જમીનમાં ખોદકામ ચાલી રહ્યું ત્યાંથી ખેડૂતના હાથે લાગ્યું કંઈક આવું, લાખોપતિ બની ગયો, આ પહેલાં પણ ઘણા બની ચૂક્યા છે લાખોપતિ

એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે હીરા, સોનું એ બધું જ પૃથ્વીના પેટાળમાંથી મળે છે. આ કીમતી ભંડારને કાઢવા માટે ખાણમાં ખોદકામ કરવામાં આવે છે. હીરા, સોનું બધું જ જમીનના પેટાળમાં દટાયેલું હોય છે જેને ખોદીને બહાર કાઢવામાં આવે છે પછી તેના પર પ્રોસેસ થાય છે અને પછી તેને નક્કર સ્વરૂપ આપવામાં આવે છે. પરંતુ ક્યારેય એવી ઘટનાઓ બનતી હોય છે જેના કારણે લોકોનું ભાગ્ય રાતોરાત ચમકી જાય છે.

image soucre

હવે વાત એવી હોય કે કોઈ સામાન્ય ખેડૂતને ખેતી કરતી વખતે લાખોનો હીરો પણ મળી જતો હોય છે. જી હાં આ વાત પર તમને વિશ્વાસ ન આવતો હોય તો પુરાવા તરીકે જણાવી દઈએ કે આવી ઘટનાઓ પહેલા પણ બની ચુકી છે મધ્ય પ્રદેશમાં. અને ફરીએકવાર આવું થયું છે તાજેતરમાં જ જ્યાં એક ખેડૂતને ખેતરમાંથી લાખોનો હીરો મળી આવ્યો છે.

મધ્ય પ્રદેશ હીરાની ખાણો માટે પ્રખ્યાત છે. આ પ્રદેશમાં આવેલા પન્ના જિલ્લામાં એક ગરીબ ખેડૂત રાતોરાત લખપતિ બની ગયો છે. આ ખેડૂતનું નસીબ ચમકાવી દીધું છે 50 લાખના હીરાએ જે તેને ખોદકામ દરમિયાન મળી આવ્યો છે. જો કે આ પહેલીવાર નથી કે અહીં કોઈને જમીનમાંથી કીમતી હીરો મળ્યો હોય. આવું પહેલા પણ થઈ ચુક્યું છે.

તાજેતરમાં આ ઘટના બની હતી સોમવારે જ્યારે મુલાયમ સિંહ નામના એક ખેડૂતના હાથમાં ખોદકામ દરમિયાન અચાનક 50 લાખનો હીરો આવી ગયો હતો. ખેડૂત તેના અન્ય છ સાથીઓ સાથે ખોદકામ કરી રહ્યો હતો ત્યારે તેને જમીનમાંથી 13.47 કેરેટનો હીરો મળી આવ્યો.

પન્ના જિલ્લો આ વાત માટે પ્રખ્યાત છે. અહીં જમીનમાંથી ઘણીવાર હીરા નીકળે છે. જે સોમવારે પણ થયું હતું. અહીં મુલાયમ સિંહ અને તેમના સાથે કામ કરતાં લોકોને હીરાના વધુ છ નાના ટુકડા મળ્યા હતા. જમીનમાં ખોદકામ દરમિયાન જ્યારે તેમણે ચળકતી વસ્તુ જોઈ તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેમણે તે વસ્તુને ધુળમાંથી કાઢી અને બરાબર સાફ કરી તો ખ્યાલ આવી ગયો કે આ એક હીરો જ છે.

હીરા વિભાગના અનુપમ સિંહે જણાવ્યું કે ખેડૂતને મળેલા હીરાની કિંમત લગભગ 50 લાખ રૂપિયા છે. જો કે, કિંમતની વાસ્તવિક કિંમત તો તેની હરાજીથી જ જાણી શકાશે.જેને હીરો મળ્યો તે મુલાયમ સિંહે આ વાત પર કહ્યું હતું કે હીરાની હરાજીમાંથી જે રકમ મળશે તે રકમનો કે અને તેના છ સહયોગીઓ ભાગ પાડશે. આ રકમ તે લોકો તેમના બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરશે.

મહત્વનું છે કે મધ્ય પ્રદેશના પન્નાની ખાણોમાં 12 લાખ કેરેટના હીરા દટાયેલા હોવાનો અંદાજ છે. રાજ્ય સરકારે સ્થાનિક ખેડૂતો અને મજૂરોને આ જમીન ખોદકામ માટે લીઝ પર આપેલી છે. અહીંથી ખોદકામ દરમિયાન ખેડૂતોને જે હીરા મળે છે તે તેઓ જિલ્લા ખાણ વિભાગમાં જમા કરાવે છે. ત્યાર પછી તે હીરાની હરાજી થાય છે અને તેમાંથી મળેલા પૈસા આ ખેડૂતોને આપવામાં આવે છે.