લિબ્યા: ખુમ્સ તટ નજીક બોટ ડૂબી જતા ૭૪ મુસાફરોના એકસાથે મૃત્યુ.

  • -૭૪ લોકોના મૃત્યુ, ૪૭ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા.
  • -૯૦૦ મુસાફરોએ ક્રોસિંગ કરવાનો પ્રયત્ન કર્યો.

ઉત્તર આફ્રિકાના દેશ લીબિયામાં એક દર્દનાક બનાવ બન્યો હતો. આ દુર્ઘટનાના લીધે ઓછામાં ઓછા ૭૪ જેટલા વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે તેમ છતાં ૪૭ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ઉત્તર આફ્રિકા દેશથી યુરોપ જઈ રહેલ એક બોટ લીબિયા નજીક આવેલ ખુમ્સ તટની નજીક આવતા પહેલા જ તૂટી જાય છે. આ બોટમાં મુસાફરી કરી રહેલ બધી જ વ્યક્તિઓ દરિયાની મધ્યમાં ડૂબી રહ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસી એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ બનાવના સમયે બોટમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ ૧૨૦ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. મુસાફરોથી ભરેલ બોટ લીબિયા પોર્ટના અલ- ખુમ્સની નજીક પહોચતા જ એકાએક તૂટી જાય છે દરિયામાં આ દુર્ઘટના ઘટી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસી સંગઠનના જણાવ્યા મુજબ, બોટમાં કુલ ૧૨૦ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી ફક્ત ૪૭ વ્યક્તિઓને જ સુરક્ષિત રીતે બચાવી શક્યા હતા.

ઉલ્લેખનીય બાબત છે કે, તા. ૧ ઓક્ટોબરથી લઈને આજ દિન સુધી લીબિયા દેશના આ વિસ્તારમાં ઘણી બધી આવી જ દુર્ઘટનાઓ બની ગઈ છે. અંદાજીત એક મહિના જેટલા સમયગાળામાં જ બોટ ડૂબવાની આ આઠમી એવી દુર્ઘટના બની હતી. ત્યાં જ મહત્વપૂર્ણ બાબત એ છે કે, વર્ષ ૨૦૧૧માં નાટોના સમર્થક થયા પછી વિદ્રોહ થઈ ગયા પછીથી જ લીબિયા દેશમાં કોઇપણ સરકાર સ્થિર થઈ શકી નથી. આવી પરિસ્થિતિમાં આ વિસ્તારમાં તે આફ્રિકન મુસાફરો માટે એક મુખ્ય ટ્રાન્જીટ પોઈન્ટ છે, આ જગ્યાએથી ભૂમધ્ય સાગરને પાર કરીને યુરોપ દેશમાં જવાની ઈચ્છતા ધરાવતા હોય છે.

યુરોપમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન.

ખાસ વાતએ છે કે, લીબિયા દેશમાં વધતા જતા સંઘર્ષ અને મુસાફરોની વિરોધમાં થઈ રહેલ શોષણ અને ખરાબ વર્તનથી બચવા માટે લોકો અહિયાથી બહાર નીકળીને યુરોપમાં જવા ઈચ્છે છે. યુરોપ જવા માટે લોકો આવી રીતે બોટમાં સવાર થઈને દરિયાના માર્ગે યુરોપમાં જવા ઈચ્છે છે.

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM)ના જણાવ્યા મુજબ, આ વર્ષે જ ઓછામાં ઓછા ૯૦૦ જેટલા મુસાફરો દ્વારા ક્રોસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલું જ નહી, અધિકારીઓ દ્વારા ૧૧ હજાર મુસાફરોને દરિયામાં જ અટકાવી દેવા જોઈ અને પાછા લીબિયા દેશ આવ્યા નહી. IOM અને UNHCRના જણાવ્યા મુજબ, મુસાફરો માટે અલ– ખુમ્સ પોર્ટ સુરક્ષિત છે નહી.

IOMના જણાવ્યા મુજબ, લીબિયા દેશમાં પાછા ફરવું કોઈપણ વ્યક્તિ માટે હજી સુધી સુરક્ષિત છે નહી કેમ કે, લીબિયા દેશમાં ખુલ્લેઆમ માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. હાલના આંકડાઓને ધ્યાનમાં રાખવામાં આવે તો વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધી અંદાજીત ૩૦ હજાર વ્યક્તિઓ ઇટાલી પહોચી ગયા છે, ત્યાં જ એક વર્ષ પહેલા ફક્ત ૧૦ હાર વ્યક્તિઓ જ પહોચી શક્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત