ખાતામાં પૈસા નથી તો ના લો ટેન્શન, આ સેવા અંતર્ગત તમે ઉપાડી શકશો ૧૦ હજાર રૂપિયા, વાંચો આ લેખ અને જાણો કેવી રીતે…?

જો તમે પીએમ જનધન ખાતું ખોલ્યું નથી, તો તેને તરત જ ખોલો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ શૂન્ય બેલેન્સ પર બેંક ખાતાઓ ની સંખ્યા હવે એકતાલીસ કરોડ ને પાર કરી ગઈ છે. ખાતાધારકોને તેની નીચે ખોલવામાં આવેલા ખાતાઓમાં ઘણી સુવિધાઓ મળે છે. જો તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો તમે હજી પણ દસ હજાર રૂપિયા સુધી ની રકમ ઉપાડી શકો છો. આ ઉપરાંત રૂપે ડેબિટ કાર્ડ સુવિધા આપવામાં આવે છે જેથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી ને ખરીદી કરી શકો.

આ યોજના 2014 માં શરૂ કરવામાં આવી હતી

image soucre

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જનધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના આ વર્ષે અઠયાવીસ ઓગસ્ટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ છ જાન્યુઆરી, 2021 સુધીમાં જનધન ખાતાઓની કુલ સંખ્યા એકતાલીસ કરોડ સુધી પહોંચી ગઈ છે. સરકારે ૨૦૧૮ માં વધુ સુવિધાઓ અને લાભો સાથે યોજનાની બીજી આવૃત્તિ શરૂ કરી હતી.

શૂન્ય ખાતાઓની સંખ્યા ઘટાડવામાં આવી

image soucre

મંત્રાલયના જણાવ્યા અનુસાર 2015 થી ઝીરો બેલેન્સ વાળા ખાતાઓની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. માર્ચ 2015 માં અઠાવન ટકા ખાતાઓમાં બેલેન્સ નહોતું, પરંતુ છ જાન્યુઆરીએ તે ઘટીને સાડા સાત ટકા થઈ ગયું હતું. એટલે કે હવે લોકો તેમાં પૈસા જમા કરાવી રહ્યા છે.

ઘણી સુવિધાઓ મેળવો

image soucre

જન ધન યોજના હેઠળ, દસ વર્ષ થી ઓછી ઉંમરના બાળકનું ખાતું પણ ખોલી શકાય છે. આ યોજના હેઠળ ખાતું ખોલવા પર, તમને રૂપે એટીએમ કાર્ડ, બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર, ત્રીસ હજાર રૂપિયાનું જીવન કવર અને જમા રકમ પર વ્યાજ મળે છે. આના પર તમને દસ હજાર ની ઓવરડ્રાફ્ટ ની સુવિધા પણ મળે છે. આ ખાતું કોઈ પણ બેંકમાં ખોલી શકાય છે. આમાં તમારે મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી.

જનધન ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો

image soucre

તમે જન ધન ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત તમારા ગ્રાહક ને જાણો (કેવાયસી) ની જરૂરિયાત ને પૂર્ણ કરતા દસ્તાવેજો પણ સબમિટ કરી શકો છો. જો તમારી પાસે દસ્તાવેજો નથી, તો તમે નાનું ખાતું ખોલી શકો છો. આમાં, તમારે બેંક અધિકારી ની સામે સ્વ-પ્રમાણિત ફોટોગ્રાફ અને તમારી સહી ભરવી પડશે. જન ધન ખાતું ખોલવા માટે તમારે કોઇપણ પ્રકારની ફી કે ચાર્જ ચૂકવવાની જરૂર નથી. દસ વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ ખાતું ખોલી શકે છે.