ખેડૂતોને સમર્થન કરવાં હોલિવૂડની પોપસિંગર રિહાનાએ લીધા 18 કરોડ? જાણો શું છે સચ્ચાઈ…

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે વિદેશથી પણ ટેકો મળી રહ્યો છે. હોલીવુડના ઘણા સેલેબ્સે આ મામલે ઘણા ટ્વીટ કરીને ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે. જ્યારે પોપ ગાયિકા રીહાન્નાએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો, ત્યારે આ આંદોલનમાં એક નવો વળાંક જોવા મળ્યો.

રીહાન્નાના આ ટ્વિટ પછી બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા દ્વારા સંદેશ આપ્યો કે, આ ભારતની અંદરની વાત છે, કોઈએ તેમાં દખલ ન કરવી જોઈએ. હવે આ કિસ્સામાં એક ઘટસ્ફોટ થયો છે કે રીહાન્નાને આંદોલનને ટેકો આપવા માટે પૈસા મળ્યા હતા.

નોંધનિય છે કે પોપ સ્ટાર રિહાના ઉપરાંત પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, પોર્ન સ્ટાર મિયાં ખલીફા, અમેરિકાના વાઈસ- પ્રેસિડેન્ટની ભત્રીજી મીના હેરિસે ટ્વીટ કરતાં ખેડૂત આંદોલને વધુ જોર પકડ્યું છે.

રિહાન્નાને લગભગ 18 કરોડ રૂપિયા મળ્યા હતા

સ્પાર્ટબોયના સમાચાર મુજબ, પોપ સિંગર રિહાન્નાને ખેડૂત આંદોલનના સમર્થનમાં પોસ્ટ કરવાના બદલામાં $ 2.5 મિલિયન એટલે કે લગભગ 18 કરોડ રૂપિયા મળ્યા હતા. એટલું જ નહીં, આ મોટી ડીલ પાછળ કેનેડાની પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનનો હાથ છે. આ સમાચાર સામે આવ્યા પછી હવે આંદોલનનું નવુ રૂપ જોવા મળી રહ્યું છે.

ધ પ્રિન્ટમાં અનુસાર, પીઆર ફર્મ સ્કાઈરોકેટએ આ કામ થયું છે, કહેવાંમા આવી રહ્યું છે કે, તેને એક ખાલિસ્તાની એમ.ઓ.ધાલીવાલ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યું હતું. તેણે ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે રીહાન્નાને એક મોટી રકમ આપી હતી. આ ચળવળને કેનેડાના ઘણા વિદેશી લોકોએ ટેકો આપ્યો છે.

image source

નોંધનિય છે કે ધાલીવાલ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે. આ ઉપરાંત અનીતા લાલ પણ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનનાં સહ-સંસ્થાપક છે. તમને જણાવી દઈએ કે આ ઓર્ગેનાઈઝેશને ગ્રેટા થનબર્ગને ષડયંત્ર માટેની ટૂલકિટ શેર કરી હતી. તો બીજી તરફ ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કરતાં રિહાનાએ પૂછ્યું હતું કે લોકો આ અંગે કેમ વાત નથી કરી રહ્યા.

ત્યાર બાદ ગ્રેટા થનબર્ગ અને પોર્ન સ્ટાર મિયાં ખલીફા પણ આંદોલનના સમર્થનમાં સામે આવ્યા હતાં. જોકે આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગ્રેટા થનબર્ગે ભૂલથી ટૂલકિટને સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં સમગ્ર જાણકારી હતી, કઈ રીતે નવેમ્બર 2020થી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાની શરૂઆત કરવામાં આવી હતી.

image source

નોંધનિય છે કે, જેવું જ આ ટૂલકિટ સામે આવ્યું કે ભારતના રમતવીરો અને બોલિવૂડના કલાકારો દેશ વિરુદ્ધ ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ષડયંત્રને નિષ્ફળ કરવા માટે એકજૂથ થઈ ઊભા થઈ ગયા.

કંગના રનૌતે રિહાન્ના પર નિશાન સાધ્યું

આ સમાચાર બહાર આવ્યા બાદ કંગના રનૌતે રિહાન્ના પર નિશાન સાધ્યું છે. કંગના પહેલાથી જ ખેડૂત આંદોલનનો વિરોધ કરી રહી છે. કંગનાએ રીહાન્નાના ટ્વીટનો વિરોધ કરીને જવાબ પણ આપ્યો હતો. એક ટ્વીટનો જવાબ આપતી વખતે કંગનાએ લખ્યું છે કે, આટલું ઓછું, એટલાની તો હું મારા મિત્રોને ગિફ્ટ આપું છું. આ લોકો કેટલા સસ્તા છે યાર, હા હા હા. ફોર્બ્સ આવકની સૌથી મોટી છેતરપિંડી.

image source

તેમની પાસે હસ્તીઓના નાણાકીય ડેટાની માહિતી નથી, હજુ પણ સીતારાઓની બનાવટી આવકનો દાવો કરે છે. જો હું ખોટું બોલતી હોય તો તો ફોર્બ્સ મારી ઉપર દાવો કરે. આ સમાચાર બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. ફરી એકવાર આ બાબત તીવ્ર બની છે કે ખેડૂત આંદોલનને વિદેશથી નાણાં મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત