શું તમે પણ જોડાયેલા છો PM કિસાન યોજનાથી? તો તમને થશે આ મોટો ફાયદો, જલદી જાણી લો તમે પણ

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ ચુકી છે ત્યારે મોદી સરકારે ખેડૂતોને મોટો ફાયદો આપ્યો છે અને હાલ, પીએમ કિસાન સન્માન નિધિના આઠમા હપ્તાને બેંક ખાતામા ટ્રાન્સફર કર્યો છે. હાલ આ યોજના અંતર્ગત ૯.૫ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે.

જો કોઈ કારણોસર તમારા ખાતામાં પૈસા પહોંચ્યા નથી તો પછી તમારે ગભરાવાની જરાપણ જરૂર નથી. તે જ સમયે જો તમે હજુ સુધી પણ આ પીએમ ફાર્મર હેઠળ નોંધાયેલા નથી તો પછી આ પ્રક્રિયાને તમે જૂન ૩૦ પહેલા જ પૂર્ણ કરો. આ પ્રક્રિયા જો પૂર્ણ થઇ ગઈ હશે તો આ વર્ષના બંને હપતા તમારા ખાતામા આવી જશે.

image source

આ યોજનાના અમુક નિયમો અંતર્ગત જો તમે જૂન માસમા અરજી કરો છો અને તે સ્વીકારાય જાય છે તો તમને જૂન અથવા જુલાઈ માસમા આ હપ્તાની રકમ સરળતાથી મળી જશે. આ હપ્તાના રૂપિયાની તમારા બેંક ખાતામા ઓગષ્ટ માસમા આવશે. હાલમાં દેશના ૧૧ કરોડ કરતા પણ વધુ લોકો પીએમ કિસાનની એપ્રિલ-જુલાઇ હપ્તાની રાહ જોઇ રહ્યા છે. જો તમારે વધુ કોઈ માહિતી મેળવવી હોય તો આ નીચે મજબના નંબરો પર સંપર્ક કરો.

image source

આ નંબરો પર કરો સંપર્ક :

  • પીએમ કિસાન ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૧૫૫૨૬૬
  • પીએમ કિસાન હેલ્પલાઈન નંબર – ૧૫૫૨૬૧
  • પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ – ૦૧૧—૨૩૩૮૧૦૯૨, ૨૩૩૮૨૪૦
  • પીએમ કિસાન નવી હેલ્પલાઈન – ૦૧૧-૨૪૩૦૦૬૦૬
  • પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે – ૦૧૨૦-૬૦૨૫૧૦૯
  • ઇમેઇલ આઈડી: [email protected]
image source

આ રીતે તમને મળશે બે ગણો ફાયદો :

હાલ, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ મોદી સરકાર વાર્ષિક ત્રણ હપતા બેંક ખાતામાં ખેડૂતોને જમા કરે છે. નવો કોઈ ખેડૂત જો તેમાં જોડાવા માંગે છે તો તે ૩૦ જૂન પહેલા આવશ્યક પ્રક્રિયા પૂર્ણ કરીને આ યોજનામાં જોડાઈ શકે છે. તો એપ્રિલ-જુલાઇના હપ્તા જુલાઈમાં પ્રાપ્ત થશે અને ઓગસ્ટનો હપ્તો પણ તમારા ખાતામાં પહોંચી જશે.

image source

આ કાગળ છે ખુબ જ મહત્વપૂર્ણ :

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે પોતાનુ આધારકાર્ડ આપવું ફરજિયાત છે. જો તમે આધારકાર્ડ આપતા નથી, તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. તો આજે જ મેળવી લો આ માહિતી અને જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોવ તો આ નિયમો મુજબ દસ્તાવેજ નિયત સમયમા જમા કરાવીને લઇ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *