ખેડૂત મિત્રે પોતાના ખેતરમાં મોટા અક્ષરોમાં લખ્યું જય શ્રી રામ

ગુજરાતના ખેડૂતોએ પોતાના ખેતરમાં વિશાળ અક્ષરોમાં લખ્યું “જય શ્રી રામ”

આજે રામ મંદિરના નિર્માણના શિલાન્યાસનો ઐતિહાસિક અને પવિત્ર દિવસ છે. અને આ પ્રસંગે દેશના ખૂણે ખૂણેથી રામ ભગવાનના અનોખા ભક્તો સામે આવી રહ્યા છે. તાજેતરમાં નર્મદા જિલ્લાના એક ખેડૂતે ખૂબ જ અલગ રીતે તેમની ભક્તિની અભિવ્યક્તિ કરી છે. અને રામ ભક્તો માટે આ એક અનોખી ભેટ પણ છે.

image source

વાસ્તવમાં આ ખેડૂત મૂળે ગલગોટાના ફૂલોની ખેતી કરે છે. અને તેમણે પોતાના ખેતરમાં ગલગોટાની ખેતી એ રીતે કરી છે કે જો તેને આકાશ ઉપરથી જોવામાં આવે તો જય શ્રી રામ દેખાય. આ ખેડૂત રામના પરમ ભક્ત છે તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી છે કે તેમના આ ફૂલ શ્રી રામના ચરણ પર ચડાવવામાં આવે.

આજે સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણના ઉદ્ઘાટનના પ્રસંગે ઉત્સવ જેવો માહોલ છે. કોરોના વાયરસની મહામારી ના કારણે અયોધ્યામાં બહારના લોકોને પ્રવેશ નથી અપાઈ રહ્યો. પણ જો સામાન્ય સંજોગો હોત તો અયોધ્યા ખાતે લાખો લોકોનો ભક્તગણ ઉમટી પડ્યો હોત.

તમે ઉપર દર્શાવેલી વિડિયોમાં જોઈ શકો છો જે ડ્રોન દ્વારા લેવામાં આવી છે. જ્યારે આ બધા જ છોડ પર ગલગોટાના ફૂલ ખીલી ઉઠશે ત્યારે આ દ્રશ્ય ઓર સુંદર બની જશે. તમને જણાવી દઈએ કે આ નામ લગભગ અઢી એકર ખેતરમાં 200 બાય 40ના પ્લોટના વિસ્તારમાં લખવામાં આવ્યું છે. તો વળી 100 બાય 40 ના પ્લોટમાં ધનુષબાણ પણ બનાવવામાં આવ્યું. આ દ્વારા નર્મદાના ખેડૂતોએ પોતાની અનોખી રામભક્તિના દર્શન કરાવ્યા છે.

તમને જણાવી દઈએ કે થોડાં જ દિવસ પહેલાં મધ્ય પ્રદેશના એક 91 વર્ષિય વૃદ્ધાની અનોખી ભક્તિનો પરિચય મળ્યો તેમણે સતત 28 વર્ષ સુધી અન્નનો એક દાણો પણ નથી નાખ્યો આટલા વર્ષો તેમણે ફળાહાર કરીને જ પસાર કર્યા છે. તેમણે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી રામ મંદિરના નિર્માણની શરૂઆત નહીં થાય ત્યાં સુધી તેઓ અનાજ નહીં ખાય. આજે જ્યારે રામ મંદિરનો શિલાન્યાસ થઈ રહ્યો છે ત્યારે તેમનો સંકલ્પ પૂરો થવા જઈ રહ્યો છે. જો કે તેમની ઇચ્છા હતી કે તેઓ પોતાના આ સંકલ્પ અયોધ્યા જે પુરો કરે પણ હાલના સંજોગોમાં તે શક્ય નથી.

image source

લગભગ 500 વર્ષથી રામભક્તો અયોધ્યા કે જે શ્રી રામની જન્મભૂમિ છે ત્યાં શ્રી રામના મંદિરના નિર્માણની રાહ જોઈ રહ્યા છે હવે તેમનું આ સ્વપ્ન હકીકતમાં ફેરવાઈ રહ્યું છે ત્યારે ઘણા બધા ભક્તો ભાવુક બની ઉઠ્યા છે. તો વળી અયોધ્યાના લોકો પણ એટલા સદભાગી છે કે તેઓ આ અતિ મહત્ત્વના ધાર્મિક પ્રસંગના સાક્ષી બનવા જઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત