કિંજલ દવેની નણંદ સાથે જ ભાઈ આકાશની કરી છે સગાઈ, 99 ટકા લોકો નથી જાણતાં આ વાત, જાણો અહીં ફોટો સાથે

ગુજરાતની કિંજલ દવે હવે રાજ્ય ઉપરાત બીજે પણ ચર્ચાઈ રહી છે. ઘરે ઘરે ફેમસ આ સિંગરની હાલમાં જ ત્રીજી સગાઈ એનવર્સરી ઉજવવામાં આવી છે. ત્યારે હવે ફરી એક વાતને લઈ કિંજલ દવે ચર્ચામાં આવી છે. જો કે આ પહેલાં પણ કિંજલ દવેએ જ્યારે પોતાના ફિયાન્સ સાથે સગાઈની ત્રીજી એનિવર્સરી ઉજવી હતી ત્યારે પણ ફોટો તેણે સોશ્યિલ મીડિયામાં શેર કર્યા હતા. ત્યારે હવે કિંજલ દવેની સગાઈ બાદ તેના નાનાભાઈ આકાશ દવેએ જાગૃતિ જોષી નામની છોકરી સાથે સગાઈ કરી છે અને હવે તે વાત ચર્ચામાં આવી છે.

ત્યારે આજે આ 4 લોકો વિશે નવી નવી વાતો કરવી છે કે કિંજલ દવે, પવન જોષી, આકાશ દવે અને જાગૃતિ જોષી કોણ છે અને તેઓ કેવું જીવન જીવે છે.લ એક વાત એવી છે કે કિંજલ દવેની થનારી ભાભી જાગૃતિ જોષી કિંજલ દવેની નણંદ પણ થાય છે.

image source

જાગૃતિ જોષીએ કિંજલ દવેની ભાભી પણ થાય અને નણંદ પણ થાય. કેમ કે જાગૃતિ જોષી કિંજલ દવેના મંગેતર પવન જોષીની બહેન છે. સંબંધોની વાત કરીએ તો જે રીતે કિંજલ દવે અને આકાશ દવે ભાઈ-બહેન છે, એ જ રીતે પવન જોષી અને જાગૃતિ જોષી પણ ભાઈ બહેન છે.

એટલે જો એ રીતે સંબંધો જોઈએ તો પવન જોષી આકાશ દવેનો સાળો પણ થાય અને બનેવી પણ થાય. આજથી ત્રણ વર્ષ પહેલાં કિંજલ દવેએ પવન જોષી સાથે સગાઈ કરી હતી એ વાત પણ જગ જાહેર છે. જેની તસવીરો પણ એ વખતે ખૂબ વાઈરલ થઈ હતી. ત્યાર બાદ આકાશ દવે અને જાગૃતિ જોષીની સગાઈ કરવામાં આવી હતી.

image source

જેની મીડિયામાં નોંધ લેવાઈ નહોતી પણ તસવીરો સામે આવી હતી. આકાશ દવે અને જાગૃતિ જોષીની સગાઈની તસવીરો આકાશના પિતા લલિતભાઈ દવેએ સોશિયલ મીડિયામાં એ વખતે શેર કરી હતી. જો કે તેમાં તેમણે આકાશ કે જાગૃતિની તસવીરો મૂકી નહોતી.

એ સમયે જે તસવીરો વાયરલ થઈ હતી એમાં જોવા મળ્યું હતું કે લલિતભાઈ મહેમાનો સાથે બેઠેલા દેખાતા હતા. કિંજલ દવેનો ફિયાન્સ પાટણ જિલ્લાના સરીયદ ગામનો વતની છે. આકાશ-જાગૃતિની સગાઈ પણ આ જ ગામમાં કરવામાં આવી હતી. જ્યારે કિંજલનું મૂળ ગામ પાટણ જિલ્લાનું જેસંગપરા છે.

image source

આકાશની ફિયાન્સી જાગૃતિને પરિવારજનો પ્રેમથી સોનુ કરીને બોલાવે એવી વાત પણ જાણવા મળી છે. સગાઈ કર્યાં બાદ આકાશ અને સોનુ ઘણીવાર સાથે જોવા પણ મળ્યા હતા. આમ તો ભાભી-નણંદ વચ્ચે ખૂબ સારું બંને છે. બને વચ્ચેનું ટ્યુનિંગ પણ સારું છે. બંને હળમળીને રહેતાં હોય એવી તસવીરો પણ સોશ્યિલ મીડિયામાં જોવા મળે છે.

આ સિવાય જો વાત કરવામાં આવે તો સગાઈ બાદ ભાભીના બર્થ-ડે પર કિંજલે ગિફ્ટ પણ આપી હતી. કિંજલના ફિયાન્સ પવન જોષીની વાત કરીએ તો સરિયદ ગામનો વતની પવન જોશી પોતાના પિતાના બિઝનેસ અર્થે બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી ત્યાં જ રહ્યો હતો.

image source

જો કે બાદમાં તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો હતો. પવન જોષીને ફીટ રહેવું વધુ પસંદ છે એવી વાત પણ સામે આવી હતી. ત્યારે હવે આ 4 લોકો અવાર નવાર સાથે જોવા મળે છે અને સોશિયલ મીડિયામાં ફોટો વીડિયો શેર કરતાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *