કિયારા આડવાણી એ છુપાવી રાખ્યું છે એમનું અસલી નામ? અહીં ક્લિક કરીને જાણો શું છે ખાસ નામ

અભિનેત્રી કિયારા આડવાણી ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. આજે કિયારા આડવાણીનો જન્મ દિવસ છે. 31 જુલાઈના રોજ જન્મેલી કિયારાના પિતા એક મોટા બિઝનેસમેન છે. જ્યારે એમની માતા જેનેવીઝ જાફરી એક ટીચર છે. કિયારા એમના ફેન્સમાં એમની સાદગી માટે ખાસ જાણીતી છે.

image source

કિયારા આડવાણીએ પોતાનો શરૂઆતનો અભ્યાસ મુંબઈમાંથી કર્યો હતો. એટલું જ નહીં એક્ટ્રેસે અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાંથી એક્ટિગની ઝીણવટ શીખી છે. આજે કિયારાના જન્મદિવસ પર એમના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો અમે તમને જણાવીશું.

કિયારાનું ડેબ્યુ.

image source

ઘણીવાર ફેન્સને લાગે છે કે કિયારાએ એમએસ ધોનીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પણ તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં આવેલી ફિલ્મ ફગલીથી એમને બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું. જો કે આ ફિલ્મને કઈ ખાસ સફળતા નહોતી મળી અને ના કિયારાને ફેમ મળી શક્યું હતું.

કોના કહેવાથી બદલ્યું હતું નામ

image source

એક્ટ્રેસનું અસલી નામ કિયારા નથી. હા એક્ટ્રેસે જાતે ઘણીવાર જણાવ્યું છે કે ફિલ્મોમાં આવતા પહેલા એમનું નામ આલિયા આડવાણી હતું. એક્ટ્રેસે જણાવ્યું હતું કે સલમાન ખાનની સલાહથી એમને પોતાનું નામ આલિયાથી કિયારા કર્યું હતું. એક્ટ્રેસે પોતાનું નામ એટલે બદલ્યું હતું કારણ કે પહેલાથી જ આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીમાં હતી અને ફેમસ પણ થઈ ચૂકી હતી.

કેમ રાખ્યું હતું કિયારા નામ.

એક ઇન્ટરવ્યૂમાં કિયારાએ જાતે જણાવ્યું હતું કે ફિલ્મ અંજાના અંજાનીમાં પ્રિયંકા ચોપરાના પાત્રનું નામ કિયારા હતું. એક્ટ્રેસે જણાવ્યું હતું કે એ પ્રિયંકાના આ નામથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી એટલે આ નામને એમને પોતાના માટે પસંદ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર હજી પણ છે અસલી નામ

image source

ફેન્સનું કદાચ ધ્યાન નહિ ગયું હોય કે કિયારાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હજી પણ એમનું નામ આલિયા જ છે. જો કે એને એમને પોતાનું મિડલ નેમ બનાવી દીધું છે. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર કિયારા આલિયા આડવાણી નામ લખેલું છે.

ક્યારેક ટીચિંગ કરતી હતી. કહેવામાં આવે છે કે કિયારાની દાદીએ એમને કરિયરમાં વર્ક એક્સપિરિએન્ટ્સ વધારવા માટે ટીચિંગ કરવાની સલાહ આપી હતી. કારણ કે એમને બાળકોને ભણાવવાનું ખૂબ જ પસંદ હતું. એક્ટ્રેસે કોલાબાના અર્લી બર્ડ સ્કૂલમાં ભણાવ્યું પણ હતું. અહીંયા જ એમની માતા જેનેવીવ હેડમિસ્ટ્રેસ હતી.

કિયારાનું નામ

image source

કિયારાને ઓળખ વર્ષ 2016માં આવેલી ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી મળ્યું હતું. એ પછી એક્ટ્રેસ અમુક ફિલ્મોમાં દેખાઈ પણ ફેમ ન મળ્યું. એ પછી ફિલ્મ કબીર સિંહે એક્ટ્રેસને અસલી ઓળખ અપાવી. આ ફિલ્મ પછી એક્ટ્રેસે કરિયરમાં પાછુ વળીને નથી જોયું. હાલમાં જ કિયારાની નવી ફિપમ શેરશાહનું ટ્રેલર રિલીઝ થયું છે.વિક્રમ બત્રાના જીવન પર આધારીત આ ફિલ્મમાં એ એક ખાસ રોલ કરતી દેખાશે..