કોરોના સામે જંગ જીત્યા ગુજરાતી એક્ટર કિરણ કુમાર, વાંચો શેર કરેલા અનુભવ અને જાણો શું કહ્યું ખાસ ધ્યાન રાખવાનુ

કિરણ કુમારે પોતાના અનુભવી વ્યક્ત કરતા કહ્યું, આ વાતનું ખાસ ધ્યાન રાખવું

image source

બોલીવુડના સેલેબ્રેટી હોય કે પછી સામાન્ય માણસ, કોઈ ધર્મના હોય કે કોઈ સમાજના આ કોરોનાએ પોતાના ચેપમાં કોઈને છોડયા નથી. એવામાં બોલીવુડના કિરણ કુમાર અંગે જે સમાચાર આવ્યા છે, એ આપને આનંદ આપશે. કિરણ કુમારનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો, કિરણ કુમારને કોરોના પોજીટીવ હોવાથી એમની ચિંતાઓ વધી ગઈ હતી. પણ હવે અન્ય સારા સમાચાર પણ આવ્યા છે, એમનો ત્રીજો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ જાણકારી ખુદ કિરણ કુમારે પોતાના સ્ટેટમેન્ટ દ્વારા આપી છે.

કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં રીપોર્ટ પોઝીટીવ

image source

કિરણ કુમારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અત્યારે જે કઈ પણ દેખાય છે એવું છે નહી અને છે એવું દેખાઈ નથી રહ્યું. એમણે ઉમેર્યું હતું કે મેં ક્યારેય સપનામાં પણ નહી વિચાર્યું હોય કે આ પ્રકારની સમસ્યા એક દિવસ મારા માટે જ વાસ્તવિકતા બની જશે. કિરણ કુમારે અગાઉ પણ કહ્યું હતું કે નિયમિત ચેકિંગ માટે જ તેઓ હોસ્પિટલ ગયા હતા પણ ત્યાં અનેક રીપોર્ટમાં કોરોનાનો રીપોર્ટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં કોરોના પોઝીટીવ આવ્યો હતો. જો કે આ રીપોર્ટ હોસ્પીટલની ગાઇડલાઇન પ્રમાણે આવશ્યક હતો.

ઘરના ફ્લોરને જ બનાવ્યો હતો આઇસોલેશન વોર્ડ

image source

જ્યારે કોરોનાનું રિજલ્ટ પોઝીટીવ આવ્યું ત્યારે, એમની દીકરી પણ સાથે હતી. એક શાન માટે તો એમ જ લાગ્યું કે એ લોકો મજાક કરી રહ્યા છે. થોડાક જ દિવસોમાં બધું જ સામાન્ય થઇ જશે. જો કે ટેસ્ટનું રીઝલ્ટ પોજીટીવ આવતા જ થોડા જ સમયમાં ઘરના એક ફ્લોરને અઈસોલેશન વોર્ડ બનાવી દેવાયો હતો. માહિતી મુજબ હિન્દુજા અને લીલાવતી હોસ્પીટલના ડોક્ટરોએ એમને ઘણી માહિતી આપી હતી, જો કે આ માહિતી ડરાવી દેનારી હતી. બીએમસીને પણ સુચના આપી હતી, જો કે એમણે ભરપુર વિટામીન યુક્ત આહાર લીધો હતો. આજે થયેલા ટેસ્ટમાં રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જો કે એમનો અપ્રીવાર હજુ પણ અઈસોલેશ્ન નિયમોનું પાલન કરી રહ્યો છે. જો કે આ સમય દરમિયાન કિરણ કુમારે માત્ર એક જ ફરિયાદ કરી હતી કે કોઈ જ લક્ષણો ન હોવા છતાં તેઓ આઈસોલેશનમાં રહીને એકલા એકલા કંટાળી રહ્યા છે.

એક્ટરે કરી કોરોના સામેની જંગમાં ફતેહ

image source

કોરોના અંગેના અનુભવો અંગે એમણે કહ્યું હતું કે ઘરગથ્થું ઉપચાર તરીકે એમણે હળદરનું સેવન પણ કર્યું હતું. જો કે અભિનેતાએ કહ્યું હતું કે આ સમય દરમિયાન લોકોએ પોઝીટીવ રહેવું જોઈએ. એમણે એ પણ જણાવ્યું કે આ અઈશોલેસન દરમિયાન એમણે ધ્યાન કર્યું હતું, વેબ સીરીજો જોઈ હતી તેમ જ પુસ્તકો વાંચ્યા હતા. જો કે કિરણ કુમારે પોતાના ઠીક થવાનો શ્રેય બધાને આપતા પરિવારના સભ્યો, ડોક્ટર અને મેડીકલ કર્મીઓના પણ વખાણ કર્યા હતા. એમણે કહ્યું કે આ સમય દરમિયાન લોકો શારીરિક રીતે ભલે દુર રહ્યા હોય પણ ભાવનાત્મક રીતે નજીક આવ્યા છે.

બોલીવુડના અન્ય લોકો પણ કોરોના સામે લડી ચુક્યા છે.

image source

કિરણ કુમાર હવે સાજા થઇ ગયા છે. જો કે આ પહેલા પણ બોલીવુડ ગાયિકા કનિકા કપૂર, ફિલ્મ નિર્માતા કરીમ મોરાની અને તેમની બંને દીકરીઓ જોઆ મોરાની અને શાજિયા મોરાની કોરોના સામે જંગ લડી ચુક્યા છે. જો કે આ તમામ લોકો સજા થઈને ઘરે પાછા આવી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત