આ તારીખ સુધી જ બનશે KCC (કિસાન ક્રેડિટ કાર્ડ), આ ડોક્યૂમેન્ટની પડશે જરૂર, જાણી લો A TO Z માહિતી

ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી કિસાન યોજનાના નાના પાક ઉગાવનારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડ બનાવી લેવા જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જણાવાયું હતું કે વિશ્વ સહિત દેશભરમાં ફેલાયેલી વૈશ્વિક મહામારી કોરોનાને કારણે પ્રધાનમંત્રી કિસાન યોજનાના બધા લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ મળી શક્યા નહોતા.

image source

ત્યારે હવે બધા લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ મળી જાય તે માટે ગામે ગામ અભિયાન ચલાવીને ખેડૂતોને ક્રેડિટ કાર્ડ બનાવી દેવામાં આવશે. આ સંદર્ભે દરેક જિલ્લાના મુખ્ય જિલ્લા વિકાસ અધિકારી તેમજ કૃષિ વિભાગના ઉપ નિર્દેશકને પત્ર દ્વારા જાણ કરી પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓને કૃષિ વિભાગના કર્મચારીઓને ડોક્યુમેન્ટની યોગ્યતાને આધારે કિસાન ક્રેડિટ કાર્ડ કાઢી આપવા કહેવાયું છે.

આ રીતે ઓનલાઇન કરી શકાય છે અરજી

image source

કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી પણ કરી શકાય છે. તેં માટે પ્રધાનમંત્રી કિસાન વિભાગની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવાનું રહે છે. ત્યાંથી કિસાન ક્રેડિટ કાર્ડનું ફોર્મ ડાઉનલોડ કરી તેમાં ભૂમિ દસ્તાવેજ, પાકની વિગત વગેરે ભરી તેમજ તમે અન્ય કોઈ બેંક કે શાખામાંથી કિસાન ક્રેડિટ કાર્ડ બનાવડાવ્યું છે કે કેમ તે જણાવી ફોર્મ સબમિટ કરવાનું રહે છે. ત્યારબાદ જે તે બેંક તમને કિસાન ક્રેડિટ કાર્ડ આપે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તેની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે મુખ્ય આઈડી પ્રુફ માટે વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું. જ્યારે એડ્રેસ પ્રુફ માટે વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું.

image source

કિસાન ક્રેડિટ કાર્ડ ન મળે તો શું કરવું ?

ભારતની મુખ્ય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત જે કોઈ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગતા હોય તેવા અરજદારે વ્યવસ્થિત અને સાચી માહિતી ભરેલી અરજી સબમિટ કર્યા બાદ 15 દિવસમાં જે તે બેંક દ્વારા અરજદારને કિસાન ક્રેડિટ કાર્ડ આપી દેવાની જોગવાઈ છે.

image source

જો કોઈ બેંક દ્વારા આ ગાઈડલાઈનનો ભંગ થતો હોય એટલે કે અરજી કર્યાના 15 દિવસ બાદ પણ અરજદારને તેનું કિસાન ક્રેડિટ કાર્ડ ન મળ્યું હોય તેવી પરિસ્થિતિમાં અરજદાર બેંક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. આ માટે અરજદારે જે તે બેંકના લોકપાલનો સંપર્ક કરવાનો રહે છે. એ ઉપરાંત અરજદાર ભારતીય રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ https://cms.rbi.org.in/ પર જઈ ત્યાં આપેલા કિસાન ક્રેડિટ કાર્ડ હેલ્પલાઈન નંબર 0120-6025109 / 155261 અને ગ્રાહક ઈમેલ ([email protected]) પર સંપર્ક કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!