જાપાની મીડિયાએ કિમ જોંગના બ્રેન ડેડ થવા અંગે કહી મહત્વની વાત

ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનને લઈને દાવો કરવામાં આવ્યો છે કે તે બ્રેન ડેડ થયા છે. એટલે કે તે કોમામાં સરી પડ્યા છે.

image source

ગત સપ્તાહમાં અમેરિકી ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો હતો કે કિમ જોંગની હાર્ટ સર્જરી ફેલ થઈ છે અને તેની હાલત ગંભીર છે. હવે તેની બીમારીને લઈને નવી વાત સામે આવી છે. જો કે આ અંગે નોર્થ કોરિયાએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

અમેરિકી અખબાર અનુસાર તેમની સારવારમાં વિલંબ થતા તે કોમામાં છે. મીડિયા રિપોર્ટસ અનુસાર તેમની સારવાર કરવા પહોંચેલા ચીનના એક ડોક્ટરે આ વાત કહી છે. જાપાનની એક મેગેઝીન શુકાન જેનડેઈમાં આ લખવામાં આવ્યું છે કે, શરુઆતમાં કિમ એક ગામડાની મુલાકાતે ગયા હતા અને ત્યાંજ તેમને છાતિમાં દુખાવો થતા તે પડી ગયા હતા.

image source

ડોક્ટરએ તુરંત તેમને સીપીઆર આપ્યું. સામાન્ય રીતે સીપીઆર હાર્ટ એટેક આવે તેને આપવામાં આવે છે. ત્યારબાદ તેમની સારવાર શરુ કરવામાં આવી અને તેમના હાર્ટમાં સ્ટેન્ટ પણ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે બરાબર સેટ થયો નહીં.

અન્ય એક દાવા અનુસાર કિમની 12 એપ્રિલે સર્જરી થઈ હતી. ત્યારબાદ તે સ્વસ્થ થયા હતા. પરંતુ દક્ષિણ કોરિયા અને ચીન તરફથી દાવો કરવામાં આવ્યો કે સર્જરી બાદ તેમની હાલત ગંભીર છે.

image source

જો કે તેમણે એમ પણ જણાવ્યું કે અહીં એવી કોઈ હલચલ જોવા મળતી નથી જે કિમની હાલત ખરાબ હોય તે વાતની પુષ્ટી કરે. આ વચ્ચે એક અધિકારીએ કહ્યું હતું કે કિમ જોંગનું મોત થયું નથી તે ટુંક સમયમાં લોકોની સામે આવશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં યોજાયેલા નેશનલ હોલીડેના કાર્યક્રમમાં પણ તે જોડાયા ન હતા. ત્યારબાદ તેમના બીમાર હોવાની ચર્ચાઓ ચાલી હતી. ઉલ્લેખનીય છે કે દેશના નિર્માતા અને કિમના દાદા કિમ ઈલ સુંગની જયંતિને નોર્થ કોરિયામાં નેશનલ હોલિડે તરીકે ઉજવવામાં આવે છે.

image source

આ સમારોહમાં પણ તેમની ગેરહાજરી હતી. ત્યારથી ચર્ચાઓએ વેગ લીધો છે કે તેમની સ્થિતિ ગંભીર છે.