અડધા અમદાવાદીઓએ જોઈ પણ નહિ એવી નાનકડી ચાલીના છાપરાવાળા મકાનમાં રહે છે નવા મેયર, તસવીરોમાં જુઓ તેમની સાદગી

અમદાવાદને મળ્યાં નવા મેયર કિરીટ પરમાર, છાપરાવાળા મકાનમાં રહે છે.

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની નિમણૂક કરવામાં આવી છે. ઠક્કરબાપાનગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલને પસંદ કરવામાં આવ્યા છે..

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમારના નામની ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી. હવે ભાજપ પક્ષ દ્વારા પણ તેમની જ પસંદગી કરવામાં આવી છે.

આ સિવાય હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે. આ સાથે જ નવા શાસકોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટ પર પસંદગી ઉતારવામાં આવી છે. તો ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે.

image source

જો વાત કરીએ અમદાવાદના નવા મેયર કિરીટ પરમારની તો તેઓ વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે. તેઓ એક નાના કાર્યકરમાંથી મેયર પદ સુધી પહોંચ્યા છે. કિરીટ પરમાર પહેલીવાર પોટલિયા વોર્ડથી ચૂંટણી જીત્યા હતા.

તમને જણાવી દઈએ કે કિરીટ પરમારનું ઘર ઘર ચાલીમાં આવેલું છે. અને તેઓ એક છાપરાવાળા મકાનમાં રહે છે. જ્યારે તેમનું નામ મેયર પદ માટે જાહેર થયું ત્યારે કિરીટ પરમાર ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને મીડિયા સામે તેમને પોતાના પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો.

image source

અમદાવાદના નવા બનેલા મેયર કિરીટ પરમારે એ.એ. બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે. અને તેઓ 92, વિરાભગતની ચાલી, ભીડભંજન હનુમાન પાછળ, બાપુનગર ખાતે રહે છે.

કિરીટ પરમાર બે વખત કાઉન્સિલર રહી ચુક્યા છે, તેમજ પક્ષમાં નાનું મોટું કામ કરતા આવ્યા છે. સામાન્ય રીતે આપણા મનમાં એવું હોય છે કે જે વ્યક્તિની પસંદગી મેયર પદ માટે થઈ હોય એ જાહોજલાલીમાં રહેતો હશે પણ કિરીટભાઈની બાબતમાં આ સાચું નથી.

image source

કિરીટભાઈ રોજ સવારે નિયમિતપણે RSSની શાખામાં જાય છે. તેઓ છેલ્લી બે ટર્મથી કોર્પોરેટર છે. તેઓ છાપરાવાળા મકાનમાં રહે છે તેમજ તેમના મકાનમાં કોઈ વૈભવી સુવિધા પણ નથી. આ ઉપરાંત કિરીટ પરમાર ખૂબ જ સાદુ જીવન જીવે છે. અને તેમને લગ્ન પણ નથી કર્યાં.

અમદાવાદના મેયર બનનારા કિરીટ પરમારે કહ્યું કે, “હું પક્ષનો આભારી છું. સામાન્ય પરિવાર અને ચાલીમાં જન્મ લઈને કોર્પોરેશનની સ્કૂલમાં ભણનાર, નાના પરિવારમાંથી આવનાર માણસને શહેરની પ્રતિષ્ઠિત પદ પર બેસાડવા માટે હું ભાજપનો આભારી છું. હું ત્રણ વોર્ડમાંથી ઈલેક્શન લડ્યો છું.”

image source

કિરીટ પરમારે પોતાની વાતમાં આગળ જણાવ્યું હતું કે, “મારા નામની જાહેરાત કરીને ભારતીય જનતા પાર્ટીએ એવો સંદેશ આપ્યો છે કે, ચાલીમાં ભાડુઆત તરીકે રહેતો કાઉન્સિલર પણ મેયર બની શકે છે. નાના કાર્યકરની પણ પાર્ટીએ કદર કરી છે. આવું ભારતીય જનતા પાર્ટીમાં જ બની શકે છે.”

આ ઉપરાંત વડોદરાના મેયર પદે કેયુર રોકડિયાની પસંદગી કરવામાં આવી છે જ્યારે નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હિતેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ છે.

તો ભાવનગર શહેરના મેયર પદે કિર્તીબેન દાણીધારિયાના નામની જાહેરાત થઈ છે. જ્યાકે કૃણાલ શાહે ડેપ્યુટી મેયર બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન પદે ધીરૂભાઈ ધામેલિયાની વરણી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!