Site icon News Gujarat

આ ફેમસ અભિનેતાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ઘરમાં થયા છે કોરેન્ટાઇન

10 દિવસથી હોમ ક્વોરન્ટાઇન, દિગ્ગજ અભિનેતા કિરણ કુમાર કોરોના પોઝિટિવ

image source

ચોથા તબક્કાનું લોકડાઉન આખાય ભારતમાં લાગેલું છે. તેમ છતાં કોરોનાની સ્થિતિ સુધારવાના સ્થાને વધુને વધુ વણસતી જઈ રહી છે. જો કે હાલની વર્તમાન પરિસ્થિતિને જોતા, હજી પણ સમગ્ર દેશમાંથી કોરોના જવાનું નામ નથી લઇ રહ્યો. અત્યારે લોકોને સાવચેતી સાથે બહાર નીકળવા પર લોકડાઉન છતાં છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે દિવસે ને દિવસે સમગ્ર દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થતો જ જાય છે.

image source

જો કે સ્થિતિ એ હદે વણસી છે કે કોરોનાના કેરમાં હવે કોરોના વોરિયર્સ પણ તેનો ભોગ બની રહ્યાં છે. સામાન્ય માણસ હોય કે સેલિબ્રેટી હોય, કોરોના કોઈને છોડતો નથી. એક પછી એક હવે ફિલ્મી કલાકારો પણ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યાં છે. જો કે ગુજરાતી સ્ટારમાં કદાચ આ પ્રથમ કિસ્સો હશે. હાલમાં મુંબઈ સ્થિત બોલિવુડ, ગુજરાતી તથા ભોજપુરી ફિલ્મોમાં પોતાનું યોગદાન આપી રહેલા ટીવી ઇન્ડસ્ટ્રીનાં જાણીતા અભિનેતા કિરણ કુમારની કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવી છે.

■ 14 મેનાં રોજ આવ્યું હતું કોરોના પોઝીટીવ પરિણામ

image source

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 14 મેનાં રોજ કિરણ કુમારને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આમ પોઝીટીવ રિપોર્ટ આવ્યાં બાદ, એમણે પોતાને પોતાના જ ઘરના એક ફ્લોરમાં સેલ્ફ ક્વૉરન્ટીન કરી દીધાં હતાં. આ સમય દરમિયાન એમણે પોતાને પરિવારથી પણ દુર કરી લીધા હતા. એમણે આ સમય દરમિયાન સરકારની સોશિયલ ડિસ્ટન્સિંગ નીતિનો પણ અમલ કર્યો હતો અને પોતાને એક જ ફ્લોર પર પોતાને સીમિત કરી લીધા હતા.

■ દસ દિવસથી તેઓ પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઇન

image source

છેલ્લા દસ દિવસથી તેઓ પોતાના જ ઘરમાં ક્વોરન્ટાઇન થઈને રહી રહ્યા છે. જો કે એમનો બીજો કોવિડ-19 ટેસ્ટ 25 મેનાં રોજ થશે. જો કે આ બધામાં સૌથી વધારે ચોંકાવનારી વાત તો એ છે કે કિરણ કુમારમાં હજુ સુધી કોરોનાનાં કોઈ જ લક્ષણ દેખાઈ નથી રહ્યા તેમ છતાં એમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં, પરિવાર સહિત બધા જ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આપને એ પણ જણાવી દઈએ કે હાલમાં કિરણ કુમારની ઉંમર 74 વર્ષ છે.

■ કોરોના અંગે 14 મે ના દિવસે થઈ હતી જાણ

image source

અત્યારે કિરણ કુમાર ક્વોરન્ટાઇન છે. ત્યારે કિરણ કુમારે પોતે જ આ મામલે કહ્યું હતું કે, ‘મુંબઈની એક હોસ્પિટલમાં 14 મેનાં રોજ મારી એક નાનકડી મેડીકલ સારવાર થવાની હતી, જેનાં અનુસંધાને મારા અનેક પ્રકારે નાના-મોટા ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં કોવિડ-19 ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને 14 મેનાં રોજ જ મને જાણ થઈ, કે મને કોરોના થયો છે.’ જો કે કોરોનાના રિપોર્ટના પોઝીટીવ સ્ટેટ્સ સિવાય એમનામાં કોઈ લક્ષણ દેખાયું ન હતું. એમણે ખુદ જ કહ્યું હતું કે, ‘મને કોરોના વાયરસનાં એક પણ લક્ષણ ન હોતાં.’

■ ફિલ્મ જગતના અનેક લોકો કોરોના પોઝીટીવ

image source

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કિરણ કુમાર પહેલા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં અનેક લોકો કોરોના સંક્રમિત હોવાનાં અહેવાલ સામે આવી ચૂક્યાં છે. કોરોના કોઈનો સગો નથી, છેલ્લા કેટલાક દિવસોથી અવારનવાર રાજનીતિ, ફિલ જગત અને ટેલિવુડના અનેક લોકો કોરોનાના અસરમાં આવ્યાના સમાચાર મળતાં રહે છે.

image source

ફિલ્મ જગતની વાત કરીએ તો સૌ પહેલા તો સિંગર કનિકા કપૂરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે એ વખતે ઘણો ઉહાપોહ થયો હતો. કનિકાના રિપોર્ટ આવ્યા પછી બધા જ કલાકારો ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યાર બાદ નિર્માતા કરીમ મોરાની અને તેમની બે દીકરીઓ જોઆ મોરાની અને શાજિયા મોરાની કોરોના સંક્રમિત થયા હતાં. જો કે તેઓ તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા અને તેઓ બિલકુલ સ્વસ્થ થઈને ઘરે પણ જતા રહ્યાં છે. આ સિવાય પણ ઘણા નામો અત્યાર સુધીમાં કોરોના યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version