ખેડૂતો માટે મોટા સમાચાર: ટૂંક સમયમાં તમારા ખાતામાં જમા થશે આટલા રૂપિયા, જાણો કોને મળશે આ ફાયદો

PM kisan યોજનાના ખેડૂતો માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં આગલો હપ્તો ટ્રાન્સફર કરશે. પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે. સરકાર તરફથી આ પૈસા સીધા જ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

જો તમે પણ આ યોજનાનો ફાયદો મેળવવા માંગતા હોય તો તમારે તરત જ આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. ખેતી, ખેતીવાડી, મચ્છી પાલન અને પશુપાલન સાથે જોડાયેલ કોઈપણ વ્યક્તિ હોય પછી ભલે તે અન્ય કોઈની જમીન પર ખેતી કરતા હોય તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અંગે વિસ્તૃત વાત કરીએ.

image source

નોંધનીય છે કે કેટલાય ખેડૂતો એવા છે જેઓને 2000 રૂપિયાની આ રકમ નથી મળી કારણ કે તેઓએ આ યોજનામાં રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું.

ખેડૂતો 30 જૂન 2021 સુધી પોતાનું રજિસ્ટ્રેશન કરી શકતા હતા અને તેમને મંજૂરી મળી ગઈ હોય તો એપ્રિલ – જુલાઈ નો હપ્તો તેમને જુલાઈમાં મળી જશે અને ઓગસ્ટમાં નવો હપ્તો પણ અકાઉન્ટમાં જમા થઈ જશે. એટલે કે તેમને બે હપ્તા મળશે.

આ રીતે કરી શકાય છે યોજનામાં રજિસ્ટ્રેશન

  • 1. તમારે સૌ પ્રથમ વેબસાઈટ pmkisan.gov.in ની વિઝીટ કરવાની રહેશે.
  • 2. અહીં Farmers Corner પર ક્લિક કરો
  • 3. હવે તમારે New Farmer Registration ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • 4. હવે એક નવું ટેબ ઓપન થશે જેમાં આધાર નંબર અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે
  • 5. હવે તમારી માહિતી અને જમીનની વિગત આપવી પડશે
  • 6. બધી માહિતી ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવું.
image source

કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે

તમારી પાસે ખેતીની જમીનના કાવલો હોવા જરૂરી છે. એ સિવાય આધાર કાર્ડ, અપડેટેડ બેંક અકાઉન્ટ, એડ્રેસ બુક, ખેતી સંબંધી માહિતી અને પાસપોર્ટ સાઈઝના ફોટાની જરૂર પડશે.

આ નંબરો પર કરી શકાય છે ફરિયાદ

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ખેડૂતો માટે ઘણી સુવિધાઓ આપતી યોજના છે. તેમાં એક સવલત હેલ્પલાઈન નંબરની પણ છે. જેના દ્વારા દેશના કોઈપણ ખૂણેથી ખેડૂતો પોતાના કિસાન સમ્માન નિધિ યોજના સંબંધિત ફરિયાદ સીધા જ કૃષિ મંત્રાલય સાથે કરી શકે છે.

  • >> પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ટોલ ફ્રી : 18001155266
  • >> પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેલ્પલાઇન :155261
  • >> પીએમ કિસાન સમ્માન નિધિ યોજના લેન્ડલાઈન નંબર : 011—23381092, 23382401
  • >> પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ન્યુ હેલ્પલાઇન : 011-24300606
  • >> પીએમ કિસાન સમ્માન નિધિ યોજના વધારાની હેલ્પલાઇન : 0120-6025109
  • >> ઇ મેલ આઈડી : [email protected]
image source

2019 માં શરૂ થઈ હતી યોજના

કેન્દ્ર સરકારે 24 ફેબ્રુઆરી 2019 ના દિવસે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત સરકાર નાના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા ત્રણ હપ્તામાં આપે છે. પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે, બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે, ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!