સુરતમાં GST ઓફિસમાં બની રોમેન્ટિક ઘટના, મહિલાએ ધોળા દિવસે બધાની સામે અધિકારીને આપી દીધું તસતસનું ચુંબન

પેલુ કહેવાય છે આ બધુ રીયલ લાઈફમાં ન સારુ લાગે એતો ફિલ્મમાં જ શોભે. આવી જ કંઈક ઘટના સુરતના જીએસટી વિભાગમાં થઈ છે.
જીએસટી વિભાગમાં સાથે કામ કરતા બે કર્મચારીઓ એકમેકના પ્રેમમાં છે એ કોઈ સમાચારનો વિષય નથી. વાત એમ છે કે, તેઓ પ્રેમમાં એવા પાગલ બન્યા કે મહિલા કર્મચારીને આસપાસ ઓફિસમાં કામ કરતા સહકર્મચારીઓ પણ ન દેખાયા અને બધાની સામે જ હોઠો પર તસતસતું ચુંબન કરી બેઠા. આ ઘટનાના કારણે આસપાસ રહેલ અન્ય કર્મચારીઓને પણ નીચું જોવાનો વારો આવ્યો હતો.

Image Source  તસ્વીર પ્રતીકાત્મક છે

કોઈ પણ કર્મચારીની ઓફીસમાં સામાન્ય રીતે કાર્ય માટે સતત આવન જાવન ચાલ્યા કરે છે એવું જ અહીં પણ આ પુરુષ કર્મચારીની ઓફીસમાં સામાન્ય રીતે આવન જાવન હોય છે.પરંતુ તેમને શું ખબર તેમના થયેલા તેમના સહકર્મચારી સાથેના પ્રેેમને કારણે તેમને આ સીલસીલો પણ ખુંચશે.તેમના કામકાજના સમય દરમ્યાન જ તેમની પ્રેમીકા ઊર્ફ સહકર્મચારી મહીલાએ ઓફીસમાં આવી બધા સામે તેમને ચુંબન જીકી દીધુ પછી તો પુરુષ કર્મચારી પણ આસપાસ જોતા શર્મશાર બન્યો અને ઓફીસ છોડીને ચાલતો થયો.

Image Source

આ પ્રકરણ બાદ તેમની આ પ્રેમીકા કર્મચારીને તેમણે ઓફીસમાં આવવાની મનાઈ ફરમાવી હતી.પણ આ તો સરકારી કામ છે આમ થોડી ચાલે તમારે દરેકને સાથે લઈ કામ પાર પાડવુ પડે એટલે તેમને સુચના અપાઈ કે તે અન્ય કોઈ પુરુષ કે મહીલા ઉમેદવારને સાથે લઈને જ ઓફીસમાં પ્રવેશે.
આ પ્રેમ પ્રકરણમાં મહીલા કર્મચારી એક પછી એક ફીલ્મી ફંડા જાણે અપનાવતી હોય તેવુ લાગે છે.ઓફીસમાં કમ્પ્યુટર બગડી જતા રીપેરીંગ દરમ્યાન તેમને પાસવર્ડ પુછવામાં આવ્યો પણ તેમણે પાસવર્ડ જણાવવાને બદલે પોતે જ ટાઈપ કરશે તેવું કહેલ. બાદમાં જણાયું કે આ પાસવર્ડ પણ તેમના પ્રેમના પ્રતીક સ્વરુપે તેમના પ્રેમી સહકર્મચારીનું નામ જ હતું.

Image Source

આ બધી ઘટનાઓ બાદ તેમની વચ્ચે પ્રેેમ રહ્યો કે કેમ તે કહેવું થોડુ મુશ્કેલ છે.એક વખત આ મહીલા કર્મચારી પુરુષ કર્મચારીના સગામાં કોઈ લગ્નમાં પણ આવી ચડી હતી અને પુરુષ કર્મચારીએ તે લગ્નમાં આવી છે તેની જાણ થતા પોતે ત્યાંથી નીકળી જવું પસંદ કરી તેમને દેખો જ ન દીધો.આમ હવે તે તેણીને જાહેર સ્થળો પર સતત નજરઅંદાજ કરવાના પ્રયત્નો કરે છે.