આ દિવ્યાંગ કિશોરે આટલા બધા દિવસ કોવિડ 19 હોસ્પિટલમાં બજાવી ફરજ, આવા જ લોકો વિશ્વમાં માનવતાને ધબકતી રાખે છે

અમદાવાદના દિવ્યાંગ કિશોરે 17 દિવસ કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવી

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. હોસ્તપિટલોમાં પથારીઓ ખૂટી રહી છે તો વળી કોરોના વોરિયર્સ પણ સામાન્ય જનતાને સુરક્ષિત રાખવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. રોજ હજારોની સંખ્યામાં આપણા દેશમા લોકો કોરનાથી સંક્રમિત થાય છે અને આ હજારોની સંખ્યા સામે સેંકડો કોરોના વોરિયર્સ તેમના માટે ઢાલ બનીને કામ કરી રહ્યા છે. આ કોરોના વોરિયર્સમાં એક એવો કોરોના વોરિયર પણ છે જે ભલે શરીરથી થોડો નબળો હોય પણ તે મનથી એટલો મજબૂત છે કે ભલભલા સ્વસ્થ માણસને પણ શરમાવે તેટલું સુંદર કામ તે હોસ્પિટલમા કરી રહ્યો છે.

image source

આ કીશોર સિવિલ હોસ્પિટલમાં રહે છે અને અહીં તે પેરામેડિકલ સ્ટાફ તરીકેની ઇન્ટર્નશીપ કરી રહ્યો છે. તેનું નામ છે કિશોર કારિયા. દિવ્યાંગ હોવાથી તેને કોવિડ 19ના વોર્ડમાં કામ કરવાથી મુક્તિ મળે છે પણ તેમ છતાં તેનો લાભ ઉઠાવવાની જગ્યાએ તે અહીં જ પોતાની ફરજ બજાવવાનું પસંદ કરે છે અને છેલ્લા 17 દિવસથી તે બે તબક્કામાં અહીં ફરજ બજાવી રહ્યો છે.

મે મહિનાથી પોતાની સેવા આપી રહ્યો છે આ દિવ્યાંગ યુવક

કિશોરના પગ જન્મથી જ અશક્ત છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે કોરોનાની મહામારીના કારણે મેડિકલ સ્ટાફમાં ખૂબ ખોટ વર્તાઈ રહી છે અને બધેથી સ્ટાફ એકત્રીત કરવામા આવી રહ્યો છે. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ ત્યારથી સિવિલ હોસ્પિટલ ખાતેના બધા જ સ્ટાફ તેમજ અન્ય મેડિકલ ટીમને કોરોના વોર્ડમાં પણ ડ્યૂટી ફાળવવામાં આવી રહી છે. જ્યારે ડ્યૂટીની ફાળવણી કરવામા આવી રહી હતી ત્યારે કીશોરને પણ મે મહિનામાં સાત દિવસ માટે ડ્યુટી ફાળવવામાં આવી હતી.

image source

જો કે કિશોર વિકલાંગ હોવાથી તે જો આ ડ્યૂટીથી દૂર રહેવા માંગતો હોય તો તેની પણ તેને છૂટ હતી તેમ છતાં તેણે પોતે આ વોર્ડમાં ફરજ બજાવાનું પસંદ કર્યું. તે સારીરીતે જાણતો હતો કે તેનો આ નિર્ણય તેને જોખમમાં મુકી શકે છે તેમ છતાં તેણે પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મુકીને પોતાની ફરજ બજાવવાનુ પસંદ કર્યું.

ભગવાન પણ તેનું રક્ષણ કરી રહ્યા છે – કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

image source

કિશોરે સાત દિવસ સુધી કોરોના વોર્ડમાં મે મહિના દરમિયાન ફરજ આપી હતી ત્યાર બાદ તેણે નિયમ પ્રમાણે 7 દિવસ ક્વોરેન્ટીન રહેવાનુ પાલન કર્યુ હતું. જો કે ત્યાર બાદ તેને ફરી તે જ વોર્ડમાં ફરજ બજાવવાનો મોકો મળ્યો અને તેણે કોઈ પણ જાતના સંકોચ વગર તે મોકો ઝડપી લીધો.

આ વખતે તેણે 10 દિવસ ફરજ આપી. આમ તે 17 દિવસ કોરોના વોર્ડમાં ડ્યુટી પર રહ્યો. જો કે તેના આ નિર્ણયમા ભગવાન પણ તેનો સાથ આપી રહ્યા છે કારણે કે કોરોના વોર્ડમાં રહ્યા છતાં જ્યારે તેનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો ત્યારે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

image source

સતત સાવચેતિ દાખવવાથી રિપોર્ટ નેગેટિવ આવ્યો

કિશોર સતત આટલા બધા દિવસ કોરોના વોર્ડમાં રહ્યો છતાં પોતાને કોરોના ન થયો હોવા વિષે જણાવે છે કે તેણે દરેકે દરેક બાબત વિષે ખૂબ જ સાવચેતી રાખી હતી, અને તેની આ જ તકેદારીએ તેને સંક્રમિત થતાં બચાવી લીધો છે. તે જણાવે છે કે આ બાબતમાં સૌથી મહત્ત્વની પીપીઈ કીટ હતી.

પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ નું ડોમિંગ અને ડફિંગ બીલકુલ યોગ્ય રીતે થવું જોઈએ. તેમજ પોતાના નાસ્તા, ભોજનના સમયનું પણ પાલન થવું જોઈએ. તેમજ ક્વોરેન્ટીનના સમયનું પણ કડક પાલન કરવું જોઈએ એટલે કે કોઈના પણ સંપર્કમાં આવવું જોઈએ નહીં. તેની આ જ બધી તકેદારીના કારણે તે સંક્રમણથી દૂર રહ્યો છે.

image source

કિશોરની આ પહેલ છે પ્રેરણાદાયક

તમને ઉપર જણાવ્યું તેમ કિશોર કંઈ અહીં કાયમી ધોરણે નોકરી નથી કરતો તે તો અહીં માત્ર ઇન્ટર્નશીપ કરી રહ્યો છે. તેમ છતાં સંજોગોને ધ્યાનમાં રાખીને અને દેશને મદદ કરવાના હેતુથી તેણે પોતાની વિકલાંગતાને પોતાની નબળાઈ નહીં પણ પોતના મનની મજબૂતાઈને દર્શાવી છે અને વગર કોઈ ભયે તેણે કોરોના વોર્ડમાં ફરજ બજાવીને એક પ્રેરણાદાયી કામ કર્યું છે. આવા જ લોકો વિશ્વમાં માનવતાને ધબકતી રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત