Site icon News Gujarat

તમે પણ મેળવી શકશો કિયારા આડવાણી જેવી સ્કિન, બસ અપનાવો આ હેલ્ધી રૂટિન

બોલીવુડની સુપર ટેલેન્ટેડ એક્ટ્રેસ કિયારા આડવાણી ન ફક્ત પોતાની એક્ટિંગથી લોકોના દિલોમાં રાજ કરે છે પણ લોકો એમની સુંદરતાના પણ કાયલ છે. કિયારા પોતાના બીઝી શિડયુલ પછી પણ એમની સ્કિનનું ખૂબ જ ધ્યાન રાખે છે. ઘણીવાર એમના નો મેકઅપ લુકમાં પણ એમની ગ્લોઇંગ સ્કિન આપણને જોવા મળી છે. પણ શુ તમે જાણો છો કે પોતાની ફેસ બ્યુટીને જાળવી રાખવા માટે કિયારા બહારના પ્રોડક્ટ્સથી વધુ ઘરેલુ નુસખાઓ પર ભરોસો કરે છે. કિયારા કેમિકલ પ્રોડક્ટને બદલે ઘરની વસ્તુઓમાંથી બનેલો ફેસ પેક લગાવે છે જેનાથી એમની અકીન ગ્લોઇંગ દેખાય છે. જો તમે પણ તમારી સ્કિનનો ગ્લો જાળવી રાખવા માંગતા હોય તો હોમ રેમીડિઝને તમારા સ્કિન કેર રુટિનમાં સામેલ કરો.

image source

જો તમે પણ કિયારાની જેમ ગ્લોઇંગ અને ક્લિયર સ્કિન ઈચ્છો છો તો અમે તમને જણાવીશું કે આખરે કિયારા કેવી રીતે એમની સ્કિનની કેર કરે છે. કિયારાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાનું બ્યુટી સિક્રેટ રિવિલ કર્યું હતું. એમને જણાવ્યું હતું કે એ માર્કેટમાં આવતા દરેક બ્યુટી પ્રોડક્ટ્સનો યુઝ નથી કરતી.

image source

કોઈપણ બ્યુટી પ્રોડક્ટ્સ ઉપયોગમાં લેતા પહેલા એ એમના સ્કિન એક્સપર્ટની સલાહ લે છે. એ સિવાય એ આ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે એમની સ્કિન પર કઈ પ્રોડક્ટ શૂટ થશે.કિયારા મૌશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવ્યા વગર ઘરની બહાર નથી નીકળતી જેનાથી એમની સ્કિન ટેન નથી થતી. જો તમે પણ કિયારાની જેમ નિખરતી સ્કિન મેળવવા માંગો છો તો સનસ્ક્રીનને તમારા રૂટિનમાં જરૂર સામેલ કરો.

image source

આ વાત બધા જાણે છે કે જો સ્કિનને ગ્લોઇંગ બનાવવી છે તો એને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ જરૂરી છે. આ વાત જાણે તો ઘણા લોકો છે પણ એને પોતાના રૂટિનમાં બહુ ઓછા લોકો ફોલો કરે છે. કિયારા આ વાતનું ખૂબ જ ધ્યાન રાખે છે. એ પોતાની સ્કિનને હંમેશા હાઇડ્રેટેડ રાખે છે..એ માટે કિયારા દર અડધા કલાકે એક ગ્લાસ પાણી પીવાનું નથી ભૂલતી. જો તમે પણ ખુદને હાઇડ્રેટેડ રાખવા માંગો છો તો કિયારાની જેમ વધુમાં વધુ પાણી પીવાનું શરૂ કરો.એ સિવાય વચ્ચે વચ્ચે તમે લિકવિડ ડાયટ પણ ફોલો કરી શકો છો.જો કે કિયારા પણ માને છે કે વારંવાર પાણી પીવું બોરિંગ થઈ જાય છે એટલે એ એમના લિકવિડ ડાયટમાં કોકોનટ વોટર અને સુગર ફ્રી જ્યુસની સાથે બટર મિલ્કને પણ સામેલ કરે છે. જે એમને હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. તમે પણ કિયારાના આ ફોર્મ્યુલાને ફોલો કરી શકો છો.

કિયારાએ એમની એક પોસ્ટમાં એમનું સ્કિન રૂટિન શેર મેટા જણાવ્યું હતું કે એ બેસન અને ફ્રેશ ક્રીમનો ફેસ પેકનો ઉપયોગ કરે છે જેનાથી એમની સ્કિન ગ્લોઇંગ દેખાય છે. જો તમે પણ આ ફેસ પેકને એપ્લાય કરવા માંગો છો તો એક બાઉલમાં બેસન અને મલાઈને સારી રીતે મિક્સ કરી લો. એને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી પેસ્ટ સ્મૂધ ન થઈ જાય. પછી આ પેસ્ટમાં ગુલાબજળ કે દૂધ ભેળવીને ચહેરા પર લગાવો. તમારી સ્કિન પણ બિલકુલ કિયારાની જેમ ચમકવા લાગશે.

Exit mobile version