આંદોલનકારી ખેડુતો Jioનો બહિષ્કાર કરી રહ્યા હોવાથી JIOનો વપરાશ ઘટ્યો, કંપની TRAI પાસે પહોંચી

હાલમાં ખેડૂતોનું આંદોલન આખા દેશમાં ચર્ચામાં છે અને હજુ પણ લતાતાર ખેડૂતો પોતાના વિરોધ સાથે ટટ્ટાર ઉભા છે અને માંગણી પર અડગ છે. ત્યારે રોજ આંદોલનના નવા નવા પ્રકાર શોધી રહ્યા છે. એવામાં હવે એક નવું જ ગતડકું સામે આવ્યું છે કે રિલાયન્સ જિયોએ ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી TRAI ને પત્ર લખીને વોડા-આઇડિયા VI અને Airtel વિશે ફરિયાદ કરી છે. રિલાયન્સ જિયો એ આરોપ લગાવ્યો છે કે વોડા-આઇડિયા VI અને Airtel પંજાબના ખેડૂત આંદોલનનો લાભ લઈ રહ્યા છે. તો આવો વિગતે વાત કરીએ કે આખો મામલો શું છે

image source

મળતી વિગત પ્રમાણે ટેલિકોમ સચિવ એસ.કે.ગુપ્તાને લખેલા પત્રમાં રિલાયન્સ જિયો એ વોડા-આઇડિયા VI અને Airtel પર નિશાન સાધતા કહ્યું હતું કે બંને કંપનીઓએ TRAI ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વધુમાં બંને કંપનીઓને લઈને જિયોએ કહ્યું હતું કે તેઓ ખોટા પ્રચારનો ઉપયોગ તેમના ગ્રાહકોને આકર્ષવા માટે કરી રહ્યા છે. સાથે જ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વોડા-આઇડિયા VI અને Airtel ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ગ્રાહકોને આકર્ષવા અનૈતિક માર્ગ અપનાવી રહ્યા છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીઓ ખેડૂત આંદોલન દ્વારા સર્જાતા રોષનો લાભ લેવા ખોટા પ્રચારનો આશરો લઈ રહી છે. જિયો કહે છે કે 28 સપ્ટેમ્બરના રોજ તેમણે ટ્રાઇને પત્ર લખીને વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ આ થવા છતાં પણ આ કંપનીઓએ કાયદાને નેવે મૂકતાં નેગેટિવ પબ્લિસિટી કરી રહી છે. રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યો એના વિશે જો વાત કરીએ તો તેમનું કહેવું છે કે બંને હરીફ કંપનીઓ તેના કર્મચારીઓ, એજન્ટો અને રિટેલરો દ્વારા રિલાયન્સ સામે નકારાત્મક ઝુંબેશ ચલાવી રહી છે, જેનાથી તેની છબીને નુકસાન થયું છે. રિલાયન્સ જિયો દ્વારા પોર્ટ પર ગ્રાહકોને ખોટી રીતે લલચાવવા માટેના પ્રયત્નોનો પણ જિયોએ વિરોધ કર્યો છે. રિલાયન્સ જિયો એ આ બંને કંપનીઓ ગ્રાહકોને કેવી રીતે ગેરમાર્ગે દોરી રહી છે તેના ફોટા અને વીડિયો પ્રૂફ પણ સબમિટ કર્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે, કૃષિ કાયદાઓ બાદ પણ દેશભરમાં ખેડૂતો બીજેપીની સાથે છે. તેમણે આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓ પર એ આરોપ પણ લગાવ્યો કે તેઓ પોતાના રાજકીય લાભ માટે આંદોલનને હવા આપી રહ્યા છે. ખેડૂત આંદોલન પર ટિપ્પણી કરતા સંબિત પાત્રાએ કહ્યું કે, દરેક જણ જાણે છે કે ખેડૂતોના આંદોલનને કોણ હાઈજેક કરી રહ્યું છે. મીડિયા બધુ જ જોઇ રહ્યું છે અને અમે કેટલાક લોકો દ્વારા પીએમ મોદીની વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા પણ સાંભળ્યું છે.

image source

સંબિત પાત્રાએ ગોવા જિલ્લા પંચાયતના પરિણામોનું ઉદાહરણ આપીને કહ્યું કે, નવા કૃષિ કાયદાઓનું નોટિફિકેશન આવ્યા બાદ થયેલી તમામ ચૂંટણીઓ બીજેપી જીતી રહી છે, કેમકે પીએમ મોદી ગરીબો અને ખેડૂતોના ખરા હિતેચ્છુ છે. રાહુલ જી તમામ ટ્વીટ કરે છે, પરંતુ ફેક્ટ એ છે કે તેઓ ખેતી અને ખેડૂત વિશે કંઇ નથી જાણતા. કોઈ પણ રાજકીય દળ ખેડૂતો માટે ચિંતિત નથી. તમામ પોત-પોતાના રાજનૈતિક એજેન્ડા માટે લડી રહ્યા છે. અમે આ દિલ્હીમાં જોઇ રહ્યા છીએ. જ્યાં દિલ્હીના સીએમ કેજરીવાલ અને કેપ્ટન અમરિંદર બંને એક-બીજા પર આરોપ લગાવી રહ્યા છે.

image source

આ એજ કેજરીવાલ છે જેમણે દિલ્હીમાં બિલને સૂચિત કર્યું અને પંજાબમાં મંડીઓથી વચેટિયાઓને હટાવવાનો વાયદો કર્યો અને હવે તેઓ દિલ્હીમાં ઉપવાસ કરી રહ્યા છે, જ્યારે નરેન્દ્ર મોદી સુધાર, પ્રદર્શન અને પરિવર્તનના મંત્ર પર કામ કરી રહ્યા છે. સંબિત પાત્રાએ આગળ કહ્યું કે, ગોવામાં જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે. બિહારથી લઇને અત્યાર સુધીના જે પરિણામ આવ્યા છે, તમામમાં બીજેપીની જીત થઈ છે. જે ભ્રમની સ્થિતિ કૉંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ પેદા કરી છે તેનું અમે ખંડન કરીશું. ગોવામાં અમે શાનદાર પ્રદર્શન કર્યું છે. કેજરીવાલની આમ આદમી પાર્ટી ગોવા જિલ્લા પંચાયતની તમામ સીટો પર લડી હતી. શૂન્ય પર સરસાઈ મેળવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત