4 જિલ્લાના ખેડૂતો માટે વરસી પટેલ સરકાર, ખેડૂતો માટે જાહેર કર્યું સહાય પેકેજ, જો કે વિરોધ યથાવત

આજે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ મહત્તવનો નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે, ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લામાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે, તેમાં ખેડૂતો માટે 546 કરોડનું પેકેજ જાહેર થયું છે. જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લામાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે.

ગોડાઉન માટેની સહાય ડબલ કરવાનો નિર્ણય કરાયો

image soucre

આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે. 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી નવી અરજી સ્વીકારવામાં આવશે. ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય આ પેકેજમાં કરવામાં આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો તેના પણ સર્વેની કામગીરી ચાલી રહી છે તે લોકોને પણ મદદ અને સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. તેમજ ગોડાઉન માટે 50 હજારની સહાય વધારીને એક લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો નિર્ણય કર્યો છે.

ખેડૂતો માટે ઝીરો ટકા વ્યાજથી લોન આપવાનો નિર્ણય

image socure

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકશાન સામે રાજ્ય સરકારે 546 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ભારે વરસાદથી તારાજીગ્રસ્ત તેવા જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 22 તાલુકામાં સમાવિષ્ટ 662 ગામોને આ સહાય- રાહત પેકેજમાં આવરી લેવામાં આવ્યા છે. આ રાહત સહાય પેકેજનો લાભ 2.82 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે.રાજ્યમાં ભારે વરસાદને કારણે માર્ગોને જે નુકસાન થયું છે તે પૂર્વવત કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. આ કામો પણ દિવાળી પહેલા સત્વરે પૂર્ણ કરાશે

સહાય માટે અન્ય જિલ્લાઓને પણ આવરી લેવાશે

રાજ્ય સરકારના પ્રવક્ત જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિના બાદ પડેલા વરસાદમાં અન્ય વિસ્તારમાં જ્યાં નુકસાન થયું છે તેવા જિલ્લાઓને પણ આ સહાય પેકેજમાં આવરી લેવામાં આવશે. હાલ અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ નુકશાન અંગેના સર્વેની કામગીરી ચાલી રહી છે. તે ઉપરાંત પંચમહાલ અને ભરૂચ જીલ્લામાં પણ નુકસાન થયું હોવાની વિગતો મળતા આ કિસ્સાઓમાં આ જિલ્લાઓમાં પણ સર્વે કરાશે. એટલું જ નહીં ખેડૂતોએ આ ઓનલાઈન અરજી કરવા માટે 15 ફી ચૂકવવી ન પડે તે માટે અરજી કરવાનો ખર્ચ પણ ખેડૂતો તરફથી રાજ્ય સરકાર ચૂકવશે.વાઘાણીએ ઉમેર્યું હતું કે,જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-2021માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે. આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 13 હજારની સહાય ચૂકવાશે.

ચાર જિલ્લા માટે જાહેર કરવામાં આવ્યું પેકેજ

image source

નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં થયેલી અતિવૃષ્ટિના કારણે રાજ્યના ચાર જિલ્લા જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં થયેલા પાકને નુકસાન સામે ખેડૂતોને સહાય આપતું કૃષિ રાહત પેકેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયું છે. જેમાં આ ચાર જિલ્લાના જે ખાતેદાર ખેડૂતના પાકને 33 ટકા અને તેથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 13 હજાર રૂપિયા લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાનો કૃષિ વિભાગે નિર્ણય કર્યો હતો. જે તે જિલ્લા કલેક્ટર દ્વારા અતિવૃષ્ટિથી નુકસાન પામેલા પાકના ગામ જાહેર કરાયા છે તેના ખેડૂતોને જ સહાય મળશે. જોકે સરકાર દ્વારા 4 જિલ્લાના ખેડૂતો માટે જ સહાયની જાહેરાત કરતા અન્ય જિલ્લાના ખેડૂતો નારાજ થયા છે. આ સાથે જ કિસાન સંઘે પણ સહાય પર સવાલ ઉઠાવ્યા છે. ખાસ કરીને આ મામલે કિસાન સંઘના નેતા દિલીપ સખિયા ઘણા આક્રમક જોવા મળ્યા હતા અને તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે સરકાર પાસે ખેડૂતોના પાક પ્રીમિયમના નાણાં પડ્યા જ છે, અને તેમાંથી દરેક નુકસાન ગયેલા ખેડૂતોને સહાયતા મળવી જોઈએ, મુખ્યમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોને પાક નુકસાન વળતર ચૂકવવાની તેમણે માગ કરી હતી.

ઘણી જગ્યાએ ખેડૂતો એ કર્યો સરકારની જાહેરાતનો ઉગ્ર વિરોધ

પાછોતરા વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન માટે આજે જે સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી, તેને લઈને વિવિધ સ્થળોના ઘણા ખેડૂતોએ સરકારની સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. અને હવે તો જે સરવેને આધાર લઈને આ સહાય ચૂકવણીની જાહેરાત કરવામાં આવી છે તેના પર જ સરવે પર હવે સવાલો ઉઠી રહ્યા છે. જેમાં હવે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે અતિવૃષ્ટીનો રિ-સર્વેકરવાની માંગ કરી છે. રાજકોટ જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ધારાસભ્ય લલિત વસોયાએ પણ રિ-સરવે કરવાની માગ કરી છે.

કોગ્રેસી ધારાસભ્યે સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપો

image source

ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા છે કે, ઉપલેટા તાલુકાના 20 અને ધોરાજી તાલુકાના 18 જેટલા ગામોના નામ લીસ્ટમાંથી ગાયબ છે. તેમણે સરકાર વિરૂદ્ધ ચીમકી ઉચ્ચારી છે કે, ખેડૂતોને વળતર નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આ અંગે જણાવતા ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે અધિકારીઓએ માત્ર ઓફિસમાં બેસીને નુકશાનીનો સર્વે કર્યો છે. તેમજ વાસ્તવમાં ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હોત તો ખેડૂતોને થયેલ વાસ્તવિક નુકશાનનો ચિતાર સરકાર સુધી પહોંચ્યો હોત. તેમજ સર્વેમાં અનેક ગામોમાં નામ ગાયબ છે જયા સૌથી વધારે નુકસાન થયું છે. તેથી અમારી માંગ છે કે સર્વે ટીમ દ્વારા જે ગામોને વધુ નુકશાન થયું છે તેનો સર્વે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.

13 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે

પ્રતિ હેક્ટર 13 હજાર રૂપિયા સહાય ચૂકવાશે. વધુમાં વધુ 2 હેક્ટર નુકસાનીમાં સહાય અપાશે. 33 ટકા કરતાં વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય અપાશે. ઓછામાં ઓછી 5 હજાર સહાય ચૂકવાશે.SDRFના ધોરણ કરતાં વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે. સહાય મેળવવા માટે ખેડૂતોએ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાયની રકમ ખેડૂત ખાતેદારના બેંક ખાતામાં સીધી જમા થશે.

33 ટકા કે તેનાથી વધુ નુકસાનીમાં વળશે વળતર

image soucre

જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર 2021માં થયેલા ભારે વરસાદના કારણે જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકસાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરે 13 હજાર સહાય ચૂકવવાની મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે જાહેરાત કરી છે.સહાય પેકેજમાં SDRFના ધોરણો મુજબ SDRFની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ છ હજાર 800 અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ છ હજાર 200 મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક નુકસાનને ધ્યાને રાખીને ઉદારમત ધોરણે હાય આપવાનો અભિગમ અપનાવ્યો છે.

SDRFના નિયમ અને ધારા ધોરણ મુજબ સહાય ચૂકવવામાં આવશે

image soucre

જમીનધારક દીઠ SDRFના ધોરણો મુજબ પાંચ હજાર કરતા ઓછી રકમ હશે તો પણ મિનિમમ પાંચ હજારની સહાય તો તેમને આપવામાં જ આવશે. રાહત પેકેજ મેળવવા માટે 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત પણ રાજ્યમાં ભારે વરસાદને કારણે માર્ગોને જે નુકસાન થયું છે તે પૂર્વવત કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. આ કામો પણ દિવાળી પહેલા સત્વરે પૂર્ણ કરાશે. જે કામો પૂર્ણ થઇ ગયા છે આગામી સમયમાં તેના ઉદ્ઘાટન તથા નવા કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવે છે જે અંતર્ગત આ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નાણા વિભાગના સહયોગથી 500 કરોડનું રીવોલ્વીંગ ફંડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આમ હાલમાં તો સરકાર દ્વારા ચાર જિલ્લાના ખેડૂતો માટે સહાયતા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જો કે વિવિધ જગ્યાએ ખેડૂત આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા નવી પટેલ સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા સહાયતા પેકેજને અપૂરતું જાહેર કરવામાં આવ્યું છે, અને વઘુ સહાયની માગણી કરવામાં આવી છે, સરકારને કહેવામાં આવ્યું છે કે 21 હેક્ટરની જગ્યાએ ઓછામાં ઓછી 4 હેક્ટર જેટલી સહાય ચૂકવવામાં આવે, જો કે હવે સરકાર આ વાત માને છે કે નહીં અને બીજા જિલ્લાઓ માટે પણ શું કદમ ઉઠાવે છે, તે આગળના અમુક સમય પછી જ કહી શકાશે. પણ એટલું તો નક્કી છે કે સરકારે સહાય ચૂકવી મતલબ કે સરકારી ચોપડે પણ આ વાત નોંધાઈ ગઈ કે આ અતિવૃષ્ટિમાં ખેડૂતોને નુકસાન તો થયું જ છે.