Site icon News Gujarat

શું ખરેખર કીરાડુ મંદિરમા રાત રોકાતા લોકો બની જાય છે પથ્થર? જાણો રાજસ્થાનના મંદિરની અજાણી વાતો

દુનિયાભરમા આવા ઘણાં મંદિરો છે, જેમાં પોતાનાં ઘણા રહસ્યો છે. કેટલાક મંદિર તેના આશ્ચર્યજનક બાંધકામ માટે પ્રખ્યાત છે, તો કેટલાક તેની વિચિત્ર ઘટનાઓ ને કારણે. ખાસ કરીને ભારત માં આવા ઘણા રહસ્યમય મંદિરો છે. દેશ ના દરેક ખૂણા માં તમને કેટલાક મંદિરો મળશે.આજે અમે તમને એવા એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાંથી સાંજ ના સમયે લોકો ભાગ્યા કરે છે. કોઈ પણ તેને ભૂલ થી પણ રાત્રે અહીં રોકાવા માંગતું નથી. આ પાછળ નું કારણ એવું કહેવા માં આવે છે કે જે કોઈ પણ અહીં રાત્રે રોકાઈ જાય છે, તે પથ્થર નો થઈ જાય છે.

image source

જો આપણે ભારતમાંથી મંદિરો દૂર કરીશું તો અહીં કશું બચશે નહીં. આમાંના ઘણા મંદિરો છે, જેમાં પોતાની અંદર રહસ્યો ની દુનિયા છે. આજે અમે તમને રાજસ્થાનના એક રહસ્યમય મંદિરમાં પરિચય આપીએ છીએ જ્યાં કોઈ ભક્ત સાંજ પછી રહેવાની હિંમત કરતો નથી.

આ રહસ્યમય મંદિર રાજસ્થાનના બાડમેર જિલ્લામાં છે. આ મંદિર ને ‘કિરાડુ મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે ઈ.સ.પૂ.૧૧૬૧ માં આ સ્થળનું નામ ‘કિરાટ વેલ’ હતું. રાજસ્થાનમાં હોવા છતાં આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ને રાજસ્થાનના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે.

image soucre

તે પાંચ મંદિરોની શ્રેણી છે. આ શ્રેણી ના મોટાભાગના મંદિરો હવે ખંડેર થઈ ગયા છે. જ્યારે શિવ મંદિર અને વિષ્ણુ મંદિર (કિરાડુ મંદિર) ની હાલત ઠીક છે. આ મંદિર કોણે બનાવ્યું ? તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. જોકે, મંદિર નિર્માણ અંગે લોકો ની પોતાની માન્યતાઓ છે.કહેવાય છે કે એક સમય એવો હતો જ્યારે આ મંદિર (કિરાડુ મંદિર) માં એક ઘટના બની હતી, જેનો ડર લોકોમાં સતત રહે છે. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા એક સાધુ પોતાના શિષ્યો સાથે આ મંદિરમાં પહોંચ્યા હતા. એક દિવસ તે શિષ્યો ને મંદિરમાં છોડીને જાતે ફરવા ગયો.

image source

આ સમય દરમિયાન એક શિષ્ય અચાનક જ તબિયત બગડી ગઈ. સાધુ ના બીજા શિષ્યો એ ગામલોકો પાસે મદદ માંગી, પણ કોઈએ તેમની મદદ ન કરી સાધુને જ્યારે આ વિશે જાણ થઈ ત્યારે તેમણે ગુસ્સો કર્યો અને ગામલોકો ને શ્રાપ આપ્યો કે સાંજ પછી બધા લોકો પથ્થર બની જશે.

image source

લોક કથાઓ અનુસાર, એક મહિલાએ સાધુના શિષ્યો ને મદદ કરી. સાધુ તેનાથી ખુશ થયા અને મહિલા ને કહ્યું કે સાંજ પહેલા ગામ છોડી દો અને પાછું વળીને જોશો નહીં. જ્યારે મહિલા જતી હતી ત્યારે તેણે જિજ્સાથી પાછળ જોયું. જેના કારણે તે પથ્થર ની બની ગઈ હતી.

image source

મંદિરની નજીક હજુ પણ મહિલા ની પ્રતિમા લગાવવામાં આવી છે. આ શ્રાપ ને કારણે જ નજીકના ગામના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પરિણામે આજે પણ લોકો માને છે કે જે પણ સાંજે આ મંદિર (કિરાડુ મંદિર) માં પગ મૂકે કે રોકાય તે પથ્થર બની જશે. એટલા માટે સાંજ પછી આ મંદિરમાં રહેવાની કોઈ હિંમત કરતું નથી.

Exit mobile version