Site icon News Gujarat

જો તમારી પાસે પણ આવ્યો હોય આ મેસેજ તો જાણી લેજો ખોટી છે માહિતી, જોજો ક્યાંક ભરાઈ જતા

શું તમે એવું સાંભળ્યું કે વાંચ્યું છે કે પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આધાર કાર્ડ પર લોન મળી રહી છે. તો તમને જણાવી દઈએ કે આ માહિતી ખોટી છે. આવી કોઈપણ યોજના સરકાર નથી ચલાવી રહી. PIB ના કહેવા મુજબ આ પ્રકારના મેસેજથી સાવધાન રહેવું, PIB સતત એ પ્રકારના સમાચારોને લઈને સતર્કતા દાખવી રહી છે જેના દ્વારા અફવા ફેલાતી હોય. PIB ની ફેક્ટ ચેક ટીમ આ પ્રકારની ફેક ન્યૂઝથી તમને માહિતગાર કરતી રહી છે.

જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો દાવો છે

image soucre

રકારી એજન્સી PIB ના કહેવા અનુસાર કેન્દ્ર સરકાર તરફથી ” પ્રધાનમંત્રી યોજના ” નામથી કોઈ યોજના નથી ચલાવવામાં આવી રહી. અને આવી કોઈ યોજના હેઠળ લોન આપવાની વાત પણ ખોટી છે.

આ રીતે કરી શકાય છે સાચા ખોટા સમાચારોની હકીકત

તમને જણાવી દઈએ કે જો તમને પણ કોઈ માહિતી કે સમાચારમાં જણાવવામાં આવેલ તથ્ય અંગે તેના સત્ય અંગે શંકા ઉપજતી હોય તો તમે તે માહિતી કે સમાચારને PIB ફેક્ટચેક સુધી પહોંચાડી શકો છો. ત્યારબાદ PIB ની ફેક્ટ ચેક ટીમ દ્વારા જે તે માહિતી કે સમાચારની સત્ય હકીકત વિશે તપાસ કરી તમને સાચી માહિતી આપવામાં આવશે. આ માટે તમે અલગ અલગ માધ્યમ દ્વારા PIB ફેક્ટ ચેક ટીમને તમારી વાત કરી શકો છો.

તમે ઓનલાઇન PIB ફેક્ટ ચેક ટીમના સત્તાવાર પોર્ટલની વિઝીટ લઈ શકો છો અને ત્યાં તમારી વાત જણાવી શકો છો. આ માટેની પ્રોસેસ આ મુજબ છે.

image soucre

જો તમે ઈચ્છો તો PIB ને તમારી માહિતી +91 8799711259 નંબર પર WhatsApp પણ કરી શકો છો અને socialmedia@pib.gov.in પર ઈમેલ પણ કરી શકો છો. એ સિવાય તમે ટ્વિટર પર @PIBFactCheck જ્યારે ઇન્સ્ટાગ્રામ પર /PIBFactCheck તેમજ ફેસબુક પર /PIBFactCheck પર સંપર્ક કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version