ટૂંક સમયમાં જ બજારમાં આવશે આ 7 સીટર કાર, જેના ફિચર્સ છે જોરદાર, જાણો શું છે કિંમત

Kia Sonet ના 7 સીટર વર્ઝનમાં 1.5 લીટરની ક્ષમતા ધરાવતા સ્માર્ટ સ્ક્રીન ડ્યુઅલ CVVT એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જીન 115 PS નો પાવર અને 144 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીનમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેયરબોક્સ આપવામાં આવ્યું છે.

કિયા મોટર્સ દક્ષિણ કોરિયાની ટોચની વાહન નિર્માતા કંપની છે જેણે અમુક સમય પહેલા જ ભારતીય માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. આ કંપનીની કારો ઘણા ઓછા સમયમાં જ લોકોને પસંદ આવવા લાગી છે. કિયા મોટર્સએ ગયા વર્ષે જ ભારતમાં તેની કિયા સોનેટ લોન્ચ કરી હતી. કંપની હવે કિયા સોનેટનું 7 સીટર વર્ઝન લોન્ચ કરવા જઇ રહી છે. ત્યારે આ અપડેટ વર્ઝન વિશે થોડી વિસ્તૃત વિગત જાણીએ.

image source

Kia Sonet 7 સીટર વર્ઝનના ફીચર્સ

આ નવી કિયા સોનેટ 7 સીટરમાં કંપનીએ સનરૂફ હટાવી દીધું છે જેનાથી થર્ડ સીટ રોમાં AC નું કુલિંગ પહોંચી શકે. તેની સેકન્ડ રો સીટને તમે રિકલાઈન પણ કરી શકો છો અને તેના AC વેન્ટ્સને હેડરેસ્ટમાં આપવામાં આવ્યા છે. આ એસયુવીમાં કનેક્ટિવિટી ફીચર્સ તરીકે બ્લુટુથ, વોઇસ રિકોગનાઇઝેશન, USB અને 10.25 ઇંચની LCD ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે જેમાં તમે એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોને કનેક્ટ કરી શકો છો.

Kia Sonet 7 સીટર વર્ઝનમાં સેફટી ફીચર્સ

સિફટી ફિચર્સની વાત કરીએ તો આ એસયુવીમાં ઇલેક્ટ્રોનિકબ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે EBD, એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ ABS, બ્રેક અસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ અસિસ્ટ કન્ટ્રોલ, ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ, રિયર કેમેરો, ડાયનેમિક પાર્કિંગ ગાઈડ, ટાયર પ્રેશન મોનીટરીંગ સિસ્ટમ, રિમોટ એન્જીન સ્માર્ટ અને વાયરલેસ ફોન ચાર્જર જેવા ખાસ ફીચર્સ છે.

image source

Kia Sonet 7 સીટર વર્ઝનમાં એન્જીનની ખાસિયત

એન્જીનની વાત કરીએ તો કંપનીએ આ Kia Sonet 7 સીટર વર્ઝનમાં 1.5 લીટરની ક્ષમતા ધરાવતું સ્માર્ટ સ્ક્રીન ડ્યુઅલ CVVT એન્જીન વપરાયું છે. જે 115 PS નો પાવર અને 144 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીનમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીએ આ એસયુવી છ કલરમાં રજૂ કરી છે જેમાં સ્ટીલ સિલ્વર, ક્લિયર વ્હાઈટ, ઇન્ટેલિજન્સ બ્લુ, ઇન્ટેન્સ રેડ, બીજ ગોલ્ડ અને ઑરોરા બ્લેક પર્લ જેવા રંગનો સમાવેશ થાય છે.

image source

Kia Sonet 7 સીટર વર્ઝનની કિંમત

Kia Sonet 7 સીટર વર્ઝનની કિંમતની વાત કરીએ તો કંપનીએ તેના 7 સીટર મોડલને ઇન્ડોનેશિયામાં 199,500,000 (ઇન્ડોનેશિયાઇ રૂપિયા) સાથે લોન્ચ કરી છે જેની કિંમત ભારતીય રૂપિયા મુજબ 10.21 લાખ રૂપિયા જેવી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!