બ્લડ કેન્સરથી પીડાઈ રહી છે બૉલીવુડ એક્ટ્રેસ કિરણ ખેર, ચાર મહિના પહેલા હાથ તૂટ્યો ત્યારે બીમારીની જાણ થઈ.

બોલીવુડની દિગગજ એક્ટ્રેસ અને ચંદીગઢથી ભાજપા સાંસદ કિરણ ખેર મલ્ટીપલ માયલોમાં નામની બીમારીથી પીડાઈ રહી છે જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. 68 વર્ષની એક્ટ્રેસની સારવાર મુંબઈમાં ચાલી રહી છે અને એ રિકવર થઈ રહી છે. ચંદીગઢ ભાજપાના અધ્યક્ષ અરુણ સુદે આ જાણકારી મીડિયાને આપી છે. એમના કહેવા અનુસાર એક્ટ્રેસને આ બીમારી ગયા વર્ષે નવેમ્બરમાં ડિટેકટ થઈ હતી.

હાથ તૂટ્યા પછી જાણ થઈ બીમારી વિશે.

image source

અરુણ સુદે પોતાની ટીપ્પણીમાં કહ્યું છે કે “ગયા વર્ષે 11 નવેમ્બરે ચંદીગઢમાં આવેલ ઘરમાં કિરણનો ડાબો હાથ તૂટી ગયો હતો. ચંદીગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં તપાસ કરાવ્યા પછી ખબર પડી કે એમને મલ્ટીપલ માયલોમાં છે. બીમારી એમના ડાબા હાથથી લઈને જમણા ખભા સુધી ફેલાઈ ચુકી છે. 4 ડિસેમ્બરે એમને મુંબઈ લાવવામાં આવ્યા. એમને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં રેગ્યુલર જવું પડે છે.

ટ્રીટમેન્ટ પછી રિકવર થઈ રહી છે કિરણ..

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

કિરણના પતિ અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને એમના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું છે. એમને દીકરા સિકંદર અને પોતાના નામથી જાહેર કરેલા સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે “હાલ એમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને અમને વિશ્વાસ છે કે એ પહેલાં કરતા વધુ મજબૂતી સાથે આ સ્થિતિમાંથી બહાર આવશે. અમે ખુશનસીબ છે કે એ ઉત્તમ ડોકર્ટ્સની દેખરેખ હેઠળ છે. એ હંમેશા ફાઈટર રહી છે.”અનુપમે આગળ કિરણ માટે પ્રાર્થના કરી રહેલા ફેન્સનો આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે એ રિકવર થઈ રહી છે.


2014માં પહેલી વાર ચૂંટણી લડી..

કિરણ ખેરે 2014માં પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી. એમને કોંગ્રેસના પવન બંસલ અને આમ આદમી પાર્ટીના ગુલ પનાગને હરાવ્યા હતા. 2019માં ફરી એકવાર એ પવન બંસલને હરાવીને લોકસભા સંસદ બની હતી. ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે ચાંદીગઢમાં કિરણના શહેરમાં ગુમ થયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે એમના પર આરોપ લગાવ્યો હતો કે એ મહામારીમાં પોતાના લોકસભા ક્ષેત્રને અવગણી રહી છે.

અરુણ સુદ કિરણનો બચાવ કરતા કહે છે કે “ગયા વર્ષે ડિસેમ્બર સુધી એ ચંદીગઢમાં જ હતી. એ સિનિયર સીટીઝન અને ડાયબીટિક છે. એમને લોકડાઉન દરમીયાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. એ ફક્ત પોતાની બીમારીની સારવાર કરાવવા માટે શહેરની બહાર ગઈ હતી. બીમાર હોવા છતાં મારા સતત સંપર્કમાં હતી અને શહેર સાથે જોડાયેલા અલગ અલગ મુદ્દા પર ડિસ્કસન કરી રહી હતી.

image source

1983માં ફિલ્મોમાં આવી હતી કિરણ.

કિરને 1983માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ આસરા પ્યાર દાથી ફિલ્મોમાં એન્ટ્રી લીધી હતી. બોલીવુડમાં એમની પહેલી ફિલ્મ પિસ્તોજી હતી જે 1988માં આવી હતી. એમને હિન્દી ફિલ્મ સરદારી બેગન માટે પહેલી વાર નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. બાંગ્લા ફિલ્મ બારીવાલી/ ધ લેડી ઓફ ધ હાઉસ માટે એમને બીજો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

કિરણની પર્સનલ લાઈફ.

કિરણના પહેલા લગ્ન મુંબઈ બેઝડ બિઝનેસમેન ગૌતમ બેરી સાથે કર્યા હતા ,જેમનો એક દીકરો સિકંદર છે. પછીથી અનુપમ ખેરની એ નજીક આવી અને એમને બેરી સાથે ડિવોર્સ લઈને અનુપમ ખેર સાથે લગ્ન કરી લીધા. અનુપમ ખેર અને કિરણ ખેરને કોઈ સંતાન નથી. પણ સિકંદર એમની સાથે જ રહે છે અને અનુપમ ખેર એમને સગા દીકરાની જેમ જ પ્રેમ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *