Site icon News Gujarat

CISFના જવાને કિઆરા અડવાણીને ઓળખ આપવાની સાથે કહ્યું… જાણો એક્ટ્રેસે શું કર્યું

એરપોર્ટ પર કડક સુરક્ષાની વચ્ચે, સીઆઈએસએફ કર્મીઓએ કિયારા આડવાણીને પોતાનું માસ્ક હટાવીને પોતાની ઓળખ કરાવવાં માટે કહ્યું.

હાલમાં જ બૉલીવુડ એક્ટ્રેસ કિયારા આડવાણીનો એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં એરપોર્ટ પર કડક સુરક્ષા વચ્ચે CISFના એક કર્મચારીએ કિયારા આડવાણીને એમની ઓળખ કરાવવા માટે માસ્ક હટાવવાની માંગણી કરી. આ વીડિયો વાયરલ થતા જ ફેન્સને એમએસ ધોની ધ એન્ટોલ્ડ સ્ટોરીનો સીન યાદ આવી ગયો.

image source

વીડિયોમાં શુ છે?

વાયરલ વીડિયોમાં કિયારા આડવાણી એરપોર્ટ પર પહોંચે છે ત્યારે CISF અટેન્ટડન્ટએ એમને ઓળખ માટે માસ્ક હટાવવાનું કહ્યું અને એક્ટ્રેસે તરત માસ્ક હટાવી દીધું.


ફેન્સનું શુ કહેવું છે

આ વીડિયો વાયરલ થયા પછી હાલમાં સોશિયલ મીડિયા પર ફેન્સ ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીનો સીન યાદ કરી રહ્યા છે. ફિલ્મના એક સીનમાં સાક્ષી એટલે કે કિયારા આડવાણી એક હોટલ રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરી રહી છે. મહેન્દ્ર સિંહ ધોની જ્યારે હોટલ પહોંચે છે તો સાક્ષી એમની આઈડી કાર્ડ માંગે છે.

image source

આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુતે લીડ રોલ કર્યો હતો. જ્યારે સાક્ષીના રોલમાં કિયારા આડવાણી હતી. એક યુઝરે કહ્યું કે ફિલ્મ એમએસ ધોનીમાં પણ એ ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી હતી અને એમને ક્રિકેટરનું આઈડી કાર્ડ માંગ્યું હતું. અન્ય એક યુઝરે કહ્યું કે CISF ઓફિસરે આ ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાંથી જ શીખ્યું છે.

28 વર્ષની કિયારા આડવાણીને એરપોર્ટ પર પ્રિન્ટેડ ક્રોપ જેકેટ, વ્હાઇટ ટીશર્ટ અને ડેનિમમાં એક લાખના બુટ પહેર્યા હતા. કિયારા આડવાણીએ લેંથ બુટ્સ પહેર્યા હતા. આ બુટની કિંમત લગભગ 1 33 597 રૂપિયા છે.

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા આડવાણી ફિલ્મ શેર શાહમાં દેખાશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ કેપટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. કારગિલ યુદ્ધ દરમિયાન એ શહીદ થઈ ગયા હતા. ફિલ્મ 12 ઓગસ્ટે એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે.

તમને જણાવી દઈએ કે કિયારા આડવાણી નોન-ફિલ્મી પરિવાર સાથે સંબંધ છે. એવું કહેવામાં આવે છે કે કિયારાના પિતા નહોતા ઈચ્છતા કે ક્યારેય ફિલ્મોમાં આવે પણ બાદમાં તેમણે કિયારાને બોલિવૂડમાં આવવાની મંજૂરી આપી. કિયારાએ ફાગલીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય લસ્ટ સ્ટોરીઝ વેબ સિરીઝ દ્વારા તે બોલ્ડનેસને લઈને ઘણી ચર્ચામાં રહી છે.

image source

કિયારા આડવાણીનો જન્મ અને કારકિર્દીની વાત કરીએ તો કિયારા આડવાણીનો જન્મ 31 જુલાઈ 1992 માં મુંબઇમાં થયો હતો. તેમના પિતાનું નામ જગદીપ આડવાણી છે. તે મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીની બાળપણની મિત્ર છે. કિયારા આડવાણીએ પ્રારંભિક અભ્યાસ મુંબઈથી પૂર્ણ કર્યો હતો. તેણે અનુપમ ખેર એક્ટિંગ સ્કૂલમાંથી અભિનય શીખી છે.

Exit mobile version