તમારા દિલને બીમાર કરી રહી છે આ ખોટી આદતો, મેળવી લો જેમ બને એમ જલ્દી છુટકારો

સ્વસ્થ દિલ સારી હેલ્થની પરિભાષા હોય છે. દિલ વગર શરીરનું સારી રીતે ચાલવું શક્ય જ નથી. પણ દુનિયા ભરમાં મોટા ભાગના લોકો હૃદયની બીમારીઓનો સામનો કરી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હાર્ટ એટેકને આખી દુનિયામાં મોતનું મુખ્ય કારણ માને છે. સ્વસ્થ જીવન જીવવા માટે દિલનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. ઘણી મેડિકલ સ્ટડીઝ જણાવે છે કે અમૂક એવી આદતો છે જેમને અવગણવી દિલને બીમાર કરી રહી છે. આજે અમે તમને અમુક એવી જ આદતો વિશે જણાવીશું જેને જેટલી જલ્દી બને એટલું જલ્દી છોડી દેવી જોઈએ.

લાંબા સમય સુધી સ્ટ્રેસ

image soucre

અભ્યાસ કહે છે કે ઘણીવાર સ્ટ્રેસમાં રહેવાથી હાર્ટ ડીસીઝ થવાની આશંકા વધે છે. મેડિટેશન અને એક્સરસાઇઝ કરવાથી સ્ટ્રેસ ઘટાડવામાં મદદ મળશે.

કલાકો સુધી ટીવી જોવું

image soucre

મોડા સુધી ટીવીની સામે બેસી રહેવુ હાર્ટ માટે નુકશાનકારક છે. ઓછી મુવમેન્ટ્સના કારણે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે નથી થઈ શકતું, જેનાથી હાર્ટ ડીસીઝનું જોખમ વધે છે.

વધુ પડતો દારૂ

image source

વધુ દારૂ પીવાથી હાઈ બીપી, હાઈ બ્લડ ફેટ્સ અને હાર્ટ ફેલિયરની પ્રોબ્લેમ્સ થઈ શકે છે. એનાથી મળતી કેલરીથી વજન પણ વધશે, જે હાર્ટ માટે સારું નથી.

સિગરેટ

image source

તમાકુથી બ્લડ ક્લોટ થાય છે. એવામાં બોડીનું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે નથી થઈ શકતું અને હાર્ટ એટેકની શંકાઓ વધે છે.

ઓવરઇટિંગ

image soucre

ઓવરઇટિંગથી મેદસ્વીતા વધે છે. વજન વધવાથી બોડીમાં કોલેસ્ટ્રોલ લેવલ વધે છે, જેનાથી હાર્ટને નુકશાન પહોંચે છે.
દવાઓનો વધારે ઉપયોગ.

અમુક નિશ્ચિત દવાઓનો વધારે ઉપયોગ તમારા હાર્ટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.ઘણા લોકોને નાના મોટા દર્દમાં વગર ડોકટરની સલાહ લીધા પેન કિલર ખાવાની આદત પડી જાય છે પેન કિલર ખતરનાક રૂપ થી લીવર અને કિડની ને નુકશાન પહોંચાડી શકે છે તે સિવાય લોકો ફીટ રહેવા અને વજન ઓછું કરવા માટે અલગ અલગ રીતના આકર્ષક વિજ્ઞાપાનોથી જોઈને દવાઓ લે છે આ દવાઓના સેવનથી હાર્ટને નુકશાન થાય છે તેજ પેરસિતામોલ પણ હાર્ટ માટે નુકશાન સાબિત થઈ શકે છે ડોક્ટરના મુજબ પેરસિતમોલ નો હેવી ડોઝ હાર્ટને નાકામ કરી શકે છે દારૂ પીવા વાળા લોકો માટે હાર્ટને આ દવા વધારે નુકશાન પહોંચાડી શકે છે.

જંક કે પેકેઝડ ફૂડ ખાવું

image soucre

પિઝા હોય કે પોટેટો ચિપ્સ, જંક ફૂડ કે પેકેઝડ ફૂડનું સેવન આપના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એવા ખાદ્ય પદાર્થોમાં સેચુરેટેડ ફેટ અને સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અનુસાર બેડ ફેટની જગ્યાએ ગુડ ફેટ ખાવાથી ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

વધુ પડતું મીઠું

image source

વધુ મીઠું ખાવાથી હાઈ બીપીની પ્રોબ્લમ થઈ શકે છે. એનાથી કિડની ડેમેજ અને હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે.