Site icon News Gujarat

હજી તો ફક્ત ખેતર વેચ્યા છે, તને ભણાવવા માટે કિડની પણ વેચી દઈશ….ખેડૂત પિતાના IPS દીકરાની ગાથા

જ્યારે ઝારખંડ જેવા આદિવાસી પ્રભુત્વ ધરાવતા રાજ્યના ગરીબ ખેડૂતનો પુત્ર યુપીએસસી પાસ કરે છે, ત્યારે તેના સંઘર્ષની વાર્તા એક અલગ હદ સુધી પહોંચી ગઈ હોય છે. અહીં આખો પરિવાર એકસાથે સંઘર્ષ કરે છે, ત્યારે એક યુવાન સફળતાની ઉંચાઈએ પહોંચે છે. IPS ઇન્દ્રજીત મહાથાની પણ આવી જ કહાની છે.

image source

ઇન્દ્રજીત મહાથાનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. ઝારખંડના બોકારો જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલા ઇન્દ્રજીતે પાંચમા ધોરણમાં હતા ત્યારથી જ ઓફિસર બનવાનું સપનું જોવા લાગ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં ઈન્દ્રજીત જણાવે છે કે જ્યારે શિક્ષકે પાંચમા ધોરણમાં જિલ્લા વહીવટીતંત્ર વિશે જણાવ્યું હતું, ત્યારે જ તેણે અધિકારી બનવાનું નક્કી કરી લીધું હતું.

image source

ઈન્દ્રજીતના પિતા ખેડૂત હતા અને ઘરનું ગાડું જેમ તેમ કરીને ચાલી રહ્યું હતું. ઈન્દ્રજીત જે ઘરમાં રહેતો હતો તે કાચું હતું અને એની દિવાલોમાં તિરાડો પડવા લાગી હતી. ઘરની હાલત જોઇને ઇન્દ્રજીતની માતા અને બહેન તેના મામાના ઘરે જતા રહ્યા હતા. અભ્યાસને કારણે ઇન્દ્રજીત એ જ ઘરમાં રહ્યો. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે પિતા માત્ર માણસની મદદથી જ ઘરનું સમારકામ કરી શક્યા.

image source

ઇન્દ્રજીતનો અભ્યાસ જેમ તેમ કરીને ચાલતો હતો. ઇન્દ્રજીત પસ્તીના પુસ્તકોમાંથી પોતાનો અભ્યાસ ચાલુ રાખતો હતો. ત્યારે એની પાસે એટલા પૈસા ન હતા કે તે નવા પુસ્તકો ખરીદી શકે, તે માત્ર જૂના પુસ્તકોથી કામ ચલાવી રહ્યો હતો. જ્યારે તે ગ્રેજ્યુએશન માટે દિલ્હી પહોંચ્યો ત્યારે તેના પિતાએ એના અભ્યાસ માટે પોતાનું ખેતર વેચવાનું શરૂ કર્યું.

image source

પહેલી વખત જ્યારે ઇન્દ્રજીતને યુપીએસસીમાં સફળતા ન મળી ત્યારે તેના પિતાએ તેને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે હજી તો ખેતર વેચાયુ છે, હું તને ભણાવવા માટે મારી કિડની પણ વેચી દઈશ. પૈસાની જરા પણ ચિંતા ન કર. પિતાનું બલિદાન અને ઇન્દ્રજીતની મહેનત સફળ બની જ્યારે તેણે બીજી વખત UPSC પાસ કરી. સિવિલ પરીક્ષા પાસ કરનાર ઇન્દ્રજીત તેમના વિસ્તારનો પહેલો યુવક હતો.

image source

આઇપીએસ માટે પસંદગી થયા બાદ ઇન્દ્રજીત મહાથા બીજા ઉમેદવારને સફળતાની ટિપ્સ આપે છે, કહે છે કે ઇચ્છાથી કંઇ થતું નથી, સફળતા માત્ર મજબૂત ઇરાદા અને સખત સંઘર્ષથી પ્રાપ્ત થાય છે.

Exit mobile version