉપયોગ કરી શકો છો)
  • -તજ.
  • -લીંબુના રસના કેટલાક ટીપા.
  • -માર્શ મેલો રૂટ.

રીત:

આપે મધનું સીરપ બનાવવા માટે બે ચમચી મધ લેવું. આ મધની સાથે બે ચમચી પાણી ભેળવવું. મધ અને પાણીનું આ મિશ્રણ બનાવી લીધા બાદ એમાં એક ચપટી સુંઠનો પાવડર ભેળવવો. આપે સુંઠના પાવડરની સાથે માર્શ મેલો રૂટ (એક પ્રકારની આયુર્વેદિક ઔષધી), તજ અને લીંબુના રસના થોડાક ટીપા ભેળવી દેવા જોઈએ. આપનો આ ઘરેલું ઉકાળો એટલે કે, મધનું સીરપ તૈયાર થઈ ગયું છે.

image source

આપ આ સિરપને દિવસમાં સવારના સમયે અને સાંજના સમયે સેવન કરી શકો છો. મધનું સીરપ પીવાથી આપને ગળામાં થતા દુઃખાવા અને ખાંસીમાં રાહત મેળવી શકો છો.

જો આપ કે પછી આપના પરિવારના કોઈ સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે તો તે વ્યક્તિને પણ આપે આવી રીતે મધનું સીરપ બનાવીને દિવસમાં બે વાર પીવા માટે આપવું જોઈએ. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને મધનું સીરપ પીવાથી સંક્રમણ દરમિયાન ગળામાં થતા દુઃખાવામાં રાહત અપાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *